Faculty of Social Work MS University

Faculty of Social Work: ફેકલ્ટી ઓફ સોશ્યલ વર્કનો સેતુ પ્રોજેક્ટ જરૂરિયાત મંદો માટે સાચા અર્થમાં સેતુરૂપ બની રહ્યો છે

Faculty of Social Work: નેશનલ બેરિંગ કંપની લિ. સાવલી દ્વારા સેતુ ઓનલાઇન સહાય કેન્દ્ર માટે એમ્બ્યુલન્સ દાન આપવામાં આવી

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: 11 જૂન:
Faculty of Social Work: એમ.એસ. યુનિવર્સિટી, વડોદરાની ફેકલ્ટી ઓફ સોશ્યિલ વર્ક દ્વારા તાજેતરમાં ‘સેતુ – ઓનલાઇન સહાય કેન્દ્ર’ કોવિડ મહામારીની સારવાર અને મદદ માટે વન સ્ટોપ સેન્ટર (કોવિડ–૧૯ રીસ્પોન્સ ફિલ્ડ એકશન પ્રોજેક્ટ) પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. ફેકલ્ટી ઓફ સોશ્યલ વર્કના આ પ્રોજેક્ટને મદદરૂપ થવા માટે આજે નેશનલ બેરિંગ કંપની લિ. સાવલી દ્વારા સેતુ પ્રોજેક્ટમાં ૧૦ ઓકઝીમીટર, ૧૦ થર્મોમીટર, ૨૦ વેપર મશીન, ૧૦ લીટર સેનિટાઇઝર, ૩૦૦ માસ્ક અને ર ડ્રાઈવર્સ સહીત એમ્બ્યુલન્સ વાનનું દાન આપવામાં આવ્યું છે. સેતુ સહાયકેન્દ્ર દ્વારા દાન, રાશન કીટ્સ, માસ્ક, સેનિટાઇઝર, ઓક્સિમીટર, દવાઓ તેમજ તબીબી સાધનો સ્વીકારવામાં આવે છે અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે.

Faculty of Social Work: સેતુ ઓનલાઇન સહાય કેન્દ્ર દ્વારા ૬ સેવાનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં તબીબી સારવારની બધી માહિતી અને લોકો વચ્ચે સેતુ બનીને હોસ્પિટલો, ફાર્મસી, ઓક્સિજન સિલેન્ડર, કોન્સેન્ટ્રેટર, લેબોરેટરીસ, કોવીડ ટેસ્ટ, તપાસ, ઘરે તપાસ તેમજ સલાહ તેમજ સારવાર વગેરેની માહિતી આપવામાં આવે છે.

Faculty of Social Work, MS university

Faculty of Social Work: સેતુ ઓનલાઇન સહાય કેન્દ્ર દ્વારા દાન, રાશન કીટ્સ, માસ્ક, સેનિટાઇઝર, ઓક્સિમીટર, દવાઓ તેમજ તબીબી સાધનો સ્વીકારવામાં આવે છે અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. લોકોના પ્રશ્નો જેવા કે ફ્રી/ પેઈડ ટિફિન સેવાઓ, ચાઈલ્ડ કેર સંસ્થાઓ, અનુસરણ સેવાઓ, ફોલો સર્વિસીસ, સરકારી યોજનાઓ, દૈનિક આવશક્યતાઓમાં હોમ ક્વોરેન્ટાઇન પરિવારોને જોઈતી સહાયતા, અનાથ તેમજ સિંગલ પેરેન્ટ બાળકો માટે માર્ગદર્શન આપવામાં આવે છે.

Whatsapp Join Banner Guj

સેતુ ઓનલાઇન સહાય કેન્દ્ર પ્રોજેક્ટમાં (Faculty of Social Work) કાઉન્સેલિંગની સર્વિસ પણ ઉપલબ્ધ કરી છે. જેમાં ફેક્લટી દ્વારા માર્ગદર્શન આપી લોકોના માનસિક તાણમાં ઘટાડો થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે.લોકોને તેમની ચિંતાઓ, દુઃખ તેમજ માનસિક તાણમાં માનસિક રીતે સહાય કરવામાં આવે છે.

બાળકો સાથે ઓનલાઇન સંવાદ અને પ્રવૃત્તિઓના (Faculty of Social Work) માધ્યમથી રમતો, પ્રેરણાત્મક વિડિઓઝ, શારીરિક પ્રવૃતિઓ, માહિતીપ્રદ પરીક્ષણો અને ઘણું પપેટ શૉ, માટીના રમકડાં, ચિત્રકામ, કાગળ કામ, ડાન્સ, મેમરી ગેમ વગેરે પ્રવૃતિઓ કરવામાં આવે છે. જ્યારે ટ્રાન્સપોર્ટેશન સેવાઓ ફક્ત મ. સ. યુનિવર્સિટીના સ્ટાફને પુરી પાડવામાં આવે છે.
આ સેવાનો લાભ લેવા માટે શહેરીજનોએ મો. નં. ૭૮૬૧૯૪૩૦૬૩ અને ૭૮૬૧૯૫૭૫૫૩ ઉપર સંપર્ક કરવા ફેકલ્ટીના ડીન ડો.ભાવના મહેતાએ જણાવ્યું છે.

આ પણ વાંચો…ફિલ્મ મહાભારતના આ પાત્ર માટે રિયા ચક્રવર્તી (rhea chakraborty)ના નામની ચર્ચા, વાંચો સંપૂર્ણ અહેવાલ