Village lockdown

Corona free gaam: ગામના સરપંચ અને તેમની ટીમ કોરોના ને ગામ તરફ નજર નાંખવા દેતા નથી

Corona free gaam: મારૂ ગામ કોરોના મુક્ત ગામ: પાદરા તાલુકાના દુધવાડા ગામના સરપંચ અને તેમની ટીમ કોરોના ને ગામ તરફ નજર નાંખવા દેતા નથી

નામ તેવા ગુણો ધરાવતા સરપંચ ઉત્તમ પ્રકાશ એક વર્ષથી ગામ લોકોના સહયોગથી અને કોરોના વોરિયરની ટીમની મદદથી કોરોના અટકાવતી તકેદારીઓનું ચુસ્ત પાલન કરાવી રહ્યાં છે

  • ટીમની દેખરેખ હેઠળ નિયમો પાળી ગામમાં દશ લગ્ન પ્રસંગો યોજાયા

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૦૩ મે:
Corona free gaam: કોરોનાની બીજી લહેરમાં ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ વઘ્યું છે.આ બધાની વચ્ચે એક સારા સમાચાર એ પણ છે કે ગામના સરપંચ અને તેમની ટીમની સતર્કતાના પરિણામે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક ગામમાં કોરોના પ્રવેશી શક્યો નથી. હવે તમને થતું હશે કે આવું તો કંઈ વળી હોય..કોરોનાએ શહેરો સાથે ગામડાઓમાં પણ પગ પેસારો કર્યો છે,ત્યારે આ ગામ કેવી રીતે કોરોનાના ભરડામાંથી બાકાત રહી શકે ? પણ હા આ શક્ય બન્યું છે.

Whatsapp Join Banner Guj

વાત એમ છે કે પાદરા તાલુકાના (Corona free gaam) અંદાજે ૨૨૦૦ ની વસતિ ધરાવતા દૂધવાડા ગામમાં સરપંચ ઉત્તમ પ્રકાશ પટેલ અને તેમની ટીમની જાગૃતિના કારણે ગામમાં કોરોનાને પ્રવેશવા દીધો નથી.સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યો અને યુવાનોની વોરિયર ટીમની મહેનતથી આ ગામે મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના મારૂ ગામ કોરોના મુક્ત ગામના સંકલ્પને સાચા અર્થમાં સાકાર કરી અન્ય ગામોને પ્રેરણા પુરી પાડી છે

સરપંચ ઉત્તમ પટેલે જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાઈ છે.પરંતુ આ મહામારી સામે લડવા ગ્રામ પંચાયતની ટીમે મક્કમ નિર્ધાર સાથે કોરોના સામે જંગ છેડયો અને ગ્રામજનોનો તેમાં સંપૂર્ણ સહયોગ મળ્યો તેનું આ પરિણામ છે. ગામમાં ૪૫ થી વધુની વય ધરાવતા ૮૫ ટકા લોકોને કોરોના રસી મૂકવામાં આવી છે. ગામમાં ૧૮ થી વધુ વયના યુવાનોના રસીકરણની પણ આગોતરી તૈયારી કરવામાં આવી છે.વડોદરા જિલ્લામાં શરૂઆત થશે ત્યારે આ રસી મૂકવામાં આવશે. તેમણે જણાવ્યું કે શરૂઆતથી જ કોરોના સામે લડવા ગ્રામ પંચાયતના સદસ્યોની સમિતિ સાથે ગામના યુવાનોની એક કોરોના યોદ્ધા ટીમ બનાવી અને તેમાંય ગામમાં આવેલા સેમી આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મયોગીઓનો સહયોગ મળ્યો જેના પરિણામે અમારા ગામમાં કોરોના પ્રવેશી શક્યો નથી.

સરપંચ ઉત્તમ પટેલ ઉમેરે છે કે છેલ્લા એક વર્ષથી ગામમાં બહારના વિવિધ વસ્તુઓનું ફેરી કરી વેચાણ કરતા ફેરિયાઓ પ્રવેશ કરે નહિ તે માટે નાકાબંધી ઉપરાંત ગામનો કોઈ વ્યક્તિ બહાર જઈને આવે તો તેને પાળવાના નિર્ધારિત નિયમો બનાવવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવે છે.ગામમાં કોઈ માસ્ક વગર ફરતું હોય તો તેમને યુવાનોની ટીમ સમજ આપી માસ્ક પહેરવા વિનંતી કરે છે અને જો માસ્ક ન હોય તો માસ્ક પણ આપે છે.ગામમાં દૂધ મંડળી માં બે વેળા દૂધ ભરવા આવતા સભાસદો પણ સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત જાળવે છે.તકેદારીના ભાગરૂપે ગામમાં બપોર બાદ તમામ વેપારીઓ પોતાના વેપાર વણજ સ્વૈચ્છિક રીતે બંધ રાખે છે.

ADVT Dental Titanium

તેઓ કહે છે કે આ મહામારીમાંથી ગ્રામજનોને (Corona free gaam) બચાવવા યુવાનોની ટીમ દ્વારા ઘરે ઘરે માસ્ક તેમજ સેનેટાઈઝરનું વિતરણ કરવા સાથે કોરોના અંગે વ્યાપક જનજાગૃતિ ઉભી કરવામાં આવી રહી છે.ઘરે ઘરે લોકોને આ રોગથી કેવી રીતે બચવું તે અંગેનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.તેઓ કહે છે કે આ વર્ષે ગામમાં ૧૦ જેટલા લગ્નો હતા.આ લગ્નોમાં ગ્રામ પંચાયતની ટીમે ખડે પગે રહીને નિર્ધારિત પ્રોટોકોલનો અસરકારક અમલ કરાવ્યો હતો.

ગત વર્ષે ગામને એક ખાનગી કંપનીના સહયોગથી ચાર વાર અને હાલમાં એક વાર સેને ટાઈઝ કરવામાં આવ્યું છે એટલુ જ ગામમાં સ્વચ્છતા જળવાય રહે તે માટે સફાઈ પણ નિયમિત કરવામાં આવે છે.ગત વર્ષે લોકડાઉન ના સમયમાં ગામના જરૂરિયાતમંદોને અનાજ તેમજ શાક ભાજીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું તેમને ઉમેર્યું હતું. જન પ્રતિનિધિઓ અને ગ્રામ જનશક્તિના સહિયારા પુરૂષાર્થથી કેવું સકારાત્મક પરિણામ મળી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ દૂધવાડા ગામે સમગ્ર રાજ્યને પુરૂ પાડ્યું છે.

આ પણ વાંચો…જન્મથી એક જ કિડની ધરાવતા બાળકને કોરોનાનો ચેપ લાગ્યો છે. બાળ રોગ વિભાગમાં ચાલી રહી છે પડકારજનક સારવાર