Divine school

સાયન્સ સીટી ખાતે આવેલી એસ એસ ડિવાઇન સ્કૂલમાં ધો 10 અને 12ના બાળકોએ કર્યો પ્રવેશ- જુઓ વીડિયો

અમદાવાદ, ૧૧ જાન્યુઆરી: આજરોજ ઘોરણ ૧૦ તથા ઘોરણ ૧૨ ની શાળા રેગ્યુલર શરૂ કરવામાં આવી છે. જેમાં સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ બાળકોને કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ઘણા લાંબા સમય બાદ વિદ્યાર્થીની હાજરીથી શાળા કેમ્પસ જીવંત બન્યા છે.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્ય સરકારના શાળા ખોલવા ના નિર્ણયને હર્ષ ભેર વધાવી લેવા બદલ શિક્ષણ કાર્ય સાથે જોડાયેલ તમામનો હૃદયપૂર્વક આભાર પણ માન્યો છે અને જણાવ્યું છે કે કોરોનાના લાંબા વેકેશન બાદ જ્યારે શિક્ષણકાર્ય શરૂ થઈ રહ્યું છે. ત્યારે જેટલો પણ સમય મળે તેનો મહત્તમ ઉપયોગ કરીને શિક્ષણ કાર્યની સાથે બાળકોના હિત જાળવવાનો સંકલ્પ કરીએ છીએ.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…રિસર્ચઃ હોસ્પિટલમાં દાખલ થયા હોય તેવા દર્દીઓ 6 મહિના સુધી અનુભવે છે કોરોનાના લક્ષણો