IMG 20201211 WA0022 1

અંબાજી ગ્રામ પંચાયત માં અવિશ્વાસ ની દરખાસ્ત મુકનાર સભ્યો હાજર ન રહેતા અવિશ્વાસ ની દરખાસ્ત ઉડી

IMG 20201211 WA0022

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, ૧૧ ડિસેમ્બર: યાત્રાધામ અંબાજી ની ગ્રામપંચાયત માં ટુંકજ સમય માં ઉપ સરપંચ સામે આવેલી અવિશ્વાસ ની દરખાસ્ત આજે ઉડી જવા પામી છે આમ તો અંબાજી ની ગ્રામપંચાયત ગુજરાત ની સૌથી મોટી પંચાયત માનવામાં આવે છે આ પંચાયત કુલ 18 સભ્યો ની બનેલી છે જેમાં ત્રણ માસ અગાઉ જ ઉપસરપંચ સામે અવિશ્વાસ ની દરખાસ્ત પસાર કરાઈ હતી ને ટૂંકા જ ગાળા માં ફરી 12 સભ્યો ની સહી થી વિકાસ નહીં કરાતા હોવાની બાબત ને લઈ ઉપ સરપંચ બળદેવ પટેલ સામે અવિશ્વાસ ની દરખાસ્ત મુકાઈ હતી જે ને લઈ આજે ગ્રામ પંચાયત ની ખાસ બેઠક બોલાવી બળદેવ પટેલે વિશ્વાસ નો મત મેળવવા નો હતો પણ અવિશ્વાસ ની દરખાસ્ત મુકનાર સભ્યો પૈકી એક પણ સભ્યો હાજર રહ્યા ન હતા પરિણામે ઉપસ્થિત રહેલા 5 સભ્યો ની ઉપસ્થિતિ માં અવિશ્વાસ ની દરખાસ્ત ઉડી જતા બળદેવ પટેલ ફરી થી ઉપસરપંચ તરીકે ચાલુ રહ્યા છે જોકે આ બાબતે ગ્રામ પંચાયત ના સેક્રેટરી જે.ડી રાવલ એ જણાવ્યું હતું કે અંબાજી ને આ પંચાયત ની બોડી માં રાજકીય કાવાદાવા અને અંદરો અંદર ના મતભેદો ને લઈ વારંવાર મુકાતી અવિશ્વાસ ની દરખાસ્ત એ યોગ્ય નથી ને આજની બેઠક માં અવિશ્વાસ ની દરખાસ્ત પસાર ન થતા ઉપસરપંચ ને રાબેતા મુજબ ચાલુ રાખ્યા હોવાનું જણાવ્યું હતું બાર સભ્યો ની સહી થી અવિશ્વાસ ની દરખાસ્ત મુકાઈ હતી ને આજની બેઠક માં પૂરતા સભ્યો હાજર ન હોવાથી એક માત્ર સહી થી અવિશ્વાસ ની દરખાસ્ત પરત લેવાની રજુઆત કરાઈ હતી પણ તે રજુઆત માં બહુમતી ન હોવાથી તેને પણ અમાન્ય કરી હતી