Central Team 2

કન્ટેનમેન્ટ વિસ્તારો તય કરવા-ધનવંતરિ રથ અને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની પહેલથી પ્રભાવિત થતી કેન્દ્રીય ટીમ

Central Team 2

ગુજરાતમાં ગ્રામીણસ્તર સુધી આરોગ્ય સેતુના સુઆયોજિત ઉપયોગ દ્વારા કન્ટેનમેન્ટ વિસ્તારો તય કરવા-ધનવંતરિ રથ અને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની પહેલથી પ્રભાવિત થતી કેન્દ્રીય ટીમ
…..
: ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક :-
……
રાજય સરકારના કોરોના સંક્રમણ નિયંત્રણ પગલાં-કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલોની
સારવાર સેવાઓથી સંતોષ વ્યકત કર્યો
…….
કેન્દ્રીય ટીમના માર્ગદર્શન-સૂઝાવો સરકારને ભાવિ સ્ટ્રેટેજી ઘડવામાં મદદરૂપ થશેમુખ્યમંત્રીશ્રી
…….
સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી કોરોના હોસ્પિટલની રિયલ ટાઇમ મોનિટરીંગ પદ્ધતિનું કેન્દ્રીય ટીમે ઊંડો રસ લઇ નિરીક્ષણ કર્યુ


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના કેન્દ્ર સરકારને અનુરોધને પગલે ગુજરાતમાં કોરોના કોવિડ-19ની કામગીરીની દેખરેખ-સમીક્ષા માર્ગદર્શન માટે આવેલી કેન્દ્રીય ટીમે રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના અને જનજાગૃતિના ઉપાયોની પ્રસંશા કરી છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પોલ, ICMRના ડાયરેકટર ડૉ. બલરામ ભાર્ગવ, AIIMSના ડૉ. રણદીપ ગુલેરિયા અને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના અધિક સચિવ શ્રીમતી આરતી આહુજાએ મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીશ્રી સાથેની આ બેઠકમાં કેન્દ્રીય ટીમે સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતે ખાસ કરીને આરોગ્ય સેતુ એપ ના સુઆયોજિત ઉપયોગના આધારે છેક ગ્રામીણ સ્તર સુધી કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવા, ધનવંતરી રથના માધ્યમથી લોકોને ઘરઆંગણે આરોગ્ય સેવા આપવી તેમજ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર ઊભા કરવાની જે પહેલરૂપ કામગીરી કરી છે તે દેશના અન્ય રાજ્યો માટે ઉદાહરણ રૂપ બની રહેશે. આ કેન્દ્રીય ટીમે સુરત અને અમદાવાદની મૂલાકાત લઇને કન્ટેનમેન્ટ એરિયા, કોવિડ હોસ્પિટલના નિરીક્ષણ-મૂલાકાત કર્યા હતા.

Central Team

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ કેન્દ્રીય ટીમના સૂઝાવો-માર્ગદર્શનના આધાર પર રાજ્ય સરકાર ભાવિ રણનીતિ સ્ટ્રેટેજી ઘડીને કોરોના સામેનો જંગ જિતશે જ તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ટીમને રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે દરેક જિલ્લામાં ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે તેની જાણકારી આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી રાજ્યની હોસ્પિટલોના વોર્ડસ અને સારવાર સેવાનું રિયલ ટાઇમ મોનિટરીંગ મુખ્યમંત્રી નિવાસેથી તેઓ સ્વયં કરી શકે છે તેવા વિકસાવેલા ડેશબોર્ડનું નિદર્શન મૂલાકાત આ ટીમને કરાવ્યા હતા.
કેન્દ્રીય ટીમ સી.એમ. ડેશબોર્ડની આ સફળતાથી પ્રભાવિત થઇ હતી.
કેન્દ્રીય ટીમે ગુજરાતમાં ઊદ્યોગો ફરી કાર્યરત થયા છે અને પરપ્રાંતિય શ્રમિકો હવે રોજી-રોટી માટે ફરી ગુજરાતમાં આવશે ત્યારે તેમના આરોગ્ય સુખાકારી, સ્ક્રીનીંગ, સારી આદતો કેળવવાનું પ્રશિક્ષણ અને મેડીકલ ચેકઅપ સહિતની એક SOP બનાવી દેશ માટે ગુજરાત આ ક્ષેત્રે પણ રોલ મોડલ બની શકે તે માટે સૂચનો કર્યા હતા.

Central Team 4

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં કોરોના સંક્રમિતોને સારવાર માટેનું માર્ગદર્શન અને લોકોને સતર્ક રહેવાની સમજ આપવા સરકારને મદદરૂપ થવા રાજ્યના શ્રેષ્ઠ તબીબોના એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સની રચના કરવામાં આવી છે તેની પણ માહિતી કેન્દ્રીય ટીમને આપી હતી.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે પણ આરોગ્ય સેવાઓનો વ્યાપ અને સરકારી હોસ્પિટલોમાં કોરોનાની શ્રેષ્ઠ સારવાર સુવિધાથી ટીમને માહિતગાર કરી હતી. એઇમ્સના ડાયરેકટર ડૉ. ગુલેરિયાએ ખાનગી ક્ષેત્રના અને સરકારી હોસ્પિટલોના ફિઝીયશન્સને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ સમજાવવા એક વિડીયો કોન્ફરન્સનું આયોજન આવતીકાલે શનિવારે કરવામાં આવેલું છે તેની પણ વિગતો આપી હતી. કેન્દ્રીય ટીમે સુરતમાં ફિલ્ડ વિઝીટ દરમ્યાન તેમજ અમદાવાદમાં કન્ટેનમેન્ટ ઝોનની મૂલાકાત દરમ્યાન જોવા મળેલા ‘કોરોના વોરિયર્સ’ના મોરલની પણ પ્રસંશા કરી હતી.
આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ, કોરોના નિયંત્રણ દેખરેખ માટેના વિશેષ ફરજ પરના અધિકારી અને મહેસૂલ અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર તેમજ આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર ઉપસ્થિત રહ્યા હતા.


રિપોર્ટ: ઉદય વૈષ્ણવ, સી. એમ. પીઆરઓ