WhatsApp Image 2020 08 25 at 3.40.01 PM 1

ડિજિટલ ગુજરાતની દિશામાં મહેસૂલ વિભાગનું વધુ એક નક્કર કદમ

WhatsApp Image 2020 08 25 at 3.40.00 PM
  • મહેસૂલી સેવામાં વધુ એક જમીન માપણીની સેવા ઓનલાઈન કરાઈ – મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલ
  • iORA પોર્ટલ પર વિવિધ મહેસૂલી સેવાઓની સાથે જમીન માપણીની અરજી હવે ઓનલાઈન
  • હદ માપણી, હિસ્સા માપણી અને પૈકી માપણી પ્રકારની માપણી અરજીઓ અરજદારશ્રી દુનિયાના કોઇપણ ખુણેથી ઓનલાઇન
  • સિસ્ટમ દ્વારા જ માપણી ફીની ગણતરી તેમજ માપણી ફી ઓનલાઇન
  • સરકારી રેકર્ડ જેવા કે ગામ નમુના ૭ તથા ૮/અ જમા કરાવવામાંથી અરજદારને મુક્તિ
  • માપણીની કાયવાહી પુર્ણ થયે માપણી શીટ Email દ્વારા અરજદારને મોકલી આપવામા આવશે


૨૫ ઓગસ્ટ, ગાંધીનગર,મહેસૂલ વિભાગ અંતર્ગત આવતી જમીન માપણીની વિવિધ સેવાઓને ઓનલાઇન કરતાં મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ટેકનોલોજીના ઉપયોગ થકી પ્રજાને કર્મચારી સાથે સીધા સંપર્ક વિના સેવાઓ મેળવી શકે તે માટે મહેસૂલી સેવાઓને સરળ, ઝડપી અને ઓનલાઈન કરવાની કવાયતને આગળ ધપાવતાં ખૂબજ ટુંકા ગાળામાં ૨૧ જેટલી વિવિધ મહેસૂલી સેવાઓને ઓનલાઈન કરવામાં આવી છે. જે પૈકી મોટાભાગની સેવાઓનું ફેસલેસ પધ્ધતિથી અમલીકરણ થઈ રહ્યું છે ત્યારે આ પ્રકારની સેવાઓનો સીધો જ લાભ નાગરીકો મેળવી રહ્યાં છે. આવી જ વધુ એક સેવા જમીન માપણીની કામગીરીને ઓનલાઈન કરવાનો મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.

WhatsApp Image 2020 08 25 at 3.40.01 PM 1

મંત્રીશ્રી કૌશિક પટેલે આપતા જણાવ્યું કે, જમીનોની માપણી માટે આ અગાઉ અરજદારશ્રીએ જિલ્લા જમીન દફતર નિરીક્ષક (DILR) કચેરીમાં અરજી કરવાની રહેતી હતી તેમજ માપણી ફી ચલણથી બેંકમાં ભરી કચેરીમાં રજૂ કરવાની થતી હતી. હવે, મહેસુલ વિભાગના iORA પોર્ટલ પર જમીન માપણીની કામગીરી ઓનલાઈન કરવાથી અરજદારશ્રી માપણી માટેની અરજી દુનિયાના કોઇપણ ખુણેથી ઓનલાઇન કરી શકશે તેમજ સિસ્ટમ દ્વારા જ માપણી ફીની ગણતરી થશે અને માપણી ફી ઓનલાઇન ભરી શકશે. જેથી, અરજદારને કચેરીમાં રૂબરૂ જવામાંથી મુક્તિ મળશે જેને કારણે સમયની બચત થશે અને ઝડપી કામગીરી થશે. આ ઉપરાંત, સરકારી રેકર્ડ જેવા કે ગામ નમુના ૭ તથા ૮/અ ઓનલાઇન મેળવી લેવામાં આવે છે. આથી, અરજદારને ગામ નમુના ૭ તથા ૮/અ જમા કરાવવામાંથી પણ મુક્તિ મળેલ છે.

માપણીની અરજીની સર્વેયરને ફાળવણી સીસ્ટમ દ્વારા સ્વયંસંચાલિત રીતે કરવામાં આવે છે. માપણીની નિયત કરેલ તારીખ તેમજ તબક્કાવાર કામગીરીની જાણ અરજદારને SMS/Email દ્વારા સીસ્ટમ દ્વારા કરવામાં આવશે. અરજીની પ્રગતિ અરજદાર iORA પોર્ટલ પરથી ટ્રેક કરી શકશે. અરજી પરની કાયવાહી પુર્ણ થયે માપણી શીટ પણ Email દ્વારા મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત, હિસ્સા માપણીના કિસ્સાઓમાં તેમની હિસ્સા માપણી મુજબની ફેરફારની નોંધ પણ ઓનલાઈન થશે.


શ્રી પટેલે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “ડિજિટલ ઈન્ડિયા” અભિયાનને આગળ ઘપાવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મહેસૂલ વિભાગની કામગીરી સરળ, ઝડપી, નાગરિક કેન્દ્રી બને તે હેતુસર અનેકવિધ નવા આયામો હાથ ધર્યા છે.

Banner Still Guj