RG Gohil Anand collector edited

Anand Collector: સરકારી સેવાના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ સર્વ પ્રથમ જિલ્લા કલેકટરશ્રી આર.જી.ગોહીલે કોરોના વેકસીન લીધી

Anand Collector: સરકારી સેવાના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સનો કોરોના વેક્સીનેસનનો પ્રારંભ સર્વ પ્રથમ જિલ્લા કલેકટરશ્રી આર.જી.ગોહીલે કોરોના વેકસીન લીધી

આ વેકસીન સલામત છે કોઈ શંકા કે ગભરાટ રાખવો નહીં પોતાનો વારો આવે ત્યારે નાગરીકોને વેકસીન લેવા અનુરોધ: (Anand Collector) કલેકટરશ્રી આર.જી.ગોહીલ

Anand collector

અહેવાલ: નિખિલેશ ઉપાઘ્યાય, આણંદ
આણંદ, ૩૧ જાન્યુઆરી
: આણંદ જિલ્લામાં સરકારી સેવાના ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને કોરોના વેકસીન આપવાનો આજથી જિલ્લાભરમાં પ્રારંભ થયો હતો.

Anand Collector જિલ્લા કલેક્ટરશ્રી આર.જી.ગોહિલે સ્વયમ સર્વ પ્રથમ વિધાનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેકસીન લીધી હતી વેકસીન લીધા બાદ કલેક્ટર શ્રી આર.જી. ગોહિલે સૌ નાગરિકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે ,આ કોરોના વેકસીન સંપૂર્ણ સલામત છે , કોઈ આડ અસર નથી અને કોઈ ચિંતાનું કરણ પણ નથી અને કોરોના સામે રક્ષણ મેળવવા વેકસીન લેવી જરૃરી પણ છે.

આણંદ જિલ્લામાં પહેલા તબીબોને વેકસીન આપવામાં આવી હતી જેના પરિણામો સફળ રહ્યા છે કલેક્ટરશ્રીએ વધુમાં જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું કે રસી લીધા બાદ ૪૫ મીનીટ બાદ કોઇ આડ અસર થઇ નથી તેમ જણાવી સમગ્ર જિલ્લાની જનતાએ જ્યારે પોતાનો વારો આવે ત્યારે આ વેકસીન લેવી જોઇએ. આ વેકસીન સલામત છે જેથી કોઈ જ આડ અસર નથી .જ્યારે વારો આવે ત્યારે વેકસીન લેવામાં કોઈપણ પ્રકારના ગભરાટ કે શંકા માં આવ્યા વગર વેકસીન લેવા કલેક્ટરશ્રીએ નાગરિકોને અનુરોધ કર્યો હતો.

કોવિડ–૧૯ રસીકરણ કાર્યક્રમ મુજબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષ કુમાર ,અધિક કલેક્ટર શ્રી પી.સી.ઠાકોર ,શ્રી ગોપાલ બામણિયાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિદ્યાનગર ખાતે કોરોનાની રસી લઇને આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી , ત્યારબાદ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ચીફ ઓફિસરશ્રી દ્વારા પણ કોરોનાની વેકસીન લીધી હતી

Whatsapp Join Banner Guj

આણંદ જિલ્લામાં કુલ ૨૩ ૨સીકરણ કેન્દ્રો (આણંદ-૧૦, પેટલાદ-૪, બોરસદ-૪, ખંભાત-૨, ઉમરેઠ-૧, આંકલાવ-૧, તારાપુ૨-૧)ઉપર થઈને અંદાજીત ૪૫૦૦ થી ૫૦૦૦ જેટલા અધિકારી કર્મચારીઓને કોરોનાની રસી મુકવાનું આયોજન જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યુ હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિદ્યાનગર ખાતે ડો.રાજેશ પટેલે સૌનું સ્વાગત કર્યું હતું. અહીં તમામ આરોગ્ય કર્મીઓએ કલેક્ટરશ્રી સાથે સમૂહ તસ્વીર પણ લેવડાવી હતી.

આ પણ વાંચો…બનાસકાંઠા જિલ્લામાં ( Banskantha pluse polio) ૫ લાખ જેટલાં બાળકોને પોલીયો રસી પીવડાવાનો લક્ષાંક