Deesa MLA Lokarpan

ડીસાના ધારાસભ્ય દ્વારા પાલિકામાં ભૂગર્ભ ગટર યોજના તેમજ રેન બસેરાનું લોકાર્પણ

Deesa MLA Shashikant Pandya

ચૂંટણી નજીક આવતા જ લોકાર્પણ નો સિલસિલો શરૂ..

અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠા

બનાસકાંઠા, ૦૨ જાન્યુઆરી: ડીસા નગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની પુરસ્કૃત અમૃત યોજના વર્ષ ૨૦૧૬/૧૭ હેઠળ નગર પાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના ફેઝ બે અંતર્ગત શહેરમાં બે હજાર કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત ૫૦ કિલોમીટર આસપાસની ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થતા શનિવારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરીનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા ઘર વિહોણા ભિક્ષુકો માટે નગર પાલિકા દ્વારા લાટી બજાર વિસ્તારમાં ૧.૪૫ લાખના ખર્ચે બનાવેલ ૧૪૨ બેડના રેન બસેરાનું પણ ધારાસભ્ય શશીકાંત પંડ્યાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

whatsapp banner 1

ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી દ્વારા અમૃત સીટી અંતર્ગત શહેરના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જે બદલ મુખ્યમંત્રીનો દિલથી આભાર માન્યો હતો. વધુમાં ઉમેર્યું હતું કે ભુગર્ભ ગટર યોજના અંતર્ગત ગટર યોજના અંતર્ગત શહેરમાં ૨૦૦૦ જેટલી ચેમ્બરો નાખવાના બાકી હોઈ રાજય સરકારમાંથી ગ્રાન્ટ લાવીને શહેરમાં સંપુર્ણ ભુગર્ભ ગટરની કામગીરી પુર્ણ કરવાની નેમ વ્યક્ત કરી હતી તેમજ ભાજપ શાસિત નગર પાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળી તથા ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી તથા ચુંટાયેલા સદસ્યો દ્વારા શહેરમાં કરવામા આવેલ વિકાસના કામોની પ્રશંસા કરી લોકાર્પણ પ્રસંગે બિરદાવ્યા પણ હતા.

આ પણ વાંચો….અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટરમાં આજે 21 ઓપરેશન થીએટર કાર્યરત કરાવવામાં આવ્યા