કોવિડનો ચેપ ફેલાતો અટકાવવાની બાબતમાં આગામી 15 દિવસ ખૂબ અગત્યના છે: શ્રીમતી શાલિની અગ્રવાલ

Smt. Shalini Agrawal, Collector Vadodara

કોવિડનું સંક્રમણ રોકવા જિલ્લા ના ગ્રામ વિસ્તારમાં નિયમોનું ચૂસ્ત પાલન કરાવવાની સાથે લોક જાગૃતિ કેળવવામાં આવશે

વડોદરા, ૨૮ નવેમ્બર: કોવિડનો ચેપ ફેલાતો અટકાવવાની બાબતમાં આગામી 15 દિવસ ખૂબ અગત્યના છે એવી લાગણી વ્યક્ત કરતા વડોદરા જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે આ બાબતમાં શુક્રવારે મળેલી સંયુક્ત બેઠકમાં શહેર જિલ્લા માટે વ્યૂહ રચના ઘડવામાં આવી છે.તે પ્રમાણે જિલ્લાના ગ્રામ વિસ્તારમાં માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સ પાળવા સહિતના નિયમોનું કડકાઈથી ચુસ્ત પાલન કરાવવામાં આવશે.તેની સાથે આ બાબતમાં લોક જાગૃતિ વધે અને તેના પાલનની સ્વયં શિસ્ત કેળવાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. તેમણે આરોગ્યના હિતમાં લોકો આ નિયમો જાતે પાળી, પળાવી સહયોગ આપે એવો અનુરોધ તેમણે કર્યો છે.

whatsapp banner 1