Good news: જામનગર વાસીઓ માટે આનંદના સમાચાર

Good news: કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 348 જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી સ્વસ્થ થઈ રજા મેળવનાર દર્દીઓની સંખ્યા 308 છે

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૯ મે:
Good news: આજે ઘણા લાંબા સમય બાદ આવ્યા છે છેલ્લા ઘણા સમયથી કોરોના સંક્રમિત લોકોનો કુલ આંક 700થી ઉપર રહેતો હતો તે આજે તંત્ર દ્વારા જાહેર કરાયા કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 600 ની અંદર પહોંચી જવા પામી છે જ્યારે આજે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા કરતા કોરોના ના દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને રજા આપવામાં આવેલા દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે

જામનગર શહેરી વિસ્તારની વાત જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તંત્ર દ્વારા જાહેર કરાયેલા કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 348 જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી સ્વસ્થ થઈ રજા મેળવનાર દર્દીઓની સંખ્યા 308 છે શહેરી વિસ્તારમાં કોરોના ના કારણે કુલ પાંચ દર્દીઓના મોત થવા પામ્યા છે

Whatsapp Join Banner Guj

એ જ રીતે જામનગર ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ૨૩૮ જાહેર કરાઈ છે જ્યારે કોરોના ની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી 280 સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે ગ્રામ્ય વિસ્તારમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી કુલ બે દર્દીઓના કોરોના થી મોત થવા પામ્યા છે

આ રીતે જોવા જઇએ તો છેલ્લા ૨૪ કલાકમાં જામનગર જિલ્લામાં કોરોનાના સંક્રમિત કુલ આંક 586 જ્યારે કોરોના માંથી સ્વસ્થ થઈ રજા મેળવનાર દર્દીઓની સંખ્યા 588 જાહેર કરવામાં આવી છે જ્યારે કોરોના થી મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા સાત જાહેર કરાઈ છે છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમિત તેમ જ નથી કોરોના થી મૃત્યુ થતાં આંકમાં ઘટાડો થતાં આરોગ્ય તંત્રમાં રાહત જોવા મળી રહી છે.

આ પણ વાંચો…Ayurvedic doctor: કોરોનાગ્રસ્ત મહિલા આર્યુવેદિક ડોક્ટરે ૪ દિવસમાં જ કોરોનાને ઊભી પૂંછડીએ ભગાડ્યો

ADVT Dental Titanium