Sewa Setu 4

જામનગરના જોડિયામાં ધારાસભ્યની હાજરીમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૮ ઓક્ટોબર: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે જીલ્લા કક્ષાનો ડિજિટલ સેવા સેતુ નો કાર્યક્રમ. રાઘવજીભાઈ પટેલ. ધારાસભ્ય ૭૭-ગ્રામ્ય ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને લાયઝન અધિકારી એ.યુ.મકવા મેડમ. જોડિયા તાલુકા વિકાસ અધિકારી જે.એચ.સોરઠીયા..વાવડી ગામના સરપંચ ભાવેશભાઈ મકવાણા, ધ્રોલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન રસિકભાઈ ભંડેરી. કમલભાઈ, પ્રદીપભાઈ જયસુખભાઇ, ગ્રામ પંચાયતના મંત્રીશ્રી અને સ્કૂલ શિક્ષકો, તાલુકા પંચાયતના અન્ય સ્ટાફ ના તમામ સ્ટાફ અને આંગણવાડી બહેનો. અને અન્ય ગ્રામજનો એ હાજરી આપેલ છે..

ગ્રામ્ય કક્ષાએ ડીજીટલ સેવાસેતુ અંતર્ગત ૨૨ પ્રકારની સેવાઓ ગ્રામ્ય કક્ષાએ હવેથી આપવામાં આવશે જેની સમજણ એ.યુ મકવા મેડમ દ્વારા આપવામાં આવી હતી. તેમજ ધારાસભ્ય દ્વારા અગાઉના સમયમાં લોકોને કેવી મુશ્કેલી વેઠવી પડતી તેની વિશે વાત કરી. તેમજ ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ થી ગ્રામ્ય લોકોને વધુમાં વધુ આ સેવાનો લાભ લેવા આહવાન કર્યું હતું. તેમજ સમગ્ર કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારી જે એચ સોરઠીયા માર્ગદર્શન હેઠળ તેમજ covid-19 ધ્યાને લઇ સોશિયલ distance જાળવીને સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.

Advt Banner Header