Student Jamnagar

જામનગરમાં અંતે 301 દિવસ બાદ શાળાઓ શરૂ થઈ

શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ

જામનગરમાં રાજયમંત્રી જાડેજાએ વિદ્યાર્થીઓને આપ્યો આવકાર

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૧ જાન્યુઆરી: રાજ્ય સરકાર દ્વારા કોરોનાકાળ બાદ અંદાજે 301 દિવસ બાદ શાળા ઓ શરૂ કરવાનો નિર્ણય લેવાતા આજે રાજ્યના અન્ય જિલ્લાઓની સાથોસાથ જામનગરમાં પણ શાળાઓ શરૂ થઈ ગઈ છે,

Whatsapp Join Banner Guj

જામનગરમાં શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયમાં રાજ્યના અન્ન અને નાગરીક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા ( હકુભા ) દ્વારા વિદ્યાર્થીની ઓને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો, આ તકે પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, સંસ્થાના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, જીલા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયા, બીનાબેન દવે વિગેરે હાજર રહ્યા હતા.

આર્યસમાજ સંચાલિત કન્યા શાળામાં કોરોના ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે શાળા શરૂ કરવામાં આવી ત્યારે વિદ્યાર્થીની ઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો.

આ પણ વાંચો…