cricket association meeting

Dharmendrasinh Jadeja: સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જામનગર ક્રિકેટ એસોસિયેશનના હોદેદારો સાથે બેઠક યોજતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

Dharmendrasinh Jadeja: અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે જામનગર ક્રિકેટ એસોસિયેશનના હોદેદારો સાથે બેઠક યોજતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૬ જૂન:
Dharmendrasinh Jadeja: શહેરના અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો) ખાતે અન્ન અને નાગરીક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની પી.આઇ.યુ. બ્રાન્ચના અધિકારીઓ તથા જામનગર ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિયેશનના હોદેદારો સાથે બેઠક યોજી હતી અને જામનગર ક્રિકેટ એસોસિયશનના હોદેદારો દ્વારા રજૂ થયેલ પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પણ વાંચો…Ration kit: જામનગરમાં વોર્ડ નંબર 2 માં જરૂરિયાતમંદ ને રાશનકીટ નું વિતરણ કરાયું

બેઠકમાં જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ અજયભાઈ સવાદીયા, ઉપ પ્રમુખ વિનુભાઇ ધ્રુવ, કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ તથા સભ્યો સર્વ ભીખુભા જાડેજા, ભરતસિંહ જાડેજા, રણજીતસિંહ પરમાર, ઘનશ્યામસિંહ રાઠોડ, કિરીટભાઈ બૂધ્ધભટ્ટી, નરેન્દ્રસિંહ જાડેજા વગેરે એ મંત્રીને ક્રિકેટ મેદાનના ડેવલોપમેન્ટ અંગે વિવિધ રજૂઆતો તેમજ સૂચનો કર્યા હતા. જે અંગે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની પી.આઇ.યુ. બ્રાન્ચના અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા (Dharmendrasinh Jadeja) મંત્રીએ જણાવ્યું હતું. સાથે સાથે મંત્રીએ હેરીટેઝ ક્રિકેટ બંગ્લો તેમજ કચેરીની મુલાકાત લઈ સમગ્ર ગ્રાઉન્ડનુ નિરીક્ષણ કર્યુ હતું.

Advertisement

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

બેઠકમાં શહેર અધ્યક્ષ ડો. વિમલ કગથરા, પી.આઈ.યુ. બ્રાન્ચના ચીફ એન્જિનિયર દિલીપભાઈ ચૌધરી, ડેપ્યુટી એન્જિનિયર જે.આર.પટેલ, સેકશન ઓફિસર આઈ.સી. પટેલ વગેરે ગાંધીનગરથી ઉપસ્થિત રહ્યા હતા.