Art exhibition Jamnagar 2

Art exhibition: જામનગર કલા પ્રદર્શનીમાં મેઘધનુષી રંગોએ કલાપ્રેમીઓના દિલ જીતી લીધા.

Art exhibition Jamnagar

Art exhibition નગરના ૨૦ કલાકારોની ૨૦૦ થી વધુ બેનમૂન કલાકૃતિઓ પ્રદર્શનમાં મુકાય.

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૩ ફેબ્રુઆરી:
કલાપ્રેમી શહેર જામનગર માં ચિત્રકારો દ્વારા ચિત્ર પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 20 જેટલા ચિત્રકારો ના 200 થી વધુ ચિત્રો પ્રદર્શન માં મૂકવામાં આવ્યા હતા

Whatsapp Join Banner Eng

  જામનગર ના સુમર સ્પોર્ટ્સ ક્લબ ખાતે એસન્સ આર્ટ ના ધ્વનિ શાહ દ્વારા જામનગર ની કલાપ્રેમી જનતા માટે કલરફૂલ ફૂલોના વિષય પર નું બે દિવસીય ચિત્ર પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું આ ચિત્ર પ્રદર્શન માં જામનગર શહેર ના યુવા અને વૃધ્ધ સહિત ના 20 જેટલા ચિત્રકારો ના 200 થી વધુ રંગબેરંગી ફૂલોના વિષય પરના ચિત્રો પ્રદર્શન માં મૂકવામાં આવ્યા હતા વધુ માં આયોજક ધ્વનિ શાહ એ જણાવ્યુ હતું કે જામનગર માં નવા ઊભરતા કલાકારો ને યોગ્ય પ્લેટફોર્મ મળે અને ચિત્રો બનાવવા અંગે ની યોગ્ય માહિતી મળે તેવા હેતુ થી આ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું

Art exhibition jamnagar

બે દિવસીય યોજાનાર ચિત્ર પ્રદર્શન ના સમાપન સમયે પૂર્વ સાંસદસભ્ય વિક્રમભાઈ માડમ અને સુમર સ્પોર્ટસ ક્લબ ના પ્રમુખ રાજુભાઇ શેઠ, પરાગ ભાઈ શાહ ,કિશોરભાઈ ગલાની, ભરતભાઇ ખૂબચનદાની વિગેરે ના હસ્તે તમામ ચિત્રકારો ને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા જામનગર ની કલાપ્રેમી જનતા આ પ્રદર્શન નિહાળવા ખુબ જ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહયા હતા.

આ પણ વાંચો…Under water wedding: આ વર કન્યાએ 60 ફૂટ નીચે એકબીજાને વરમાળા પહેરાવી, લીધા પાણીમાં સાત ફેરા- જુઓ વીડિયો