Rail logo

પશ્ચિમ રેલ્વે દ્વારા કોવિડ -19 એડવાઇઝરી (Covid-19 Advisory)નું અનુપાલન કરવા માટે મુસાફરો ને અનુરોધ

Covid-19 Advisory, WR

પશ્ચિમ રેલ્વે દ્વારા રેલ મુસાફરી શરૂ થાય તે પહેલાં ગંતવ્ય રાજય દ્વારા જારી કરાયેલ કોવિડ -19 એડવાઇઝરી (Covid-19 Advisory)નું અનુપાલન કરવા માટે મુસાફરો ને અનુરોધ

અમદાવાદ , ૧૩ માર્ચ: કોવિડ -19 મહામારીના (Covid-19 Advisory) વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રેલ યાત્રા શરૂ કરતા પહેલા ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને પશ્ચિમ રેલવે દ્વારા અનુરોધ કરવામાં આવે છે કે તેમના ગંતવ્ય રાજય દ્વારા જારી કોવિડ -19 સંબંધિત હેલ્થ એડવાઇઝરીને (Covid-19 Advisory)વાંચીને તેનું યોગ્ય પાલન સુનિશ્ચિત કરે.

ADVT Dental Titanium

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં જણાવ્યા મુજબ કોવિડ -19 ના હાલના માહોલને ધ્યાનમાં રાખીને કેટલાક રાજ્યોએ અન્ય રાજ્યોની ટ્રેનોથી આવતા મુસાફરો પર વિવિધ પ્રતિબંધો (Covid-19 Advisory)અને શરતો લગાવી દીધી છે. નોંધનીય છે કે કેટલાક રાજ્યોએ ટ્રેન સંબંધિત રાજ્યમાં પહોંચે તે પહેલાં 72 થી 96 કલાકની અંદર નેગેટિવ આરટી-પીસીઆર પરીક્ષણ કરવું ફરજિયાત બનાવ્યું છે. એવું જોવા મળ્યું છે કે

Whatsapp Join Banner Guj

આ માર્ગદર્શિકાની (Covid-19 Advisory)જાણકારીના અભાવને લીધે ગંતવ્ય સ્ટેશનો પર મુસાફરોની મુશ્કેલીમાં વધારો થાય છે. તેથી મુસાફરોને હેલ્થ એડવાઇઝરી અને ગંતવ્ય રાજ્યો દ્વારા જારી કરવામાં આવતી માર્ગદર્શિકા વિશે પૂરતી માહિતી મેળવવા અને તેનું પાલન સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરો ને અપીલ કરી છે કે તેઓ કોવિડ -19 મહામારીના સંબંધમાં નક્કી કરેલ ધારા ધોરણ મુજબ જ તેમની રેલ્વે યાત્રા સુનિશ્ચિત કરે.

આ પણ વાંચો…જુઓ Photos: સલમાન ખાનની આ એક્ટ્રેસે બાથટબમાં આપ્યા હૉટ પોઝ, ફોટો થયા વાયરલ