Dinesh Anawadia

નિયુક્ત રાજ્યસભા ના બિન હરીફ સાંસદ બનેલા દિનેશ અનાવાડીયા (Dinesh Anawadia) આજે અંબાજી ની મુલાકાતે

Dinesh Anawadia

નિયુક્ત રાજ્યસભા ના બિન હરીફ સાંસદ બનેલા દિનેશ અનાવાડીયા Dinesh Anawadia આજે અંબાજી ની મુલાકાતે પહોંચ્યા…..

કોંગ્રેસ એ હવે મેદાન છોડી દીધું છે અને જેને લઈ મારી સામે પણ ફોર્મ ભરી શકી ન હતી.. દિનેશ અનાવાડીયા (Dinesh Anawadia)

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૨૧ ફેબ્રુઆરી
: ગુજરાત માં ખાલી પડેલી રાજસભા ની બેઠક ઉપર ભાજપા ના નવ નિયુક્ત રાજ્યસભા ના બિન હરીફ સાંસદ બનેલા દિનેશ અનાવાડીયા આજે અંબાજી ની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં વિશ્રામ ગૃહ ખાતે પહોચતા અંબાજી અને દાંતા ભાજપા મંડળ ના અગ્રણી પદાધિકારીઓ ને કાર્યકર્તાઓ એ દિનેશ અનાવાડીયા નું ખેસ, ફુલહાર તેમજ સાલ ઓઢાડી માથે પાઘડી પહેરાવી ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું અને ત્યાર બાદ નવનિયુક્ત સાંસદ દિનેશ અનાવાડિયા પોતાના પરિવાર સાથે માં અંબા ના દર્શનાર્થે મંદિર પહોંચ્યા હતા

Whatsapp Join Banner Guj

જ્યાં ગર્ભગૃહ માં પાઘડી ઉતારી માતાજી સમક્ષ નતમસ્તક થયા હતા અને પૂજારી ના આશીર્વાદ લીધા હતા અને ત્યાર બાદ માતાજી ની ગાદી ઉપર પણ ભટ્ટજી મહારાજ પાસે થી રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ લીધા હતા જોકે આ પ્રંસગે દિનેશ અનાવાડીયા એ જણાવ્યું હતું કે કોંગ્રેસ એ હવે મેદાન છોડી દીધું છે અને જેને લઈ મારી સામે પણ ફોર્મ ભરી શકી ન હતી જેના કારણે હાલ ની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ને પાલિકાઓ મી ચૂંટણી માં ભાજપ વિજય બનશે અને તેના માટે મતદારો ને સંપૂર્ણ મતદાન કરવા અપીલ કરી હતી

આજે માં અંબા ના દર્શન કરી પોતાને બિનહરીફ રાજસભા ના સાંસદ તરીકે નિયુક્તિ કરાવા તમામ રાજ્ય અને કેન્દ્રીય નેતાઓ નો આભાર માન્યો હતો સાથે વિકાશીલ કામો કરવા શક્તિ મળે તે માટે માતાજી પાસે પ્રાર્થના કરી હતી

બિન હરીફ રાજસભા ના સાંસદ નિયુક્તિ માટે વડાપ્રધાન સહીત રાજ્ય અને કેન્દ્રીય નેતાઓ નો આભાર માનું છે અને વિકાશ ના કામો માટે માતાજી શક્તિ આપે તે માટે માતાજી ને નતમસ્તક થયો છું,……….. દિનેશ અનાવાડીયા (Dinesh Anawadia)

જોકે બીનહરીફ રાજ્યસભાના સાંસંદ તરીકે સત્તાવાર ની જાહેરાત આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા પછી કરાશે

આ પણ વાંચો..Election: મતદાન કરવા પહોંચી અભિનેત્રી આરોહી પટેલ, તારક મહેતા ફેમ સુંદરે પણ લોકોને વોટ આપવાની કરી અપીલ