WhatsApp Image 2020 10 06 at 5.29.59 PM

સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ગાંધીજયંતીની ધામધૂમથી ઉજવણી કરાઈ

સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન દ્વારા સાન ફ્રાન્સિસ્કોના લોકોનો બતાવી ભારતીય સંસ્કૃતિની ઝલક

નવી દિલ્હી, 5 ઓક્ટોબર- ગાંધી જયંતીના નિમિત્તે ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં ખાસ આયોજન કરી ગાંધીજીનો અહિંસા અને શાંતિનો સંદેશ અમેરિકાના લોકો સુધી પહોંચાડયો હતો. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરીને સાન ફ્રાન્સિસ્કોના રહેવાસીઓને ભારતીય સંસ્કૃતિની ઝલક બતાવી હતી.

WhatsApp Image 2020 10 06 at 5.30.00 PM1


વિદેશ મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગાંધીજીની પ્રતિમા પર માળા અર્પણ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામા આવી હતી. ત્યારબાદ વિશ્વ પ્રસિદ્ધ તબલા વાદક ઝાકિર હુસૈન, વાયોલિન વાદક કલા રામનાથ અને શાસ્ત્રીય ગાયક મહેશ કાલેએ પ્રસ્તુતિ આપી હતી. આ કલાકારોએ બાપુના પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો…’ પર અદ્ભુત પ્રસ્તુતિ આપીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ખાદી ફેશન શૉ આત્મનિર્ભરતાનું પ્રતીક બન્યો
આ પ્રસંગે ભારતીય મૂળના ફેશન ડિઝાઇનર અનુભવ શ્રીવાસ્તવે ભારતીય મહાવાણિજ્યદૂતાવાસ (કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા) પર ખાદી ફેશન શૉનું આયોજન કર્યું હતું, જે આત્મનિર્ભરતાનો પ્રતીક બન્યો હતો. આ ફેશન શૉમાં ભારતી સમુદાય સાથે સાન ફ્રાન્સિસ્કોના લોકોએ પણ ખાદીના કપડા પહેરીને રેમ્પ વોક કર્યુ હતું.

કુચિપુડી અને ઓડિસી નૃત્યોએ મન મોહી લીધા
ગાંધી જયંતીના આ પ્રસંગે ગાયિકા વિજયા આસુરીએ ભજન ગાઇને કાર્યક્રમને ભક્તિમય બનાવી દીધો હતો. ભારતી સમુદાયના લોકોએ કુચિપુડી અને ઓડિસી નૃત્યની પ્રસ્તુતિ દ્વારા સાન ફ્રાન્સિસ્કોના લોકોને ભારતીય કળા અને સંસ્કૃતિનો પરિચય કરાવ્યો હતો. લોકોએ કહ્યું- ગાંધી દર્શન વિશ્વ માટે જરૂરી છે


કાર્યક્રમમાં સામેલ થયેલા ભારતીય સમુદાય અને સાન ફ્રાન્સિસ્કોના લોકોએ આ કાર્યક્રમને અદભૂત ગણાવીને કહ્યું કે ગાંધીના વિચાર અને દર્શન સમાજ માટે મહત્વપૂર્ણ છે. ત્યાંના લોકોએ કહ્યું કે ગાંધી દરેક પ્રકારના વર્ગ ભેદની વિરુદ્ધ હતા. આજે વિશ્વમાં શાંતિ અને અહિંસાના તેમના દર્શનની ખૂબ જરૂર છે.