home garden

Environmental Protection School: વડોદરાની એક અનોખી પર્યાવરણ રક્ષક શાળા

Environmental Protection School: પર્યાવરણના રક્ષણ માટે સ્વચ્છતાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે: જૈવિક કચરામાંથી બનાવાય છે સેન્દ્રીય ખાતર

  • ડોન બોસ્કો શાળામાં શિક્ષણની સાથે પ્રકૃતિ રક્ષણના શિક્ષણનો અભિગમ

અહેવાલ : સોનાલી મિસ્ત્રી
વડોદરા: ૨૭ મે:
Environmental Protection School: હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પ્રકૃતિ સંવર્ધનને લક્ષમાં રાખવું અતિઆવશ્યક છે. વૈશ્વિક કોરોના મહામારી વચ્ચે પ્રકૃતિનું જતન કરવું મહત્વપૂર્ણ છે. ત્યારે વડોદરાની મકરપુરા વિસ્તારમાં આવેલી ડોન બોસ્કો શાળામાં પર્યાવરણની કેળવણી કરવા ઘણાં મહત્વના પગલા લેવામાં આવ્યા છે.અહી શિક્ષણની સાથે પ્રકૃતિના રક્ષણના શિક્ષણનો સમન્વય અનોખી રીતે કરવામાં આવ્યો છે.

શાળાના સંચાલકોએ શાળાને પર્યાવરણ સાથે જોડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. ડોન બોસ્કોમાં ૩૦ વર્ષ જેટલાં જુના લીમડાના વૃક્ષ આવેલા છે. આ વૃક્ષની માવજત શિક્ષકો જાતે જ કરે છે. શાળામાં સ્વચ્છતાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. સ્વચ્છ, ધૂળ મુક્ત અને હરિયાળીવાળો વિસ્તાર રાખવા શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પૂરતાં પ્રયત્નો કરવામાં આવે છે. ડોન બોસ્કોમાં દરેક વર્ગખંડ અને દરેક ખૂણામાં ૩ અલગ અલગ રંગની કચરાપેટી રાખવામાં આવી છે. લીલી કચરાપેટીમાં ખોરાકી કચરો, લાલ કચરાપેટીમાં પ્લાસ્ટિક અને ભૂરી કચરાપેટીમાં કાગળનો કચરો એકઠો કરવામાં આવે છે.

Whatsapp Join Banner Guj

ડોન બોસ્કોના સુકાની ફાધર ટોનીએ જણાવ્યાં પ્રમાણે શાળામાં પહેલા ૫ થી ૬ કચરાના મોટા ડબ્બાઓ થતાં હતાં, હવે ફક્ત ૧ થી ૨ કચરાના મોટા ડબ્બાઓ થાય છે. કચરાના નિકાલ માટે વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવે છે. આ યોજનાઓથી શાળાના કચરામાં ૯૫ ટકા ઘટાડો થયો છે. ડોન બોસ્કોને સ્વચ્છ અને સુઘડ રાખવા શાળાના વિદ્યાર્થીઓએ શાળાની ફરતે વૃક્ષોનું વાવેતર કર્યું છે.

ડોન બોસ્કો પ્રકૃતિ સંવર્ધનને લક્ષમાં રાખીને વિવિધ યોજનાઓનો અમલ કરે છે. વૃક્ષોના પાન અને ડાળીનું સેન્દ્રીય ખાતરમાં રૂપાંતર કરી પ્રકૃતિનું સંવર્ધન કર છે.

આ પણ વાંચો…Cyclone Relief Package: તાઉ’તે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને મદદરૂપ થવા મુખ્યમંત્રીએ જાહેર કર્યુ ૫૦૦ કરોડ રૂપિયાનું વાવાઝોડા કૃષિ રાહત પેકેજ