IMG 20201211 WA0023 1

બનાસકાંઠા ના પાલનપુર ખાતે બાળ લગ્ન અટકાવાયા

IMG 20201211 WA0023

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

પાલનપુર, ૧૧ ડિસેમ્બર: બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરીને મળેલ લેખીત અરજી મુજબ પાલનપુર ખાતે બાળ લગ્ન થઇ રહ્યા છે. જેના આધારે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી એમ. કે. જોષી, લીગલ કમ પ્રોબેશન ઓફીસરશ્રી પી. એ. ઠાકોર તેમજ કાઉન્સેલરશ્રી મનીષાબેન પટેલની સંયુક્ત કાર્યવાહીના અનુસંધાને પાલનપુર ખાતે બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતાં. તેમજ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી એમ. કે. જોષી દ્વારા લગ્નનું આયોજન કરનાર વ્યક્તિઓને બાળ લગ્નના કાયદાની સમજ આપવામાં આવી હતી અને જાહેર જનતાને અપીલ કરી છે કે બાળ લગ્ન સામાજીક દુષણ અને સામાજીક સમસ્યાનુ મુળ છે, જેથી તમામને નમ્ર વિનંતી કે, બાળ લગ્ન થતાં અટકાવે અને આજુ-બાજુમાં બાળ લગ્ન થતા હોય તો, તાત્કાલીક બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીને કચેરીના ટેલીફોન નંબર-૦૨૭૪૨-૨૫૨૪૭૮ પર જાણ કરવા તેમજ આ કાયદામાં જણાવ્યા મુજબ દિકરીની ઉંમર ૧૮ વર્ષ અને દિકરાની ઉંમર ૨૧ વર્ષ પુરા ન થાય ત્યાં સુધી લગ્નનું આયોજન કરવું નહીં. તેમજ લીગલ ઓફીસર શ્રી પી. એ. ઠાકોર દ્વારા લગ્ન આયોજનમાં મદદગારી કરનાર રસોઇયા તેમજ મંડપ ડેકોરેશન કરનાર તેમજ લગ્ન વિધી કરાવનાર બ્રાહ્મણને તેમજ હાજર તમામ વ્યક્તિઓને બાળ લગ્નના કાયદાની સમજ આપી કાયદાકીય દંડ અને સજાની ગંભીરતા વિશે સમજાવાયું હતું.