અમદાવાદ અને એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ, વેરાવળ અને ત્રિવેન્દ્રમ તથા શ્રી ગંગા નગરથી કોચુવેલી વચ્ચે વધારાની સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે.

Train 2

અમદાવાદ, ૨૦ નવેમ્બર: રજા દરમિયાન મુસાફરોની સુવિધા માટે, રેલ્વે મંત્રાલયે અમદાવાદ અને એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ, વેરાવળ અને ત્રિવેન્દ્રમ તથા શ્રી ગંગા નગર અને કોચુવેલી વચ્ચે સંપૂર્ણ રીતે આરક્ષિત વધારાની ત્રણ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોની ચલાવવાનો નિર્ણય લીધો છે. આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે આપેલ છે:

1.ટ્રેન નં. 02655/02656 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ ડેઇલી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

   ટ્રેન નં. 02655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન 23 નવેમ્બર 2020 ના રોજ અમદાવાદથી દરરોજ 21.35 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ 04.45 કલાકે પહોંચશે.આવી જ રીતે ટ્રેન નં. 02656 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી 22 નવેમ્બર, 2020 થી દરરોજ 10.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 18.00 વાગ્યે અમદાવાદ પહોંચશે.આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં મણિનગર, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, ઉધના, વ્યારા, નંદુરબાર, દોડેચા, અમલનેર, જલગાંવ, ભૂસાવાલ, મલકાપુર, નંદુરા, શેગાંવ, અકોલા, મુર્તાજપુર, બદનેરા, ધામન ગાંવ, વર્ધા, વારોરા, બ્લહારશાહ, સીરપુર કાગઝનગર, મંચેરલ, વારંગલ, મહબૂબાબાદ, ખમ્મમ, વિજયવાડા, તેનાલી, બાપટલા, ચિરાલા, ઓંગલે, કવાલી, નેલ્લોર, ગુડુર અને સુલુરપેતાઈ સ્ટેશનો પર રોકાશે.ટ્રેન નં. 02655 મણિનગર સ્ટેશન પર રોકાશે નહીં. ટ્રેનમાં પ્રથમ એસી, એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સિતિગ કોચ હશે.

2.ટ્રેન નં. 06333/06334 વેરાવળ-ત્રિવેન્દ્રમ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન   

ટ્રેન નં. 06333 વેરાવળ-ત્રિવેન્દ્રમ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 10 ડિસેમ્બર, 2020 થી દર ગુરુવારે 06.40 કલાકે વેરાવળથી ઉપડશે અને ત્રીજા દિવસે 04.00 કલાકે ત્રિવેન્દ્રમ પહોંચશે.આવી જ રીતે ટ્રેન નં. 06334 ત્રિવેન્દ્રમ-વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 7 ડિસેમ્બર, 2020 થી દર સોમવારે ત્રિવેન્દ્રમથી 15.40 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સાંજે 15.45 વાગ્યે વેરાવળ પહોંચશે.મુસાફરી દરમિયાન આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જુનાગઢ, નવગઢ, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, મણિનગર, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત નવસારી, વલસાડ, વાપી, બોઇસર, વસઈ રોડ, ભિવંડી રોડ, પનવેલ , ખેડ, રત્નાગિરિ, કુડાલ, કરમાળી, મડગાંવ, કારવર, અંકોલા, બાયનદુર, કુંડાપુરા, ઉડ્ડપી, મંગ્લોર જં., કસર્ગોડ, કન્હંગદ, પાય્યનુર, કન્નાપુરમ, કન્નુર, તેલ્લીચેરી, વાડકરા,કોએલાન્ડી, કોઝિકોડે, ફેરોક, પરપ્પનગાડી, થીરુર, કુત્ત્ટટીપુરમ, પત્તામ્બી, શોરાનુર, થ્રિસુર, અલુવા, એર્નાકુલમ ટાઉન, કોટ્તાયમ, તીરુવાલા, ચેંગાનુર, માવેલિકારા, કોલ્લમ અને ત્રિવેન્દ્રમ પેટ્ટા સ્ટેશન પર રહેશે.ટ્રેન નં. 06333 મણિનગર અને માવેલીકરા સ્ટેશન અને ટ્રેન નં. 06334 ત્રિવેન્દ્રમ પેટ્ટા, પરપ્પનગાડી, ફેરોક, કોયીલાન્ડિ, વાડાકારા, કનનાપુરમ અને પાયનનુર સ્ટેશનો બંધ નહીં રોકાય.આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ હશે.

3.ટ્રેન નં. 06311/06312 શ્રી ગંગા નગર-કોચુવેલી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નં. 06311 શ્રી ગંગા નગર-કોચુવેલી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 24 નવેમ્બર 2020 થી દર મંગળવારે બપોરે 12.30 વાગ્યે શ્રી ગંગા નગરથી ઉપડશે અને ગુરુવારે રાત્રે 19.10 વાગ્યે કોચુવેલી પહોંચશે.આવી જ રીતે ટ્રેન નં. 06312 કોચુવેલી-શ્રી ગંગા નગર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 21 નવેમ્બર 2020 થી દર શનિવારે કોચુવેલીથી 15.45 કલાકે ઉપડશે અને ગુરુવારે 02.15 કલાકે શ્રી ગંગા નગર પહોંચશે.મુસાફરી દરમિયાન આ ટ્રેન બંને દિશામાં શ્રીકરણપુર, રાયસિંહ નગર, સુરતગઢ, બિકાનેર, નોખા, નાગૌર, મેડતા રોડ, જોધપુર, પાલી મારવાડ, મારવાડ, આબુ રોડ, પાલનપુર, અમદાવાદ વડોદરા, અંકલેશ્વર, સુરત, વાપી, બોઇસર, વસઈ રોડ , પનવેલ, માં, રત્નાગિરિ, કુડાલ, થિવીમ, મડગાંવ, કુમટા, મુરુડેશ્વર, બાયંદુર, કુંડાપુરા, ઉડુપી, મંગ્લોર જંકશન, કાસરગોડ, કન્નુર, કોયિલાંડી, કોઝિકોડ, તિરુર, શોરાનુર, થરીસુર, અલુવા, એર્નાકુલમ ટાઉન, કોટ્ટાયમ, તિરુવલ્લા, ચેંગાનુર, કાયનકુલમ અને કોલ્લમ સ્ટેશનો પર રોકાશે.ટ્રેન નં. 06312 કોયિલાંડી સ્ટેશનો પર રોકાશે નહીં. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ હશે.

ટ્રેન નંબર 02655 અમદાવાદ – એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નું બુકિંગ 21 નવેમ્બર 2020 અને ટ્રેન નં. 06333 નું બુકિંગ 23 નવેમ્બર, 2020 થી સુનિશ્ચિત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!