fruit

Fruit rate: અરવલ્લી જિલ્લા કોરોના કાળ વચ્ચે ફ્રૂટનો ભાવ આસમાને ગરીબ અને મધ્યવર્ગ પ્રજા મુંજવણમા

Fruit rate: અગાઉ ૫૦ થી ૬૦ રૂપિયા કિલો મળતા લીંબુ આજે ૧૦૦ રુપિયે મળી રહ્યા છે.

અહેવાલ: રાકેશ ઓડ

અરવલ્લી, ૦૭ મે: Fruit rate: ગુજરાત સહિત અરવલ્લીમાં કોરોના ના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે.. કોરોના સામે પ્રતિકારક શક્તિ વધારવા જાગૃત નાગરિકો નિયમિત યોગ કરી રહ્યા છે. ઉકાળો અને નાસ પણ લઇ રહ્યા છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકો વિટામીન સી મેળવવા લીંબુ સંતરા મોસંબીના રસનું સેવન કરી રહ્યા છે. હાલ કોરોનાની મહામારીમાં બજારમાં વિવિધ ફ્રુટની માંગ વધવા પામી છે. તેમાંય વિટામિન સી મળે તેવા લીંબુ મોસંબી અને સંતરાની માંગમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે.

Whatsapp Join Banner Guj

જાગૃત લોકો લીંબુપણી તેમજ મોસંબી અને સંતરાના રસનું સેવન વધુ કરી રહ્યા છે. સાથે સાથે આયુર્વેદિક ડોક્ટરો પણ આવા ફ્ળોના રસ પીવાની સલાહ આપતા બજારમાં માં ખૂબ વધી જવા પામી છે. જેના કારણે અગાઉ ૫૦ થી ૬૦ રૂપિયા કિલો મળતા લીંબુ આજે ૧૦૦ રુપિયે મળી રહ્યા છે. અને મોસંબી અને સંતરા ૫૦ રૂપિયા કિલો મળતા હતા જે આજે ૨૦૦ રૂપિયા કિલો બજારમાં (Fruit rate) વેચાઇ રહ્યા છે.

આયુર્વેદિક દ્રષ્ટિએ લીંબુનો મહત્વ વિશેષ જોવા મળે છે ઉનાળામાં કેટલાક લોકો દેશી ઠંડાં પીણાંને બદલે લીંબુનો રસ નો વધારે ઉપયોગ કરતા હોય છે. શિયાળામાં લીંબુની માગ ઓછી થતા ભાવ નીચા હોય, પરંતુ હાલ કોરોના મારી ને લઈને માંગુ વધવાની સાથે-સાથે આવાં ફ્ળોની આવક ઓછી હોવાથી ખૂબ ઊંચા ભાવ (Fruit rate) વેચાઇ રહ્યા છે. ત્યારે આવા ફ્ળો ની આયાત નહીં થાય ત્યાં સુધી ભાવ ઊંચા રહેશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.

આ પણ વાંચો…Corona infected kid: જન્મના બીજા જ દિવસે કોરોના સંક્રમિત થયેલ બાળકી પર જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી

ADVT Dental Titanium