Rapid test 2 edited

સુરત જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓનો કોરોના રેપિડ એન્ટીજન ટેસ્ટ નેગેટીવ આવ્યો

Rapid test 2 edited

સુરત,સોમવાર: સુરત જિલ્લા પંચાયતના અધિકારી-કર્મચારીઓ કોરોના મહામારીમાં ખડેપગે લોકોની સેવા કરીને કોરોના વોરિયર્સ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. તેમના આરોગ્યને ધ્યાનમા; લઇને તમામ કર્મચારીઓનાં કોરોનાના રેપિડ ટેસ્ટ ચોર્યાસીના તાલુકા હેલ્થ ઓફીસર શ્રી ડૉ.હિમાંશુ ગામીત તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા.

જિલ્લા પંચાયતની મહેકમ શાખા, વિકાસ શાખા, પંચાયત શાખા , હિસાબી શાખા, આંકડા શાખા , સહકાર શાખા, શિક્ષણ શાખા , ખેતીવાડી શાખા, સમાજ ક્લ્યાણ શાખા, આરોગ્ય શાખા અને આઇ.સી.ડી.એસ.શાખા વગેરે શાખાઓમાંથી કુલ ૧૪૩ કર્મચારીશ્રીઓના કોરોના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામના કોરોનાનાં રેપિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.
આ રેપિડ એન્ટીજન ટેસ્ટનું આયોજન જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ચોર્યાસી તાલુકા અન હેલ્થ ઓફિસના સંયુક્ત ઉપક્રમે કરવામા આવ્યું હતું. જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના એપેડેમીયોલોઝિસ્ટ ડો.શ્રી પરેશ સુરતી તેમજ ચોર્યાસીના તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડો.હિમાંશુ ગામીતના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું. રેપિડ ટેસ્ટ માટે આરોગ્ય કેન્દ્ર મોહિનીના લેબોરેટરી ટેકનીશીયન હેતલબેન તેમજ ચોર્યાસીના સિકલસેલ કાઉન્સેલરશ્રી અતુલભાઇએ સેવાઓ પૂરી પાડી હતી. જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના એપેડેમીયોલોજીસ્ટ ડો.પરેશ સુરતીએ સૌ કોરોના વોરિયર્સને સહકાર બદલ આભાર માન્યો હતો.