Collector RG Gohil 2 2

વિદ્યાર્થીઓ માટે સારથી યોજનાનો કલેકટરશ્રી આર.જી.ગોહિલે કરાવ્યો પ્રારંભ

Collector RG Gohil 2 2

DJMIT કોલેજમાં ધો. ૧૦ થી ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સારથી યોજનાનો કલેકટરશ્રી આર.જી.ગોહિલે કરાવ્યો પ્રારંભ

  • વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ દ્વારા કોલેજ સાથે જોડાણ અને કારકીર્દિ પ્રોફાઇલમાં ભાગ લઈ શકશે
  • વિદ્યાર્થીઓને કારકીર્દિ ઘડતર અંગે અપાશે માર્ગદર્શન
  • વિદ્યાર્થીઓએ ઓન લાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

ડો. જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (DJMIT) મોગર, આણંદ સ્થિત અગ્રગણ્ય ઇજનેરી કોલેજ છે, જેમાં ઉત્તમ માળખાગત સુવિધાઓ સજ્જકેમ્પસ, લાઇબ્રેરી, કેન્ટિન, પ્રયોગશાળાઓ અને સૌથી અગત્યનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની અનુભવી ફેકલ્ટીઓ / નિષ્ણાત ફેકલ્ટીઓ ઉપલબ્ધ છે. વધુ વિગતો માટે -વેબસાઇટ https://www.djmit.ac.in/ ની મુલાકાત લેવી. DJMIT, કોલેજ પ્રવેશની કક્ષાના (12 std. science ના) વિદ્યાર્થીઓની ક્ષમતાઓ વધારવા તથા તેમની નિર્ણય પ્રક્રિયા અને બુદ્ધિના સ્તર પર ધ્યાન કેન્દ્રિત કરવાની ફિલસૂફી માં માને છે અને માર્ગદર્શન પૂરું પાડે છે .

આ કોલેજ વિદ્યાર્થીઓને તેમના ભાવિ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટે તથા ઉત્તમ કારકીર્દિ સહીત વધુ સારા વિદ્યાર્થીઓ તૈયાર કરવા સાથે ખાસ કરીને વિદ્યાર્થીઓના માતાપિતા, પરિવારો સાથે પણ સબંધ જોડવાની જરૂર પર ભાર મુકે છે. આ બાબતોને ધ્યાને લઈ DJMIT કૉલેજમા 15/8/2020 ના રોજ સ્વતંત્રતા પર્વથી “સારથિ” યોજનાનો કલેકટરશ્રી આર.જી ગોહિલે પ્રારંભ કરાવ્યો હતો.

WhatsApp Image 2020 08 16 at 5.13.30 PM 1

“સારથી” યોજનાના ભાગ રૂપે, અમે તમારા સંપર્કમાં રહીશું અને તેમાં ભાગ લેનારા અથવા નોંધણી કરાવેલ તમામ વિદ્યાર્થીઓની કારકિર્દીને સુદ્રઢ બનાવવા ડીજેએમઆઈટી દ્વારા લેવામાં આવતી વિવિધ પહેલ પર તમને અને તમારા 10 થી ધો.12સુધીના વિદ્યાર્થીઓને (જે તે શાળાઓને લાગુ પડે તે પ્રમાણે અથવા શાળામાં જે ધોરણનો સમાવેશ હોય તે પ્રમાણે) અવગત રાખીશું. વિદ્યાર્થીઓની કારકીર્દિને સાર્થક રીતે આકાર આપવા માટે તેમને ટેકો અને માર્ગદર્શન આપીશું એટલુંજ નહીં પરંતુ આવતી કાલના શ્રેષ્ઠ, આશાસ્પદ નાગરિકોમાં તેમનું પરિવર્તન લાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. અમને આશા અને અપેક્ષા છે કે ધોરણ 10 થી જ વિદ્યાર્થી કારકીર્દિ બનાવવાનો આ પડકાર ઝીલવા બદલ તમે DJMIT કોલેજ ના પ્રયાસ ની પ્રશંસા કરશો.

અમે અનુભવો ના આધારે જોયું છે કે ધોરણ 10, 11 અને ધોરણ 12 દરમિયાન ઘણા વિદ્યાર્થીઓનું કોલેજ સાથે જોડાણ ન હોવાના કારણે તેમની કારકીર્દિનો મહત્વપૂર્ણ જીવનકાળ એવા ધોરણ 10, 11 અને 12 દરમિયાન તેમનું ધ્યાન ભટકી જાય છે અથવા ગેરમાર્ગે દોરાઈ ને કારકીર્દિ બનાવી શકતા નથી. DJMIT માં ઉપરોક્ત બાબતો સમજીએ છીએ તેથી DJMIT મેનેજમેન્ટે વિદ્યાર્થીઓ ના ધોરણ 10 થી ધોરણ 12 અભ્યાસના સમયગાળા દરમિયાન કોલેજ જીવનમાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે (ફ્રી ઓફ કોસ્ટ) કારકીર્દિ માર્ગદર્શન આપવાનું નક્કી કર્યું છે. આનાથી તેઓ ઉચ્ચતર માધ્યમિક (12 Science) અભ્યાસ પછી કોલેજ જીવનની મહત્વપૂર્ણ ભૂમિકાને વધુ સારી રીતે સમજશે અને ભાવિ કારકીર્દિ પસંદ કરશે.

અમે એ પણ સુનિશ્ચિત કરીશું કે આ માર્ગદર્શન કંટાળાજનક ન બને તેમજ તેમના વર્તમાન અભ્યાસ પર વધુ પડતો ભાર ન આવે તે રીતે અમે વિવિધ પ્રકારની સ્પર્ધાઓ રજૂ કરી રહ્યા છીએ જેમાં વિદ્યાર્થીઓ ઘરેથી અથવા મોબાઇલ, ડિજિટલ પ્લેટફોર્મથી ક્યાંયથી પણ ભાગ લઈ શકે છે. સ્પર્ધાઓ માં રજીસ્ટ્રેશન વિના મુલ્યે હોવાથી સ્પર્ધાઓ રસપ્રદ બનશે પરિણામ સ્વરૂપે વિદ્યાર્થીઓ અને DJMIT કોલેજ વચ્ચે આવા મૈત્રીપૂર્ણ, સહજ સબંધો સાથે અગાઉથી જ કારકીર્દિનું મહત્વપૂર્ણ માર્ગદર્શન પ્રદાન થશે. ઉપરોક્ત બાબતોને અનુરૂપ, અમે તમારી સ્કૂલના 10 માં / 11 માં અથવા 12 માં ધોરણ (વિજ્ઞાન પ્રવાહ) ના વિદ્યાર્થીઓને વિના મુલ્યે સ્પર્ધામાં ભાગ લેવા માટે આમંત્રણ આપીને ઉત્સાહિત છીએ.

Collector RG Gohil 2 3

આ સ્પર્ધા કોરોના રોગચાળાનાં દિવસો દરમિયાન લોકડાઉનનાં કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ અને માતાપિતાને કોલેજ સહભાગી સ્પર્ધાના માધ્યમથી ભાવિ કારકીર્દિ અંગે પરામર્શ માટે મોટી તક પ્રદાન કરશે તથા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ દ્વારા કોલેજ સાથે જોડાણમાં આ સમયનો ઉપયોગ કરવામાં મદદ કરશે. આ સ્પર્ધા કારકીર્દિ પ્રોફાઇલ માટે તેમને વધુ સારી માહિતી પ્રદાન કરશે તેમજ વિદ્યાર્થીઓને નવી વસ્તુઓ શીખવા પ્રોત્સાહિત કરશે.


DJMIT કોલેજ આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ સહભાગી વિદ્યાર્થીઓ ને ઇ-સર્ટિફિકેટ આપશે અને ઇવેન્ટના વિજેતાઓને વિશેષ ઇનામોથી સન્માનિત કરવામાં આવશે. DJMIT કોલેજ તરફ થી દરેક સ્પર્ધાના પ્રથમ 8 થી 10 વિજેતાઓને વિશેષ નાણાકીય સહાય /મદદ કરવાનું પણ વિચારાધિન છે . ઉત્તમ વિદ્યાર્થીઓને DJMIT તેમના તરફથી 11 /12 દરમિયાન નિ:શુલ્ક કોચિંગ પ્રદાન કરવા માટે પણ આપની સાથે વિચાર વિમર્શ કરશે.

DJMIT કોલેજ 11 માં અને 12 માં ધોરણના ઉત્તમ, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અમુક શરતો હેઠળ અભ્યાસ દરમિયાન આર્થિક સહાય / શિષ્યવૃત્તિ જેવી યોજનાઓનો પણ વિચાર કરી રહેલ છે. આ યોજનાઓ જેમની પાસે તેમના માતાપિતાની આવક ઓછી છે અને જેઓ વધારે ટ્યુશન ફીને લીધે વધુ સારી કોલેજ જઈ શકતા નથી એવા તેજસ્વી વિદ્યાર્થીઓને મોટી તક પૂરી પાડશે .DJMIT કોલેજ તેના દ્વારા સમયાંતરે નક્કી કરવામાં આવેલી યોજનાઓ અને શરતો હેઠળ નિ: શુલ્ક અથવા સબસિડીવાળા એન્જિનિયરિંગ ડિગ્રી શિક્ષણ આપવા માટે આવા વિદ્યાર્થીઓને તક પુરી પાડશે.


સહાયિત શિક્ષણની આ યોજના એન્જિનિયરિંગ ડિગ્રી (બેચલર ઓફ એન્જિનિરીંગ B.E.) ફક્ત આ કાર્યક્રમોના સહભાગી વિદ્યાર્થીઓ માટે જ છે. અમે તમને આ માહિતી શક્ય એટલા વધારે વિદ્યાર્થીઓના જૂથો (Whatapp group or Social Media groups) અને વિદ્યાર્થીઓના માતાપિતાને વહેંચવા / પહોંચાડવા વિનંતી કરીએ છીએ જેથી DJMIT દ્વારા મહત્તમ વિદ્યાર્થીઓ આવી ઓનલાઇન ઇવેન્ટ /સ્પર્ધા લાભ લઈ શકે. “ઓનલાઇન ઇવેન્ટ /સ્પર્ધા” માટેની વિગતો ટૂંકા વર્ણન સાથે રજીસ્ટ્રેશન લિંક પર ઉપલબ્ધ છે: https://forms.gle/UWd846QuCARGTC52A

આ સ્પર્ધાનો મહત્તમ લાભ લેવા ધો. 10,11 અને 12 (વિજ્ઞાન પ્રવાહ) ના વિદ્યાર્થીઓને ઇવેન્ટ/ સ્પર્ધામાં નોંધણી કરાવવા અનુરોધ છે.