Pistol accused

ચાર ઈસમોને દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.

Pistol accused

અમદાવાદ શહેર વિસ્તારમાંથી પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ચાર ઈસમોને દેશી હાથ બનાવટની પિસ્ટલ નંગ- ૨ તથા દેશી બનાવટનો તમંચો નંગ- ૧ તથા કાર્ટીસ નંગ- ૨ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.

અમદાવાદ, ૦૨ ઓક્ટોબર: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સયુક્ત પોલીસ કમિશ્નર શ્રી અમીત વિશ્ર્વકર્મા નાઓના સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.આર.બ્રહ્મભટ્ટ નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરમાં બનતા મિલ્ક્ત સબંધી તેમજ શરીર સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સારૂ સ્કોડના માણસોને સુચના કરેલ જે આધારે પો.સ.ઈ. શ્રી જે.ડી. બારોટ તથા કર્મચારીઓ ગઈ તા.૦૧/૧૦/૨૦૨૦ સાંજના સમયે અમદાવાદ શહેરમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. અનવરખાન પીરખાન તથા અ.પો.કો. કિશોરસિંહ ધર્મેન્દ્રસિંહનાઓને પોતાના ખાનગી બાતમીદારો મારફતે બાતમી હકીકત મળેલ કે “એક ઇસમ નામે જયરાજસિહ ડોડીયા તથા તેના ત્રણ મિત્રો પોતાના કબ્જામા ગેરકાયદેસરના હથિયારો રાખી કોફી કલરની હોન્ડા સિવીક કાર નં.GJ-01-KG-8027 માં બેસીને ફરે છે. જે હોન્ડા સીટી કાર લઈ રાજપથ કલબ તરફથી આવી અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન મહિલા ઉદ્યાન ગાર્ડન ગેટ નં.૧ થઈ આંબલી ગામ તરફ જવાના છે.” 

  જે બાતમી હકીકતવાળી જગ્યાએ વોચમાં હતા દરમ્યાન બાતમીમાં જણાવેલ હોન્ડા સિવીક કાર નં.GJ-01-KG-8027 ની આવતા કોર્ડન કરી તેમા બેસેલ ચાર ઈસમો મળી આવેલ જેઓના નામ (૧) જયરાજસિંહ મહેન્દ્રસિંહ ડોડીયા ઉ.વ.૨૬ રહે, બોપલ અમદાવાદ શહેર (૨) જયદીપસિહ જગતસિહ પરમાર ઉ.વ.૨૧ રહે, જુનાગઢ (૩) પરમજીતસીગ બલજીતસીગ ચીમા ઉ.વ.૨૭ રહે, મણીપુરગામ બોપલ અમદાવાદ શહેર (૪) દિપકસીગ જાલીમસીગ તોમર ઉ.વ.૨૫ રહે, નિકોલ અમદાવાદના હોવાના જણાઈ આવેલ, જેઓની અંગઝડતી તપાસ કરતા તેઓ પાસેથી વગર પાસપરમીટના ગેરકાયદેસરના (૧) દેશી પિસ્ટલ નંગ-૨ કિ.રૂ.૩૦,૦૦૦/-(૨) દેશી તમંચો નંગ– ૧ કિ.રૂ.૫૦૦૦/- (૩) નાની સાઈઝના કારતુસ નંગ -૨ કિ.રૂ.૧૦૦/- (૪) મોબાઈલ નંગ ૩ મળી કિ.રૂ. ૧૭,૦૦૦/- (૫) અંગઝડતીમાંથી મળી રોકડા રૂપિયા ૮૩૦/-(૬) હોન્ડા સિવીક કાર નં. GJ-01-KG-8027 કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૨,૦૨,૯૩૦/- નો મુદ્દામાલ મળી આવેલ.
જે આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૦૦૧૪૨ ધી આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ),૨૯ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫  મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે. 

આ કામે પકડાયેલ ઈસમોની પુછપરછ કરતા આ મળી આવેલ હથિયારો તેઓ મધ્યપ્રદેશના ભીંડ ખાતેથી આજથી આશરે અઢિ માસ પહેલા ખરીદી લાવેલ છે. અને જે હથિયારો પોતાના આર્થિક ફાયદા તેમજ મોજ શોખ મારે સાથે રાખેલ હોવાની હકીકત જણાવે છે. જે આરોપીઓની હાલ ઉંડાણપુર્વક પુછપરછ ચાલુ છે, અને આગળની વધુ તપાસ પો.સ.ઈ. શ્રી જે.ડી.બારોટનાઓ ચલાવી રહેલ છે. 

આરોપીઓનો પૂર્વ ઇતિહાસ:- 

આ કામે પકડાયેલ ઈસમો પૈકી દિપકસીગ જાલીમસીગ તોમરનાનો અગાઉ દોઢ વર્ષ પહેલા ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનમાં મારા મારીના ગુન્હામાં પકડાયેલ છે. 

loading…