Birds 2

શાહીન ફાલ્કન, બાર્ડ બટન ક્વેઈલ, ઓસ્ટ્રેલિયન સ્ટીલ્ટ હજારો કિલોમીટરની ઉડાનભરી વઢવાણાના મહેમાન બન્યા જાણો વિગત…

વઢવાણા પક્ષીતીર્થ ખાતે પક્ષી ગણનામાં 133 પ્રજાતિ અને અંદાજિત 62570 પક્ષીઓ નોંધાયા

  • આ વર્ષે ત્રણ નવી પ્રજાતિ જોવા મળી: શાહીન ફાલ્કન, બાર્ડ બટન ક્વેઈલ, ઓસ્ટ્રેલિયન સ્ટીલ્ટ હજારો કિલોમીટરની ઉડાનભરી વઢવાણાના મહેમાન બન્યા
  • જાન્યુઆરી માસના અંતિમ પખવાઠિયામાં મોટી સંખ્યામાં વઢવાણા તળાવ ખાતે યાયાવર પક્ષીઓ આગમનની પૂરી શક્યતા: ઈન્ચાર્જ મદદનીશ વન સંરક્ષક શ્રી એચ.ડી. રાઉલ

વડોદરા, ૦૨ જાન્યુઆરી: ગુજરાતના નળ સરોવર બાદ વિદેશી પક્ષીઓના આગમન માટે જાણીતુ બનેલુ પક્ષીતીર્થ વઢવાણા તળાવ ખાતે કરવામાં આવેલી 29 મી પક્ષી ગણનામાં 133 પ્રજાતિના અંદાજિત 62570 પક્ષીઓ નોંધાયા હતા. મહત્વનુ છે કે, યુરોપિય સહિતના દેશના યાયાવર પક્ષીઓ જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં વઢવાણા તળાવને પોતાનુ ઘર બનાવે છે. જેથી વર્ષ 2002થી વઢવાણા જળપ્લાવિત વિસ્તાર ખાતે પક્ષી ગણના કરવામા આવે છે.

જાંબુઘોડાના આર.એફ.ઓ. અને વન્ય પ્રાણી વિભાગના ઈન્ચાર્જ મદદનીશ વન સંરક્ષક શ્રી એચ.ડી. રાઉલ કહે છે કે, આ વર્ષે પક્ષી ગણનાની ખાસ બાબત એ રહી કે, ત્રણ નવા પક્ષીઓની પ્રજાતિ જોવા મળી છે. તેમા ફિલાપાઈન્સ, ઈન્ડોનેશિયા, શ્રીલંકા વગેરે દેશામાં જોવા મળતુ બાર્ડ બટન ક્વેઈલ, ઓસ્ટ્રેલિયામાં જોવા મળતુ ઓસ્ટ્રેલિયન સ્ટીલ્ટ, અને ભારત સહિત ચીન, પાકિસ્તાન, મ્યાનમાંર શ્રીલંકામાં વસવાટ કરતું શાહીન ફાલ્કન જોવા મળ્યું હતું. જે દર્શાવે છે કે, હજારો કિલોમીટરની ઉડાનભરી પક્ષીઓ વઢવાણા જળપ્લાવિત વિસ્તારમાં ખાસ તો શિયાળો ગાળાવા આવે છે.

Birds 3 1

શ્રી રાઉલ વધુમાં ઉમેરે છે કે, આ વર્ષે ઓછી પક્ષી ગણનાનો આંકડો આવવા પાછળ ખાસ તો વાતાવરણ જવાબદાર છે. ઠંડી અને ધુમ્મસભર્યા વાતાવરણ ઘણાં પક્ષીઓને અનુકૂળ આવતુ નથી. જેથી આ પક્ષીઓ નજીકના વિસ્તાર અને નાના તળાવમાં ખોરાકની શોધમાં નીકળી પડતા હોય છે. ઉપરાંત વઢવાણા તળાવમાં પણ પાણી વધારે ભરેલ હોવાથી ઓછી પક્ષી ગણના થઈ હોવાનુ કારણભૂત છે. જો કે, તા.31-12-2020 સુધીમાં વન વિભાગના સ્થાનિક કર્મચારી-અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી પક્ષી ગણનામાં 139 પ્રજાતિના અંદાજિત 72000 પક્ષીઓ નોંધવામાં આવ્યા હતા. ખાસ તો જાન્યુઆરીના અંતિમ પખવાડિયામાં હજુ વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે એવી પૂરી સંભાવના રહેલી છે.

Birds 6 edited

આ પક્ષી ગણનામાં વન વિભાગના કર્મચારી-અધિકારી, નિવૃત્ત અધિકારી, વૈજ્ઞાનિકો, એમ.એસ. યુનિવર્સિટીના પ્રોફેસર, સહિત સ્વૈચ્છિક સંસ્થાના 130 જેટલા સ્વયં સેવકો જોડાયા હતા. તેમ શ્રી રાઉલે ઉમેર્યું હતુ.

આ પણ વાંચો….કોરોનાની વેકસીન રાજયના નાગરિકોને આપવા માટે શકય હશે ત્યા સુધી સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવશે: નીતિનભાઈ પટેલ