kalupur station passenger bus 2

ગુજરાતમાં કરફ્યુ કોરોના અને તંત્ર જાણો તમારા શહેરના સમાચાર

કાલુપુર સ્ટેશન પર ટ્રેનમાં આવતા મુસાફરોને ઘરે જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રીઓન કોઈ પણ તકલીફના પડે એટલા માટે પોલીસ ખડે પગે ઉભી છે એક યાત્રીએ જણાવ્યું અમે કાલુપુરથી વૈષ્ણોદેવી સુધી મફતમાં અને શાંતિ થી બસમાં આવી સરકારની વ્યવસ્થા સારી છે.

Ahmedabad kalupur Station

અમદાવાદના બોપલ સફલ પરિસર-1માં 42 કેસ નોંધાયા

સુરતના સેન્ટ્રલ ઝોનમાં આજથી ચા અને પાનની દુકાન બંધ, ત્રણ દિવસ માટે

અમદાવાદ, ૨૨ નવેમ્બર: કરફ્યૂના બીજા દિવસ અમદાવાદમાં કોરોના સંક્રમણને લઇ જાગૃતતા જોવા મળી રહેશે. આ જ રીતે લોકો જાગૃત થશે તો આગામી દિવસમાં આ પરિસ્થિતિ ઉપર ચોક્કસથી નિયંત્રણ લાવી શકાશે. અમદાવાદના સફલ પરિસર-1માં 42 કેસ આવ્યા છે. શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા 111 પર પહોંચી ગઈ છે

ગુજરાત માં કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી અને સારવાર તેમજ આરોગ્ય લક્ષી પગલાંઓ ની સમીક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમ ના સભ્યો આજે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી સાથે ગાંધીનગર માં મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજશે.આ કેન્દ્રીય ટીમ સી એમ ડેશ બોર્ડ દ્વારા કોરોના સંદર્ભે કરવામાં આવતા મોનીટરીંગ તેમજ સારવાર ફોલોઅપ વગેરે થી માહિતગાર થવા સી એમ ડેશ બોર્ડ ની કામગીરી પણ આ બેઠક બાદ નિહાળશે.

વડોદરા

વડોદરામાં કરફ્યૂના નિયમોનું પાલન નહિ કરનાર વેપારીઓ પર તંત્રની લાલ આંખ જોવા મળી. સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનાર અને માસ્ક ન પહેરનારા દુકાનદારો અને લારીવાળાઓ સામે શનિવારે મોટી કાર્યવાહી કરાઈ છે. પાલિકા દ્વારા દુકાનો તેમજ લારીઓ સીલ કરાઈ છે. સાથે જ વડોદરાભરમાંથી 54500 નો દંડ પણ વસૂલ કરાયો છે.

વડોદરાથી તબીબો અમદાવાદ મોકલાયા
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આવામાં કોરોનાના કેસ વધતા વડોદરાથી તબીબો અમદાવાદ મોકલવામાં આવ્યા છે. બરોડા મેડિકલ કોલેજના એક ટ્યુટર સહિત 30 રેસિડેન્ટ ડોકટર્સની ટીમ અમદાવાદ મોકલાઈ છે. તબીબોને અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં 45 દિવસના ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા છે. બરોડા મેડિકલ કોલેજના તમામ કર્મચારીઓની રજા પણ રદ કરી દેવાઈ છે.

સુરત
રાત્રી કર્ફ્યુ વચ્ચે સવારે લોકોની ભીડ ઉમટી.સવારે શાકભાજી મળશે કે કેમ તેવો લોકોમાં ભય
માર્કેટમાં જીવન જરૂરિયાત વસ્તુ લેવા લોકોની ભીડ ઉમટી માર્કેટમા સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા લોકો માસ્ક વગર કરી રહ્યા છે ખરીદી.

સુરતમાં કોરોનાના કહેર વચ્ચે મહાપાલિકા એકશનમાં: સુરતના સેન્ટ્રલ ઝોનમાં આજથી ચા અને પાનની દુકાન બંધ, ત્રણ દિવસ માટે ચા-પાનની દુકાનો બંધ રહેશે

વલસાડ

વલસાડ જિલ્લામાં સહેલાણીઓ માટે પ્રવેશ બંધ: કોરોનાનું સંક્રમણ વધતા પ્રવાસન સ્થળો બંધ, તિથલ, નારગોલ, વિલસન હિલ સહિતના સ્થળો બંધ કરાયા

રાજકોટ : રાત્રી કર્ફ્યું અંતર્ગત કામગીરી, 74 કરફ્યુ ભંગના ગુના દાખલ, 72 વાહન ડીટેઈન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની કામગીરી, સરકારી ચોખાના જથ્થાને બારોબાર વહેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું, રવિ ધોળકિયા નામના શખ્સને 47 નંગ ચોખાના ભરેલ કોથળા સાથે ઝડપી પાડયો, બારોબાર વહેચાણ કરે તે પૂર્વે ઝડપી પાડયો જથ્થો, પોલીસે 2.94લાખનો મુદ્દામાલ કર્યો કબજે