IMG 20210106 WA0010

જામનગરની કોવિડ હોસ્પિટલમાં તંત્ર દ્વારા મોકડ્રિલ કરી આગના બનાવ સમયે સાવચેતી નું રિહર્સલ કરાયું

જામનગરની કોવિડ હોસ્પિટલમાં તંત્ર દ્વારા મોકડ્રિલ કરી આગના બનાવ સમયે સાવચેતી નું રિહર્સલ કરાયું અનેક વિભાગો મોકડ્રિલમાં જોડાયા.

અહેવાલ: જગત રાવલ

જામનગર, ૦૬ જાન્યુઆરી: સૌરાષ્ટ્ર ની સૌથી મોટી ગુરુગોવિંદસિંગ હોસ્પિટલમાં હાલ જામનગર ઉપરાંત અન્ય જિલ્લાના દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આજે કોવિડ હોસ્પિટલમાં આગના બનાવની મોકડ્રાઈ યોજવામાં આવી હતી.

જામનગર ફાયરબ્રિગેડ અને હોસ્પિટલ તંત્ર દ્વારા સવારે મોકડ્રિલ યોજવામાં આવી હતી જેમાં કોવિડ વોર્ડમાં આગ નો બનાવ બને તો દર્દીઓને કઈ રીતે સલામત સ્થળે ખસેડવા તે અંગે ની કામગીરી કરવામાં આવી હતી,તેમજ હોસ્પિટલમાં ઘટના સ્થળ પર હાજર સ્ટાઅફ દ્વારા યુદ્ધના ધોરણે શુ કામગીરી કરવી તે અંગે પણ સૂચના આપવામાં આવી હતી.

મોકડ્રિલ ની કામગીરીમાં ફાયરબ્રિગેડ ના ચીફ ફાયર ઓફિસર કે.કે. બીશ્નોઈ, ડિન નંદીનીબેન દેસાઈ, સુપ્રિડેન્દન ડો. દિપક તિવારી, ફાયર શાખા ના કર્મચારીઓ વિગેરે જોડાયા હતા.