animal treatment

Animal health: રાજ્ય સરકારે પશુ આરોગ્યના જાગૃત પ્રહરી જેવી 1962 સેવા 108 ના ધોરણે શરૂ કરી છે

Animal health: વડોદરા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ફરતા પશુ દવાખાના મારફત ૩૯,૭૮૪ પશુઓની નિશુલ્ક સારવાર: કટોકટીમાં ૨૮૧૮ પશુઓની જીવનરક્ષા

  • વડોદરા જિલ્લામાં ૧૭ ફરતા પશુ દવાખાના દ્વારા પશુપાલકોના પશુઓને આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી છે…

વડોદરા: ૨૩ જૂન: Animal health: રાજ્યના પશુપાલન વિભાગે પશુ આરોગ્યની રક્ષા માટે જી.વી.કે- ઇ.એમ.આર.આઇ.ના સહયોગથી ૧૦૮ જેવી સેવાઓ આપતાં ફરતા પશુ દવાખાના સમગ્ર રાજ્યમાં ચાલુ કર્યા છે.એક મોબાઈલ એનિમલ ડિસ્પેન્સરી સાથે ૧૦ ગામ જોડવામાં આવ્યા છે જેની નિર્ધારિત સમય પ્રમાણે મુલાકાત લઈને આ દવાખાના પશુ આરોગ્ય રક્ષાની સેવા વિનામૂલ્યે આપે છે.અને પશુપાલકો તાકીદના, કટોકટીના સંજોગોમાં ૧૯૬૨ પર કોલ કરી તેમના વિસ્તારના ફરતા પશુ દવાખાનાની આરોગ્ય સેવાઓ તેમના ગંભીર રીતે બીમાર કે ઇજાગ્રસ્ત પશુ માટે મેળવી શકે છે.

વડોદરા જિલ્લામા પશુઓની જીવાદોરી (Animal health) સમાન ફરતા પશુ દવાખાનાને (મોબાઈલ વેટરનરી ડીસ્પેન્સરી) એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષ દરમ્યાન અબોલ એવા ૩૯,૭૮૪ પશુ ઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હોવાનું પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર જૈમિલ દવેએ જણાવ્યું છે. વડોદરા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે ૧૭ ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવ્યા હતા.આ સેવા શરૂ થયાના માત્ર એક જ વર્ષ દરમિયાન કુલ ૩૯૭૮૪ પશુઓની સારવાર કરવામાં આવી હતી, જેમાં ૩૬,૯૬૬ શિડ્યૂલ દરમિયાન અને કટોકટીમાં ૨૮૧૮ પશુની સારવાર કરવામાં આવી હતી.

આ પણ વાંચો…Repeater Exam time-table: ધો.૧૦-૧૨ની રીપિટરની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, વાંચોઃ વિષય, સમય અને તારીખ સહિતનું ટાઇમટેબલ

વડોદરા જિલ્લામાં વડોદરા તાલુકામાં (Animal health) નંદેસરી, સિંધરોટ, પાદરામાં મુવાલ, સરસવણી કરજણમાં કણભા, કરમડી, શિનોરમાં આનંદી, વાણીયાદ, ડભોઇમાં કરનાળી, સીમલીયા, વાઘોડિયામાં અમરેશ્વર, રાજપુરા, સાવલીમાં વેમાર, ચાંપાનેર અને ડેસર તાલુકામાં વલાવાવ અને વરસડા સહિત ૧૭ ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવ્યા છે. જે તે વિસ્તારના પશુ પાલકો અને લોકોમાં ફરતા પશુ દવાખાનાની સેવાઓની જાણકારી વધતી જાય છે તેમ તેમ લોકો પશુ આરોગ્યની રક્ષા માટે આ સેવાનો લાભ લઈ રહ્યા છે.

આ ફરતા પશુ દવાખાનાનો (Animal health) આશય પશુપાલકોના દુધાળા અને ખેતી ઉપયોગી મોટા જાનવરોના આરોગ્યની કાળજી લેવાનો છે. જીવદયાને વરેલી રાજ્ય સરકારનો, ફરતાં પશુ દવાખાના શરૂ કરવાનો શુભ હેતુ સાચા અર્થમાં સાર્થક થઈ રહ્યો છે. આ દવાખાના માટે એવા વિસ્તારો પસંદ કરવામાં આવ્યાં છે જ્યાં નજીકમાં પશુ સારવારની સેવાઓ ઉપલબ્ધ નથી.આ પ્રત્યેક વાનમાં એક પશુ ચિકિત્સક અને મદદનીશ કમ વાહન ચાલક સારવાર સેવાઓ આપે છે.માનવ ની સાથે પશુ આરોગ્યની જાળવણી કરવાની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતાનો આ ફરતા પશુ દવાખાના પુરાવો આપે છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.