Jamnagar airport

જામનગરની એકમાત્ર હવાઈ મુસાફરી થશે બંધ જાણો શું છે કારણ…

Jamnagar airport

રિપોર્ટ:જગત રાવલ

જામનગરને અન્ય રાજયો સાથે જોડતી એકમાત્ર હવાઈ સેવા એર ઇન્ડિયાની ફ્લાઇટ જામનગર થી મુંબઈ અને મુંબઈ થી જામનગર તરફ કાર્યરત છે કોરોના બાદ થોડા સમય માટે શરૂ થયેલી આ હવાઈ મુસાફરીમાં મુસાફરોની સંખ્યા ઓછી મળતી હોવાના બહાના હેઠળ એર ઇન્ડિયા ઓથોરિટી દ્વારા જામનગરની એક માત્ર હવાઈ મુસાફરી ને પણ આગામી તારીખ 9 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર સુધી બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે

air india flight

એર ઇન્ડિયા ઓથોરિટી દ્વારા લેવાયેલા નિર્ણયના વિરોધમાં જામનગરના ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા સંગઠન દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે જામનગરના ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના જણાવ્યા મુજબ જામનગરમાંથી પૂરતા પ્રમાણમાં મુસાફરો મળી રહે છે અને હવે જ્યારે કોરોના નો કેર ઓછો થઈ રહ્યો છે ત્યારે મુસાફરોની સંખ્યામાં વધારો પણ થનાર છે તો આ એકમાત્ર જામનગર થી મુંબઈ ની હવાઈ મુસાફરી બંધ કરવાનો નિર્ણય આયોગ્ય છે અને એર ઇન્ડિયા ઓથોરીટી આ નિર્ણયને પરત ખેંચે તેવી માંગણી કરવામાં આવી છે.

Jamnagar travels letter