Vijay Rupani CM

તા.૧૪મીએ મુખ્યમંત્રીના હસ્તે સુરત મહાનગરપાલિકાના રૂ.૩૪૦ કરોડના ખાતમુહૂર્ત-લોકાર્પણ થશે

ઈ-માધ્યમથી રૂ.૧૭૮.૫૮ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૬૧.૪૫ કરોડના વિકાસકામોનું લોકાર્પણ

કોરોના સંકટ વચ્ચે પણ વિકાસકાર્યો અને પ્રજાકીય સુખસુવિધાઓ અટકે નહી એવા ધ્યેય સાથે યોજાશે ઈ-સમારોહ

સુરત:ગુરૂવાર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આવતીકાલ તા.૧૪મીએ સવારે ૧૦.૩૦ વાગ્યે મુગલસરા સ્થિત મુખ્ય કચેરીના સ્મેક સેન્ટર ખાતે સુરત મહાનગરપાલિકાના રૂ.૩૪૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ડિજીટલ ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવશે. કોરોના સંકટ વચ્ચે પણ વિકાસકાર્યો અને પ્રજાકીય સુખસુવિધાઓ અટકે નહી એવા ધ્યેય સાથે ઈ-સમારોહ યોજાશે.

Vijay Rupani CM

મુગલીસરા સ્થિત મનપાની મુખ્ય કચેરીના સ્મેક સેન્ટર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી, મેયરશ્રી ડો.જગદીશ પટેલ, સાંસદ સર્વશ્રી સી.આર.પાટીલ, શ્રીમતી દર્શનાબેન જરદોશ, પ્રભુભાઈ વસાવા તેમજ સર્વે ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી રૂ.૧૭૮.૫૮ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૬૧.૪૫ કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરશે.

         ઈ-લોકાર્પણ થનાર વિકાસકામોમાં નવા સાઉથ વેસ્ટઝોન(અઠવા)માં હાયડ્રોલિક વિભાગના રૂ.૧.૬૪ કરોડના ખર્ચે ત્રણ પાણીની ટાંકીઓ જેમાં વેસુ-આભવા વિસ્તારમાં અમૃત યોજના અન્વયે પાણી પુરવઠાની સુવિધા માટે ૧૫ લાખ લીટર ક્ષમતાની ૨૪ મીટર ઉંચાઈની આર.સી.સી. ઓવરહેડ ટાંકી (ESR-21), અને JnNURM યોજના અન્વયે રૂ.૨.૧૩ કરોડના ખર્ચે ૨૧ લાખ લીટર ક્ષમતાની ૨૪ મીટર ઉચાઈની આર.સી.સી. ઓવરહેડ ટાંકી (ESR-20), તેમજ રૂ.૨.૨૮ કરોડના ખર્ચે ૩૯ લાખ લીટર ક્ષમતાની આર.સી.સી. અંડરગ્રાઉન્ડ ટાંકી (WDS-7) સહિત બુસ્ટર હાઉસનું લોકાર્પણ થશે.

ડ્રેનેજ વિભાગ અંતર્ગત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ.૧૦૪.૨૯ કરોડના ખર્ચે  સેકન્ડરી ટ્રીટેડ સુએઝને ટ્રીટ કરી ઈન્ડસ્ટ્રીયલ ગ્રેડ વોટરના ઉત્પાદન માટે ડીઝાઈન, કન્સ્ટ્રકશન, ઈરેકશન, ટેસ્ટીંગ, કમિશનીંગ સહિત બમરોલી ખાતે ૩૫ એમએલડી ક્ષમતાનો ટર્શરી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તાપી શુધ્ધિકરણ આયોજન હેઠળ રૂ.૧૧.૪૮ કરોડના ખર્ચે સુડા વિસ્તારમાં વાલક સુએઝ પમ્પીંગ સ્ટેશન, રૂ.૨૭.૯૩ કરોડના ખર્ચે શહેરમાંથી ઉત્પન્ન થતા ઘનકચરાના આગામી ૦૨ (બે) વર્ષ માટે મહત્તમ ૧૦,૦૦,૦૦૦ મે.ટન મ્યુ.સોલીડ વેસ્ટ પ્રોસેસ કાર્યનું ઈ-લોકાર્પણ થશે.

વરાછા ઝોન- એમાં જુના પૂર્વ ઝોન-એ વિસ્તાર ખાતે રૂ.૧.૩૩ કરોડના ખર્ચે બેઝમેન્ટ પાર્કિંગ તથા લોઅર તથા અપર ગ્રાઉન્ડ ફલોર પર શાકભાજી માર્કેટ અને રૂ.૦૩.૩૩ કરોડના ખર્ચે શાળાના નવા  ભવનનું ઈ-લોકાર્પણ થશે.
વરાછા ઝોન-બીમાં નવો પૂર્વ ઝોન (સરથાણા) માં સરથાણા નેચરપાર્કમાં રૂ.૧૮ લાખના ખર્ચે નવા ટોયલેટ બ્લોક અને રૂ.૨૫ લાખના ખર્ચે હયાત વોટરફોલને રીનોવેટ કરી કાર્યરત કરવાના કામ, નાના વરાછા- કાપોદ્રા ખાતે રૂ.૦૬ લાખના ખર્ચે વડીલો માટે શાંતિકુંજનું લોકાર્પણ થશે.

ગાર્ડન વિભાગ અંતર્ગત સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારમાં ભીમરાડ ખાતે રૂ.૨.૦૮ કરોડના ખર્ચે ગાર્ડન અને ભીમરાડ લેક ગાર્ડન, ઈસ્ટ ઝોન વિસ્તારમાં રૂ.૯૭ લાખના ખર્ચે મોટા વરાછા ખાતે ગાર્ડનનું અને ટ્રાફિક સેલ અંતર્ગત પત્રકાર કોલોની પાસે, પાંડેસરા ખાતે રૂ.૩.૫૦ કરોડના ખર્ચે ફૂટઓવર બ્રિજનું લોકાર્પણ મળી કુલ રૂ.૧૬૧.૪૫ કરોડના વિકાસકામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રી દ્વારા થનારા ઈ-ખાતમુહૂર્તમાં ડ્રેનેજ વિભાગ અંતર્ગત રૂ.૪.૮૮ કરોડના ખર્ચે સાઉથ ઝોન ઉદ્યોગનર સંઘમાં સુચિત ઉદ્યોગનગર સંઘ સુએઝ પંપીંગ સ્ટેશનથી આંજણા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી ૮૦૦ મી.મી. વ્યાસની ડી.આઈ. રાઈઝીંગ મેઈન અને સુચિત મેનહોલ સુએઝ પંપીંગ સ્ટેશન માટે ૪૦૦ મી.મી. વ્યાસની ડી.આઈ. રાઈઝીંગ મેઈન લાઈન, રૂ.૪.૪૪ કરોડના ખર્ચે સાઉથ ઈસ્ટઝોન (લિંબાયત) માં આવેલ ગોડાદરા સુએઝ પમ્પીંગ સ્ટેશનથી ડિંડોલી સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ સુધી ૧૦૧૬ મી.મી. આઉટર વ્યાસની એમ.એસ. રાઈઝીંગ મેઈન લાઈન, રૂ.૩.૨૭ કરોડના ખર્ચે સાઉથઝોન (ઉધના) ઉદ્યોગનગર સંઘ ખાતે ૨૬ એમ.એલ.ડી. ક્ષમતાનું સુએઝ પમ્પીંગ સ્ટેશન અને ૫ એમ.એલ.ડી. ક્ષમતાનું મેનહોલ સુએઝ પમ્પીંગ સ્ટેશન તેમજ રૂ.૧૦૩.૯૭ કરોડના ખર્ચે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત, ભટાર ખાતે ખુલ્લામાં એકત્રિત થયેલ ઘનકચરા તથા ખજોદ ખાતેના સેનેટરી લેન્ડફીલ સેલ નં.૦૨ માં એકત્રિત થયેલ કુલ આશરે ૨૦ થી ૨૫ લાખ મે.ટન ઘનકચરા માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૬ મુજબ બાયો માઇનિંગ કરી ક્લોઝર કરવાની કામગીરીનું ઈ-ખાતમુહૂર્ત થશે.
સ્લમ અપગ્રેડેશન વિભાગ અંતર્ગત રૂા.૩૭.૫૩ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મોટા વરાછા-ઉત્રાણ ખાતે આવાસ યોજના અને રૂ.૨૪.૪૯ કરોડના ખર્ચે ભેસ્તાન ખાતે આવાસ યોજનાના કામો મળી કુલ રૂ.૧૭૮.૫૮ કરોડના વિકાસકામોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.