Army Band

ભારતીય વાયુ સેના દ્વારા અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે રાષ્ટ્રભક્તિના ગીતોનુ લાઈવ બેન્ડ કોન્સર્ટ

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી તથા કોરોના વોરિયર્સને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમનું આયોજન

કોરોના વોરિયર્સની વિશેષ ઉપસ્થિતિ

અમદાવાદ,૦૮ઓગસ્ટ: ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આગામી  ૧૫ મી ઓગસ્ટ, ૨૦૨૦ ના ૭૪ માં  પર્વના ઉપલક્ષ્યમાં તેની ઉજવણી દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રખ્યાત સ્થળો ખાતે કરવામાં આવી રહી છે.  જેના ઉપલક્ષ્યમાં આજે ભારતીય વાયુ સેના દ્વારા રાષ્ટ્રભક્તિના ગીતોનો એક કાર્યક્રમ પાલડી ખાતે આવેલા કોચરબ આશ્રમ ખાતે યોજાયો હતો.

       કોચરબ આશ્રમ કે જે ભારતની સ્વાતંત્ર્ય ચળવળનું એક મહત્ત્વપૂર્ણ સ્થાન રહ્યું છે અને રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજીએ અમદાવાદમાં તેમના આશ્રમ જીવનની શરૂઆત આ આશ્રમથી કરી હતી આ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ વિશેષરૂપે થયા હતા.

            સાઉથ વેસ્ટ એર કમાન્ડ, ગાંધીનગર દ્વારા આ લાઈવ બેન્ડ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મર્યાદિત લોકોની હાજરીમાં આ લાઈવ એન્ડ કોન્સર્ટમાં એસ્ટ્રોનોટ ધૂન અને એર બેટલ ધૂનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ધૂનોની રચના સેનાના માસ્ટર જે.એ.જ્યોર્જ  દ્રારા કરવામાં આવેલી છે.

        ઉલ્લેખનીય છે કે, રક્ષા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા તા.૧ થી ૧૩ ઓગસ્ટ દરમિયાન આવા લાઈવ બેન્ડનુ આયોજન દેશભરમાં કરવામાં આવી રહ્યું છે.