Anti malaria Month

Anti-malaria Month: વડોદરા જિલ્લામાં જુન માસની મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવણી

Anti-malaria Month: જિલ્લામાં ૧૮૭૦૦ સગર્ભા માતાઓને દવાયુક્ત મચ્છર દાનીનું વિતરણ

  • વડોદરા જિલ્લામાં મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો: વર્ષ ૨૦૨૦ માં માત્ર ૩૧ કેસો નોંધાયા

વડોદરા: ૦૫ જૂન: Anti-malaria Month: રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારે ૨૦૨૨ સુધીમાં મેલેરિયા મુક્ત કરવાનું અભિયાન હાથ ધર્યું છે. મેલેરીયા એક વાહકજન્ય રોગ છે. જે એનોફિલિસ માદા મચ્છરથી ફેલાય છે. આ મચ્છર ઘરની બહાર સંચિત પાણીમાં ઉત્પન્ન થાય છે અને તે રાત્રે કરડે છે. મેલેરીયા રોગમાં ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે, માથામાં દુખાવો થાય,શરીરમાં કળતર થાય,ઉલ્ટી ઉબકા થાય જેવા લક્ષણો જોવા મળે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર,સરકારી હોસ્પિટલ કે આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરી લોહીની તપાસ કરાવી મેલેરીયાની સારવાર લેવી જોઈએ.

વડોદરા જિલ્લામાં વર્ષ -૨૦૧૬ માં ૫૩૬,૨૦૧૭ માં ૪૦૯,૨૦૧૮ માં ૧૯૯ મેલેરીયા કેસો (Anti-malaria Month) નોંધાયેલ હતા. જે મેલેરીયા નાબૂદી અભિયાન અંતર્ગત ગત વર્ષ -૨૦૧૯ માં ૭૫ કેસો જોવા મળ્યા હતા જે જિલ્લાના આરોગ્ય તંત્રના સખત પ્રયત્નોથી વર્ષ-૨૦૨૦ માં માત્ર ૩૧ કેસો જ જોવા મળ્યા છે. જે જોતા મેલેરીયા કેસો ઘટી રહ્યા છે. તેમ છતાં પણ જિલ્લા મેલેરીયા અધિકારી દ્વારા આગામી ચોમાસા દરમ્યાન મચ્છરજન્ય રોગચાળો ન થાય તે માટે ઘનિષ્ઠ સર્વેલન્સ તેમજ પોરાનાશક કામગીરી અને લોકોમાં રોગ અટકાવવા માટેની જાગૃતિ લાવવા માટેનું આગોતરૂ આયોજન કર્યું છે.

Whatsapp Join Banner Guj

મેલેરીયાની સાથે સાથે અન્ય વાહકજન્ય રોગ જેવા કે ડેંન્ગ્યુ અને ચિકુનગુનિયા રોગોને અટકાવવા માટે પણ ઘનિષ્ઠ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. મેલેરીયા રોગને અટકાવવા માટે (Anti-malaria Month) ઘરમાં રહેલ પાણીના પાત્રો જેવા કે કોઠી, ટાંકી, પીપ, ફુલદાની, પક્ષીકુંજને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા. દર અઠવાડિયે એકવાર ઘસીને સાફ કરવા. બંધિયાર પાણીને વહેવડાવી દો અથવા માટીથી પુરાણ કરો. રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો. બાળકો તથા સગર્ભા માતાઓએ ખાસ ઉપયોગ કરવો. સંધ્યાકાળે ઘરના બારી બારણાં બંધ રાખવા. સંધ્યાકાળે ઘરના બારી બારણાં બંધ રાખવા.

વડોદરા જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા તમામ ગામોમાં સર્વેલન્સનું આયોજન કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૧ દરમ્યાન ૧૮૭૦૦ સગર્ભા માતાઓને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું છે. (Anti-malaria Month) તેમજ ગ્રામ્ય કક્ષાએ મેલેરીયાની ૫૫૦૦૦ પત્રિકાનું વિતરણ કરીને પ્રચાર પ્રસાર કરવાનું આયોજન કરેલ છે.

આ પણ વાંચો…World Environment Day: જામનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ

વડોદરા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા તાલુકા આરોગ્ય અધિકારી, મેડીકલ ઓફિસર, તાલુકા સુપરવાઇઝર, મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર તથા આશા કાર્યકરો કોવિડની મહામારીના નિયંત્રણની સાથે સાથે વાહકજન્ય રોગ અટકાયત માટે ઘનિષ્ઠ સર્વેલન્સની પણ કામગીરી કરી રહ્યા છે. જે સરાહનીય છે. આ કામગીરીમાં આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે મુલાકાત લઇને તાવના કેસોની શોધખોળ, મચ્છર સ્થાનોની મોજણી કરી પોરાનાશક કામગીરી તથા બેનર્સ, પોસ્ટર, પત્રિકાઓ મારફતે જનજાગૃતિ લાવવા માટે આરોગ્ય શિક્ષણ આપી રહ્યા છે.

કોઇપણ ગામમાં મેલેરીયાનો એક પણ કેસ નોંધાય તો તુરંત જ તે વિસ્તારમાં ઘનિષ્ઠ સર્વેલન્સ,પોરાનાશક કામગીરી તથા ફોગીંગની કામગીરી શરૂ કરવામાં આવે છે.