Gaushala vdr jail

Vadodara jail ki radha:”રાધા” વડોદરાની જેલમાં શું કરે છે ? તમે જાણીને ચોંકી જશો….

Vadodara jail ki radha

Vadodara jail ki radha રાધા મોહિની મધુમતી કેસર કવિતા મંગલા….જેલમાં શું કરે છે…???

Vadodara jail ki radha રાધા,મોહિની,મધુમતી,કેસર, કવિતા, મંગલા વડોદરાની જેલમાં છે પણ આ બધી મહિલા કેદીઓ નથી

અહેવાલ: સુરેશ મિશ્રા

વડોદરા, ૦૩ ફેબ્રુઆરી: તમને કુતૂહલ થશે કે આ બધી મહિલા કેદીઓ નથી,ગુનેગાર નથી તો પછી જેલમાં કેમ છે?
Vadodara jail ki radha લો તમને મુંઝવવાને બદલે ફોડ પાડીને વાત કરું?..આ બધી ભગવાન કૃષ્ણને પ્રિય હતી એવી ગૌ માતાઓ છે.ગીર ઓલાદની આ ગાયો વડોદરા સેન્ટ્રલ જેલમાં નવી બનાવવામાં આવેલી શ્રીકૃષ્ણ ગૌ શાળામાં ખેતી અને પશુપાલનના અનુભવી પણ કાળની થપાટે ગુનો આચરી બેઠેલા અને સજા રૂપે જેલવાસ ભોગવતા કેદી બંધુઓ દ્વારા ઉછેરવામાં આવી રહી છે.

Whatsapp Join Banner Guj

જેલ કોઈને ગમતી નથી.પણ કરમની કઠણાઈ ગુનાના રસ્તે લઈ જાય છે.સમાજની સલામતી માટે ગુનેગારોને જેલમાં રાખવાની જોગવાઈ છે.૧૮૮૦ માં સયાજીરાવ મહારાજે બનાવેલી વડોદરાની સેન્ટ્રલ જેલ એક હેરિટેજ પ્લેસ ગણી શકાય.
કેદીને વિવિધ કુશળતા શીખવી સમાજને ઉપયોગી બનાવી પાછો આપવાના અભિગમ હેઠળ સરકારે વડોદરા મધ્યસ્થ કારાગારના છત્ર હેઠળ રૂ.૧૧ કરોડના ખર્ચે દંતેશ્વર ખાતે ખુલ્લી જેલ અને આ ગૌશાળા બનાવી છે.


આશય એવો છે કે જે કેદીઓ ખેતીનો અનુભવ ધરાવે છે, ગૌ ઉછેર જાણે છે,નિરુપદ્રવી છે એટલે કે જેમના નામે જેલમાં કોઈ ગેરવર્તન નોંધાયું નથી અને ત્રણ વર્ષથી વધુ સમયથી જેલવાસ ભોગવી રહ્યાં છે,તેઓ અહી ખુલ્લા ખેતરોમાં ખેતી કરે, વૃક્ષ ઉછેર કરે , ગાયો ઉછેરે અને જેલના નિયમો પ્રમાણે આંશિક રોજગારી મેળવે.અને હા,આ ખુલ્લા આકાશ તળેની આ જેલમાં વડોદરાના વતની હોય એવા સ્થાનિક કેદીઓને તકેદારી ના ભાગરૂપે રાખવામાં આવતા નથી.

અહીં ચાર કાઉ શેડ એટલે કે આપણી દેશી ભાષામાં કોડિયા ઘર છે જેમાં ૧૨૦ ગાયો રહી શકે એટલી મોકળાશ છે.હાલમાં ૭૦ ગાયો છે જેમનો વંશવેલો વધી રહ્યો છે.

ગાય એક સૌમ્ય પ્રાણી છે, માતાના સ્નેહની અનુભૂતિ તે કરાવે છે, એટલે કેદી ભાઈઓ આવી પ્રેમાળ માતાઓના સાનિધ્યમાં મનોશાતા અનુભવશે એવું પણ કહી શકાય. અને શિસ્તબદ્ધ અને સંયમી કેદીઓને શિરપાવ રૂપે ખુલ્લું ખેતર આપવાના અભિગમની કદાચ રાજ્યમાં વડોદરાથી પહેલ કરવામાં આવી હતી એવું કહી શકાય.કારણકે છેક ૧૯૭૦ માં ઓપન જેલ માટે ૯૦ એકર જેટલી જમીન ફાળવવામાં આવી હતી જેનો ક્રમિક વિકાસ આજે આ વ્યવસ્થારૂપે સંસ્થાપિત થયો છે.

Vadodara jail ki radha

અને વડોદરા સેન્ટ્રલ જેલ એક ધમધમતું કારખાનું છે જે કરોડો નું ટર્ન ઓવર કરે છે એવું કહું તો પણ નવાઈ ના પામતા.આ જેલમાં આઠ પ્રકારના ઉદ્યોગો કેદીઓની મદદથી ચલાવવામાં આવે છે,જે તેમને જેલમાં બેઠા આંશિક રોજગારી અને નવા કૌશલ્યો શીખવાની તક આપે છે.આ જેલ ઉદ્યોગોમાં દર વર્ષે કરોડો રૂપિયાની ઉપયોગી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે..
અને છેલ્લે એક આડવાત… ગાયોની સાથે આ જેલ ગૌ શાળામાં બે ખૂંટિયા કે સાંઢ પણ છે જેમના આ લોકોએ કોઈ નામ જ પાડ્યા નથી.છે ને ઘોર અન્યાય..!!! કદાચ એવું વિચાર્યું હશે કે આખલાના તો કંઈ નામ પડાતા હશે.


આ પણ વાંચો…..Farmer Protest: કંગનાએ ખેડૂતોને કહ્યાં- આંતકવાદી, વાંચો સંપૂૂર્ણ અહેવાલ