Howrah superfast: અમદાવાદ અને હાવડા વચ્ચે સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ ટ્રેન દોડશે

Howrah superfast: ટ્રેન નંબર 02411 માટે બુકિંગ 08 જૂન 2021 થી નિયુક્ત પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

અમદાવાદ , ૦૭ જૂન: Howrah superfast: મુસાફરોની માંગ અને વધારાની સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલતંત્ર દ્વારા અમદાવાદ અને હાવડા વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (વિશેષ ભાડા સાથે) ચલાવવાનું નક્કી કરાયું છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: –

  • ટ્રેન નંબર 02411/02412 અમદાવાદ-હાવડા સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ08ટ્રિપ્સ)      

Howrah superfast: ટ્રેન નંબર 02411 અમદાવાદ-હાવડા સ્પેશિયલ, 09,16,23 અને 30 જૂન 2021 ના ​​રોજ 16:30 કલાકે અમદાવાદથી ઉપડશે અને ત્રીજા દિવસે 05:15 કલાકે હાવડા પહોંચશે. આવી જ રીતે ટ્રેન નંબર 02412 હાવડા-અમદાવાદ સ્પેશિયલ 07,14,21 અને 28 જૂન 2021 ના ​​રોજ હાવડા થી 14:35 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00:20 કલાકે અમદાવાદ પહોંચશે.

Railways banner

બંને દિશામાં આ ટ્રેન નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, બદનેરા, વર્ધા, નાગપુર, ગોંડિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, તાતાનગર અને ખડકપુર સ્ટેશનો ખાતે રોકાશે આ ટ્રેનમાં સ્લીપર અને સેકન્ડ સીટીંગના આરક્ષિત કોચ રહેશે.

ટ્રેન નંબર 02411 માટે બુકિંગ 08 જૂન 2021 થી નિયુક્ત પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

આ પણ વાંચો…અનોખો કિસ્સોઃ પાન્ડા(pandas)ના પ્રેગ્નન્ટ થવાને કારણે સ્ટોક માર્કેટમાં જબરદસ્ત ઉછાળો, રોકાણકારો બની ગયા રાતોરાત અમીર- જાણો શું છે કારણ?

સ્ટોપેજ, ઓપરેટિંગ સમય, કમ્પોઝિશન, આવર્તન અને ટ્રેનોના કામકાજના દિવસો સંબંધિત વિગતવાર માહિતિ માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે. નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.

ADVT Dental Titanium