Kunvar ji Binchhia

વિછીંયાના યાર્ડની સાથે વેપાર-ધંધાનો પણ વિકાસ થશે:મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા

Kunvar ji Binchhia

-રૂા. ૫૦ લાખના ખર્ચે ફાર્મર શેડનું મંત્રીશ્રીના હસ્તે થયેલું ભૂમિપૂજન

રાજકોટ, તા.૧૯ ઓક્ટોબર:– રાજકોટ જિલ્લાના વિછીંયા ખાતે તેના માર્કેટીંગ યાર્ડમાં રાજ્ય સરકારની સો ટકા સહાયવાળી કિશાન કલ્પવૃક્ષ યોજના અંતર્ગત ફાર્મર શેડનું રાજ્યના પાણી પૂરવઠા, પશુપાલન અને ગ્રામ વૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

મંત્રીશ્રી કુંવરજીભાઇએ જણાવ્યું કે આ શેડ તૈયાર થયે વરસાદ, તડકો જેવા કુદરતી પરીબળો સામે ખેડૂતોની જણસોનું રક્ષણ થશે. તેમજ ખેડૂતોની ઉપજ ખરીદતા વેપારીઓને પણ સગવડતા રહેશે. તેમણે ઉમેર્યુ કે આવનાર દિવસોમાં વિછીંયાનું યાર્ડ ટેકાના ભાવથી ખરીદીનું સેન્ટર બને તે માટેની પ્રક્રિયા ચાલુ છે પરિપૂર્ણ થતાં યાર્ડના વિકાસ સાથે અન્ય વેપાર-ધંધાનો પણ વિકાસ થશે.

 કેન્દ્ર અને રાજ્ય સરકારની યાર્ડના વિકાસ માટે યોજનાઓનો લાભ લેવા ઉપસ્થિત યાર્ડના સભ્યોને વિશેષ રસ લેવા મંત્રીશ્રી બાવળીયાએ હિમાયત કરી હતી. આ તકે  તેઓશ્રી દ્વારા કિસાન સન્માન યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના વગેરે ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી પણ આપી હતી.

 વિછીંયા બજાર સમિતિના વાઇસ ચેરમેનશ્રી વસરામભાઇ કોરડીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં યાર્ડની પ્રવૃતિઓ અને કૃષિ યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જયારે યાર્ડના ચેરમેનશ્રી કડવાભાઇ જોગરાજીયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.

  આ પ્રસંગે યાર્ડના કાર્યકારી સેક્રેટરીશ્રી યોગેશભાઇએ સ્વૈચ્છિક નિવૃતી લેતા તેમનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી મંત્રીશ્રી કુંવરજીભાઇ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

યાર્ડમાં બંધાનારા ફાર્મર શેડની વિગતો આપના સેક્રેટરીશ્રી આર.જી.કાનેરીયાએ કહ્યું કે આ શેડની ઉંચાઇ ૧૪ ફુટની છે જયારે લંબાઇ ૬૦ મીટર અને પહોળાઇ ૨૬ મીટરની ગેલ્વેનાઇઝ રૂફવાળો હયાત ઓટા પર ડોમ તૈયાર થશે.

આ કાર્યક્રમમાં યાર્ડના ખેડૂત વિભાગ અને વેપારી વિભાગનાં પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.