Jiru Organic edited

જસદણના દેવગા ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી જીરૂનું વાવેતર કર્યું

Jiru Organic edited

દસ પ્રકારની વનસ્પતિ મિશ્રિત કરી દેશી દવા બનાવતા કરશનભાઇ સોલંકી

અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ

રાજકોટ, ૨૮ ઓક્ટોબર: રાજકોટ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો આગળ વધે અને ખેતી ખર્ચ ઘટે તે માટે રાજકોટ ‘‘આત્મા’’ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જંતુ નાશક રાસાયણીક દવાના બદલે ખેડૂતો ગૌમુત્ર-ગોબર આધારિત દેશી દવા બનાવી ખેતી પાકો લઇ રહ્યા છે.સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીને લીધે ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટે છે. અને લોકોને રાસાયણિક દવા મુકત શાકભાજી અને ધાન્ય મળે છે.

whatsapp banner 1

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના દેવગા ગામે પ્રાકૃતિક ખેતી કરતા સોલંકી કરશનભાઇ નરશીભાઇએ ચાલુ વર્ષે તેમના ખેતરમાં જીરૂનું વાવેતર શરૂ કર્યું છે.  જીરૂના પાકમાં રોગ ન આવે અને કીટકોન થાય તે માટે તેમણે વધારે સારો પ્રયોગ કરીને ગૌમૂત્ર-ગોબર ઉપરાંત તેમની દેશી દવામાં દસ પ્રકારની વનસ્પતિનો ભૂક્કો નાંખીને દવા બનાવી છે,તેમતેઓ જણાવે છે.

કરશનભાઇ જીરૂના પાકમાં સારો ફાલ આવે, રોગ ન થાય તે માટે દેશી દવામાં સીતાફળી,  આંકડો, સરગવો, કરંજ, નખુટીયો, ધતુરો, અર્જુન સહિતની દસ પ્રકારની વનસ્પતિના પાનની ખેતી કરે છે. તેના લીધે પાક માં ફાયદો થાય છે. તેમ તેઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: વીજ ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૯ પૈસાનો ઘટાડો

આ પણ વાંચો: હજીરા કોવિડ કેર સેન્ટર’માં નિ:શુલ્ક સારવાર લઈને આજ સુધી ૨૫૪ દર્દીઓ સ્વસ્થ થયા