Covid patient khushboo

Physiotherapist girl: ભરૂચની કોવિડ પીડિત ફિઝિયોથેરાપિસ્ટ યુવતીને સયાજી હોસ્પિટલની સારવારથી મળ્યું નવજીવન

ખુશ્બુનું સ્મિત: Physiotherapist girl: મને વડોદરા લાવવામાં આવી ત્યારે મારી હાલત ગંભીર હતી સયાજીમાં સારવાર શરૂ થઈ પછી મને લાગ્યું કે હવે હું જીવી જઈશ: ડો.ખુશ્બુ સોલંકી

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૦૭ મે:
Physiotherapist girl: ભરૂચની ફિઝિયોથેરાપિસ્ટ યુવતી ડો.ખુશ્બુ સોલંકીને તા.૨૭ મી એપ્રીલની લગભગ મધરાતે વડોદરા લાવવામાં આવી ત્યારે તેનું ઓકસીજન લેવલ ૫૯ જેટલું સાવ તળિયે પહોંચી ગયું હતું.તે બોલી શકતી ન હતી અને લગભગ અર્ધ બેભાન હાલતમાં હતી.આવી નાજુક હાલતમાં અંકલેશ્વરથી શહેરની સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવેલી ખુશ્બુ આજે લગભગ ૧૦ દિવસની સઘન અને ઉમદા સારવારના પગલે લગભગ પૂર્વવત સ્વસ્થ થઈ ગઈ છે.તેને ગમે તે સમયે તબીબો રજા આપે એવી શક્યતા છે.જાણે કે સયાજીની સારવારથી ખુશ્બુની જીવન ખુશ્બુ અકબંધ રહી છે.

Physiotherapist girl: મને વડોદરા લાવવામાં આવી ત્યારે મારી હાલત ખૂબ નાજુક અને ગંભીર હતી.સયાજીમાં દાખલ થતાંની સાથે જ સારવાર શરૂ થઈ ગઈ, મને વેન્ટિલેટર પર લેવામાં આવી ત્યારે મને લાગ્યું કે હવે હું સાચી જગ્યાએ આવી ગઈ છું,હું અવશ્ય જીવી જઈશ. ભરૂચની આ યુવતીએ સુરતની કોલેજમાંથી ફિઝિયોથેરાપીનો અભ્યાસ પૂરો કર્યો છે. ઇન્ટરનશીપના ભાગરૂપે એણે સુરતની હોસ્પિટલમાં ફેબ્રુઆરી માં કોવિડ આઇસીયુમાં ફરજો પણ અદા કરી હતી.

Whatsapp Join Banner Guj

તે પછી ભરૂચમાં કોવિડ સંક્રમિત પિતાની દેખભાળ કરતાં એ પણ પોઝિટિવ થઈ.એટલે એને અંકલેશ્વરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.ત્યાં ઓકસીજનની અછત હતી અને સારવારમાં ભલીવાર ન જણાયો.એટલે બીજા દવાખાનામાં ખસેડવામાં આવી.ઓકસીજનની વધુ જરૂર હોવાથી ત્યાંથી પણ વડોદરા જવાની સલાહ મળી.આખરે એનો ભાઈ એને વડોદરા લઈ આવ્યો અને સદનસીબે સયાજીમાં બેડ મળી ગયો. એની હાલત જોઈને સીધી જ વેન્ટિલેટર પર મૂકવાની તકેદારી સંજીવનીનું કામ કરી ગઈ.સ્થિતિ સુધરતા એને એન. આર. બી. એમ. પર અને પછી વધુ સ્ટેબલ થતાં નેઝલ પ્રોબ પર મૂકવામાં આવી.હવે આજે એની હાલત એટલી સરસ થઈ છે કે એ અગાઉની જેમ ખુલ્લી હવામાં મુક્ત શ્વાસ લઈ શકે છે.

Physiotherapist girl ખુશ્બુ કહે છે કે હું ક્રિટીકલ સ્થિતિમાંથી બહાર નીકળી ગઈ છું અને ખતરો ટળી ગયો છે.સયાજીની સારવાર મારા માટે નવજીવન આપનારી બની છે.તે કહે છે કે અહી ની સારવાર, લેવામાં આવતી કાળજી, દવા, ભોજન બધું જ સંતોષજનક છે. ડો.ખુશ્બુની શરૂઆતી હાલત અંગે જાણકારી આપતાં વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે એને તુરત જ આઇસીયુમાં વેન્ટિલેટર પર મૂકવાની સાવચેતી લેવામાં આવી.એને મહત્તમ ઓકસીજન એટલે કે ૧૫ લિટર પ્રતિ મિનિટ પર રાખીને સારવાર કરવામાં આવી.આઇસીયુમાં ડો.નેહા શાહ ની કાળજી અને હૂંફથી તેને ખૂબ પીઠબળ મળ્યું.

એ સાજી થયાં પછી કોવિડના દર્દીઓ માટે લાભપ્રદ હોય એવી ફીઝિયોથેરાપીના સત્રો યોજવા ઈચ્છે છે. (Physiotherapist girl) ડો.ખુશ્બુ કોરોનાથી ખૂબ ગંભીર પરિસ્થિતિમાં મૂકાઈ હતી.પરંતુ જીવવાની એની જીજીવિષા પ્રબળ હતી. અણીના સમયે સયાજી હોસ્પીટલમાં એને ઉમદા સારવાર મળી ગઈ અને જાણે કે એની જીવન ખુશ્બુને નવજીવન મળી ગયું છે.ખુશ્બુ એ આ ચમત્કાર માટે સયાજી હોસ્પિટલમાં સહુનો દિલથી આભાર માન્યો છે.

આ પણ વાંચો…ADI train cancel: અમદાવાદની 28 ટ્રેનો રદ.

ADVT Dental Titanium