priscilla du preez VzqEavUGnss unsplash

“નારી તુ નારાયણી” (women) એમ કહેવાય છે, પણ શું ખરેખર એવુ છે ખરું?

priscilla du preez VzqEavUGnss unsplash

દરેક જગ્યાએ (women) “સ્ત્રી સશક્તિકરણ” આ શબ્દ વધું સાંભળવા મળે છે, પણ સાંચુ કઉ તો આજે જેવો સમય છે તેને ધ્યાનમાં રાખતાં “ સ્ત્રી સશક્તિકરણ” ની નહિ પણ “સ્ત્રી જાગૃતિકરણ” ની જરૂર વધારે જણાય છે.

આજ ના ૨૧મી સદીના સમયમાં સ્ત્રીને (women) એક મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. દરેક સ્તરે આજે સ્ત્રીઓ જોવા મળે છે. વૈદિક સાહિત્યમાં સ્ત્રીનું સ્થાન પુજનીય અને સમ્માનનીય હતું, પરંતુ શું આજ ના ૨૧મી સદીના સમયમાં સ્ત્રીઓનું એ સ્થાન એવું જ પુજનીય છે જે પહેલાના સમય માં હતું? શુંઆજે પણ સ્ત્રીઓ માટે એજ સમ્માન છે જે પહેલાના સમયમાં હતું?

આજે આ વિચાર આપણને ઊંડે સુધી તરતા મુકી દેય છે. હું પોતે પણ એક સ્ત્રી (women) છું એટલે હું પણ આ વાત ઘણી સારી રીતે સમજી સકુ છું. આજે આપણને આપણી આસપાસ અને દરેક જગ્યાએથી કંઈક ને કંઈક એવી ઘટનાઓ કાને પડે છે કે જે આપણને અંદરથી તોડી નાખે છે, ડરાવી મૂકે છે. આજે વ્યક્તિએ ગરીદંગી ની બધી જ હદો વટાવી દીધી છે. “નારી તુ નારાયણી” એમ કહેવાય છે, પણ શું ખરેખર એવુ છે ખરું? આજે જો કોઈ સ્ત્રી કઈ પણ કાર્ય કરવાં માંગે તો એને એના ઘરેથી જ રોકી દેવામાં આવસે. એને કહેવામાં આવસે કે તું ઘરનું કામ કર એ જ તારા માટે યોગ્ય છે. સ્ત્રી જો ઈચ્છે ને કે ના મારે આ કામ કરવું જ છે તો પછી દુનિયાની કોઈ પણ તાકાત એને નઈ રોકી શકે, પણ એ માટે સ્ત્રીને એની અંદર રહેલી તાકાત ઓળખવાની જરૂર છે.

women, pooja shrimali

આજ ના સમયમાં દરેક જગ્યાએ “સ્ત્રી સશક્તિકરણ” આ શબ્દ વધું સાંભળવા મળે છે, પણ સાંચુ કઉ તો આજે જેવો સમય છે તેને ધ્યાનમાં રાખતાં “ સ્ત્રી સશક્તિકરણ” ની નહિ પણ “સ્ત્રી જાગૃતિકરણ” (women)ની જરૂર વધારે જણાય છે. કારણ કે આજે સ્ત્રી સશક્ત તો છે જ ફક્ત તેને જાગૃત થવાની જરૂર છે. અને એવું ત્યારે જ બનસે જ્યાંરે દરેક સ્ત્રી પોતાના હક માટે અવાજ ઊઠાવતી થશે,પોતાના હક માટે લડતી થશે.

કોઈના હાથની કતપૂતલી બનીને જીવો એના કરતાં પોતાના જીવન નું લક્ષ્ય જાતે જ બનાવો. જે કંઈ પણ ઘટનાઓ આજે બની રહી છે તે તો સતયુગ માંથી ચાલતી જ આવી છે. દ્રૌપદી નું જ્યારે ભરી સભામાં ચીરહરણ કરવામાં આવ્યું ત્યારે તેના પાંચ પાંચ પતિઓ ત્યાં એ સમયે હાજર હતાં, છતાં પણ એ પોતાની પત્ની સાથે એ કુકર્મ થતાં ના રોકી શક્યાં અને દ્રૌપદીને અંતે પોતાની રક્ષા માટે ભગવાન કૃષ્ન ને બોલાવા પડ્યાં હતાં.

એ સતયુગ હતો એટલે ભગવાન કૃષ્ન એ આવીને દ્રૌપદીની મદદ કરી હતી, પરંતુ આપણે આપણી મદદ જાતે જ કરવાની છે, પોતાની રક્ષા સ્વંયમ કરતા શીખવાનું છે. એવી ઘણી છોકરીઓ છે જેમની સાથે ઘણું ઘણું ખરાબ થયું છે જેનો એમણે વિરોધ કરીને પોતાના માટે ન્યાય માંગ્યો છે. એક વાર ખાલી તમે પોતાના હક માટે અવાજ ઊઠાવી ને દેખો તમારી પાછલ બીજા દશ લોકો ઊભા થશે તમારો સાથ આપવાં માટે.

Whatsapp Join Banner Guj

આ વાત પણ એક એવી જ છોકરી ની છે. ૧૬ મી ડિસેમ્બર ૨૦૧૨ ની રાત્રે પણ કંઈક એવું જ બન્યું હતું. એક છોકરી રાતના સમયે એના મિત્ર સાથે પિચ્ચર જોઈને આવતી હતી. તે તેના મિત્ર સાથે બસ સ્ટેશન પર ઊભી હતી. ત્યાં એક બસ આવીને ઊભી રઈ, તે બંને તે બસમાં ચડી ગયાં. એ બસમાં વધારે ભીડ નહોતી. બસમાં જે અમુક લોકો હતાં તેમણે એક એક કરીને પેલી છોકરી સાથે બત્તમિઝી કરવાની ચાલું કરી. એ લોકો છોકરીને જેમ તેમ બોલવાં લાગ્યા એટલે છોકરી સાથે જે પેલો છોકરો હતો એણે પેલા લોકોને એવું કરવાથી રોકવાની કોશિશ કરી પણ એ છોકરો એકલો હતો અને પેલા લોકો ઘણાં બધાં હતા, એટલે એ લોકો આગળ એ છોકરાનું કઈ ચાલ્યું નહિ. એ લોકોએ ચાલું બસમાં પેલા છોકરાને મારવાનું શરૂ કર્યું, એટલે પેલી છોકરી વચ્ચે પડી અને એના મિત્રને બચાવાની કોશિશ કરવાં લાગી.

ત્યારે પેલા લોકો માંથી અમુક એ છોકરીને બશની છેલ્લી સીટ ઉપર ખેચીને લઈ ગયાં અને એની ઉપર એક પછી એક વારા ફરતી બંધાએ દુષ્કર્મ ગુજાર્યા. લગભગ એક કલાક સુધી બશ ફરતી રહીં પછી એ લોકોએ એક જગ્યાએ બશ ઊભી રાખી અને તે છોકરા અને છોકરીને રસ્તાના છેડે ફેકી દિધાં. ખાસી વાર સુધીં તે બંને ત્યાં જ પડી રંહ્યા, પછી કોઈક ત્યાંથી જતું હતું ત્યારે છોકરાએ બૂમ પાડીને એ ભાઈને બોલાવ્યાં. એ ભાઈ દોડતા દોડતા ત્યાં આવ્યાં અને એ બનેની એવી હાલત જોઈને તરત પોલીસ ને ફોન કરીને બોલાવી. એ સમયે છોકરીના શરીર ઉપર કપડા નહતા અને તે ભાનમાં પણ નતીં એટલે પોલીસે આવીને પેલા એને કપડું ઓઢાડ્યું અને તરત જ તેને અને તેનાં મિત્રને દવાખાને પહોચાડવામાં આવ્યાં. તે છોકરીને જ્યારે દવાખાને લાવવામાં આવી ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી.

આ વાત થોડી જ વાર માં આગની જેમ ફેલાઈ ગઈ. આ બધું થયા પછી એ છોકરીએ પોતાના ઉપર થયેલા અત્યાચાર ની ખિલાફ અવાજ ઉઠાવવાનું નકકી કર્યું. આ વાતની જાણ થતાં દરેક જગ્યાએથી દેશની જનતા તેની આ લડાઈ માં તેની સાથે આવી. આ સમયે તે છોકરીની હાલત ખૂબ જ ગંભીર હતી. તે સમયે તે છોકરી દવાખાના ના બેડ ઉપર જીવન અને મૃત્યુ સામે લડતી હતી ત્યાં બીજી બાજુ દેશભરની જનતા તેના માટે પ્રાથના કરતી હતી અને લડી રહી હતી. ૨૯ ડિસેમ્બર ૨૦૧૨ ના રોજ જ્યાં લોકો નવા વર્ષની તૈયારીઓ કરતાં હતાં ત્યાંરે એ છોકરીએ એની આંખો હમેશાં માટે બંદ કરી લીધી, એક માતા – પિતાએ એમની ૨૩ વર્ષની પુત્રીને ગુમાવી દીધી.

women protest

દરેક લોકો માં માહોલ એકદમ ગમગીન બની ગયો. દેશભર ના લોકોએ રસ્તા ઉપર કેન્ડલ માર્ચ નીકાળ્યાં, પોસ્ટરો લઈને આરોપીઓને સજા અપાવવા માટે અને તે છોકરીને ન્યાય મળે તે માટે અનેક રીતે રસ્તાઓ પર પ્રદશનો કર્યા. આમ ને આમ આ કેશ કોર્ટ સુંધી પહોચ્યો.એક એક કરીને તેના દરેક આરોપીઓને પકડી લેવામાં આવ્યાં. આ બધું થયાં પછી થોડો ટાઈમ લોકોએ આના ઉપર ધ્યાન આપ્યું, પછી લોકોનું ધ્યાન એના ઉપરથી હટવા લાંગ્યુ. કોર્ટમાં કેશ શરૂં થયો, કેશની સુનાવણીની તારીખો પર તારીખો બદલાતી રઈં. લોકો આ વાત તરફથી ધીરે ધીરે વળવાં લાગ્યાં. સાત વર્ષ સુધી આ કેશ ચાલ્યોં. સાત વર્ષ સુધી એ છોકરીને ન્યાય માટે રાહ જોવી પડી.

hung
pic credit: google

જ્યાં સુધી ન્યાય ના મલ્યો ત્યાં સુધી એ છોકરીના માતા – પિતા લડતા રહ્યાં. તેમના આ ઈંતજાર નો અંત આખરે ૨૦ માર્ચ ૨૦૨૦ ના રોજ આવ્યો,જ્યારે આરોપીઓને ફાંસીની સજા સંભળાવાં માં આવી, અને તે છોકરી અને તેના માતા – પિતાને ન્યાય મળ્યો. આમ, એ છોકરીને ન્યાય મળ્યો.
એ છોકરીએ ન્યાય માટે અવખજ ઊઠાવ્યો, અને એને ન્યાય મળ્યો. તેવી જ રીતે જો તમારી સાથે કઈ ખરાબ થઈ રહ્યું છે, તો જરૂર છે તેના માટે અવાજ ઊઠાવવાની. આજે જો કોઈ છોકરી સાથે કઈ ખોટું થાય તો તેના માતા – પિતા એને એનું મો બંદ રાખવાં કહે છે, તેની સાથે કઈ થાય તો તેના માટે અવાજ ઊઠાવાનું નંથી શીખવતાં.

ખરેખર તો માતા પિતાએ તેમની પુત્રીને ચાંદ જેવી નઈ, પણ તલવાર જેવી બનાવવી જોઈએ કે જેથી જો કોઈ તેમની ઉપર નજર નાખે તો તેમની આંખો કાઢીને હાથમાં આપી દેય,ખરા અર્થે સ્ત્રી જાગૃત ત્યાંરે થશે.

આ પણ વાંચો…વાંચો, કોરોના (corona) મહામારીના આરંભથી રસીકરણ સુધીનો સંપૂર્ણ અહેવાલ