Rajkot collector open house 2 edited

મહેસુલ વિભાગની યોજનાઓના ૫૭ લાભાર્થીઓને કલેક્ટરશ્રી રેમ્યા મોહનના હસ્તે હુકમો અપાયા

Rajkot collector Shri Remya Mohan issued orders to 57 beneficiaries of revenue department schemes

રાજકોટ કલેકટર કચેરી ખાતે ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો

 મહેસુલ વિભાગની યોજનાઓના ૫૭ લાભાર્થીઓને કલેક્ટરશ્રી રેમ્યા મોહનના હસ્તે હુકમો અપાયા

 અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ

રાજકોટ, તા.૧૯ નવેમ્બર: નાગરિકોના હિત-લાભ માટે પારદર્શિતા પૂર્વક વહીવટ કરવા અને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીને સીધો પ્રાપ્ત થાય તે માટે રાજકોટ જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને તા. ૧૮ નવેમ્બરના રોજ કલેકટર કચેરી, રાજકોટ ખાતે “ઓપન હાઉસ કાર્યક્રમ” યોજાયો હતો.

whatsapp banner 1

 રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ઓપન હાઉસ કાર્યક્રમમાં મહેસુલ વિભાગની વિવિધ યોજનાના કુલ ૫૭ લાભાર્થીઓને કલેક્ટર સુશ્રી રેમ્યા મોહનના હસ્તે વિવિધ હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.જેમાં બીનખેતી પરવાનગીના ૪૫, બીનખેતી પ્રિમીયમના ૧, સિટીઝનશીપ સર્ટીફિકેટના ૧, કલમ ૫૪ હેઠળના ૧, જમીનના હક્કો બેન્કમાં ગીરો મુકવાની મંજુરીના ત્રણ અને સબલીઝ એન્ડોર્સના ૬ હુકમોનો સમાવેશ થાય છે. ઉપરોક્ત આ તમામ હુકમો કલેકટરશ્રીએ લાભાર્થીઓને હાથોહાથ અર્પણ કર્યા હતા.

આ તકે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.