shoping e1658139494244

Inflation in the country will come down: રાહતના સમાચાર! દેશમાં કૃષિ ઉત્પાદન વધતા મોંઘવારી ઘટશે, વ્યાજદર પણ ઘટશે

Inflation in the country will come down: ભારતમાં રિટેલ ફુગાવાની વાત કરીએ તો મે મહિનામાં 7.04 ટકા અને જથ્થાબંધ ફુગાવો 15.88 ટકા નોંધાયો હતો.

નવી દિલ્હી, 26 જૂન: Inflation in the country will come down: દેશમાં અત્યારે એક તરફ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાદ્યપદાર્થોના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. બેંક લોન પણ મોંઘી થઇ છે. જેને કારણે સામાન્ય જનતા ચારેય તરફથી મોંઘવારીનો માર સહન કરી રહી છે ત્યારે આ વચ્ચે એક રાહતના સમાચાર છે. દેશમાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન નોંધપાત્ર વરસાદ પડશે તો તેનાથી કૃષિ ઉત્પાદનમાં વૃદ્વિથી મોંઘવારી નીચે આવશે અને બીજી તરફ વ્યાજદરોમાં ઘટાડો પણ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

દેશમાં સતત વધતા ફૂગાવાને નિયંત્રિત કરવા માટે મધ્યસ્થ બેંક પણ વ્યાજદરમાં વૃદ્વિનું પગલું લેવા માટે મજબૂર બની છે. ભારતમાં રિટેલ ફુગાવાની વાત કરીએ તો મે મહિનામાં 7.04 ટકા અને જથ્થાબંધ ફુગાવો 15.88 ટકા નોંધાયો હતો. આ વચ્ચે ચાલુ વર્ષે ચોમાસું નોંધપાત્ર રહે તેવી ધારણા છે. તેને કારણે કૃષિ ઉત્પાદનને પણ વેગ મળશે. કૃષિ ઉત્પાદન વધતા ખાદ્યપદાર્થોની કિંમત પણ અંકુશમાં આવશે. ખાસ કરીને અનાજ, કઠોળ, તેલીબિયાનું ઉત્પાદન વધતા ઘઉં, લોટ, ખાદ્યતેલો, ચોખા સહિત વિવિધ ખાદ્યચીજોના ભાવ પણ કાબૂમાં આવશે. તે મધ્યસ્થ બેંકને પણ વ્યાજદર ઘટાડવા માટે અવકાશ પૂરું પાડશે.

ભારતમાં સરકાર પાસે મોંઘવારી સામે લડવા માટે(Inflation in the country will come down) એક્સાઇઝ ડ્યૂટી અને વેટમાં ઘટાડો કરીને તેમજ કૃષિ પેદાશો સીધી સબસિડી આપવા જેવા વિકલ્પો છે. પરંતુ સરકાર હાલ તો વ્યાજદરમાં વધારો કરીને મોંઘવારીને અંકુશમાં લાવવા માટે પ્રયાસરત છે. આ જ દિશામાં નાણાકીય નીતિની સમીક્ષા બેઠક દરમિયાન ભારતીય રિઝર્વ બેંક દ્વારા માત્ર એક મહિનામાં જ રેપો રેટમાં કુલ 0.90 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેને કારણે હોમ લોન અને ઓટો લોન પણ મોંઘી થઇ છે.

આ પણ વાંચો..Monster offer; Samsung Galaxy M52 5Gમાં લગભગ 40% ડિસ્કાઉન્ટ, 20 હજારથી ઓછામાં ખરીદો

Hindi banner 02