nikhita s NsPDiPFTp4c unsplash

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ : વો સુબહ કભી તો આયેગી.. : ડૉ. શિરીષ કાશિકર

Shirish Kashikar
ડૉ. શિરીષ કાશિકર

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ

આમ તો ડૉ. કસ્તુરીરંગનની અધ્યક્ષતામાં બનેલી નિષ્ણાતોની સમિતિએ જ્યારે રાષ્ટ્રીય શિક્ષણનીતિનો ડ્રાફ્ટ સરકાર સમક્ષ પ્રસ્તુત કર્યો ત્યારે જ એક નવા સ્વતંત્ર, નિર્ણાયક શિક્ષણ યુગનો પ્રારંભ થઈ ગયો હતો. ૩૪ વર્ષના સમયગાળા પછી હવે લાંબાગાળાની વિધર્યનીતિ શિક્ષણ નીતિ ભાવિ ભારતનો મજબૂત પાયો નાખશે. એવી અપેક્ષા અસ્થાને નથી. આમ તો આ નવી શિક્ષણનીતિને શાળાકીય શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ એમ બે ભાગમાં અચૂકપણે વહેંચવામાં આવી છે. ત્યારે આપણે આ નીતિ વર્તમાન અને ભવિષ્યમાં શું પરિવર્તનોની શક્યતા લાવે છે

તેના પર વાત કરીએ. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણક્ષેત્રે હાલમાં પ્રવર્તતી નીતિઓમાં રહેલી ખામીઓને દૂર કરી તેને વધારે વિદ્યાર્થીલક્ષી અને રોજગારલક્ષી બનાવવાનો પ્રયાસ થયો છે. સાથે સાથે આવનારા સમયમાં આવનારાં પરિવર્તનો, નવી શિક્ષણનીતિને સુચારુ સ્વરૂપે અમલીકૃત કરી શકે તેવા તાલીમબદ્ધ શિક્ષકોની તાલીમ, સંશોધન અને લિબરલ શિક્ષણ પર મુકાયેલો ભાર અને વિશેષ તો સમગ્ર નીતિના કેન્દ્રમાં રહેલાં ભારતીયતાનાં મૂલ્યો એ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાનું કેન્દ્રબિન્દુ બની રહેશે.

Photo by Jonas Jacobsson on Unsplash

આ નવી નીતિના નિર્ધારકોએ એ માન્યું છે કે ઉચ્ચ શિક્ષણ બંધારવાના પરિપ્રેક્ષ્યમાં ભારતને એક લોકતાંત્રિક, ન્યાય સામે સમકક્ષ, સામાજિક અને વ્યક્તિગત સમજથી પરિપૂર્ણ, સાંસ્કૃતિક અને માનવીય રૂપમાં સુદૃઢ એવા રાષ્ટ તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. તેનું લક્ષ્ય અવનવી શોધો અને સંશોધનના વિકાસ માટે કેન્દ્રની સ્થાપના કરવાનું છે, જે વ્યક્તિઓને પ્રબુદ્ધ કરવાની સાથે દેશને સામાજિક, સાંસ્કૃતિક, કલાત્મક, વૈજ્ઞાનિક, ટેકનિકલ અને આર્થિક રૂપમાં આગળ વધવામાં મદદ કરી શકે. તેઓ વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, કલા, સાહિત્ય, દ્રવ્યસાત્વિક શિક્ષણ, ટેક્નિકલ શિક્ષણ જેવા વિષયને સામેલ હોય. તેનો ઉદ્દેશ માત્ર નોકરી કરનારાઓની ફૌજ ઊભી કરવાનો નથી પણ આવનારા સમયમાં આવનારાં પરિવર્તનોને પારખીને નવી તકો ઊભી કરનારા, તકો ઝડપનારા યુવાનો તૈયાર કરવાનો છે. આવનારા સમયમાં ટેકનોલોજી અને ઓપરેશનનો પ્રભાવ વધવાનો છે ત્યારે એકથી વધુ કૌશલ્ય ધરાવતા યુવાનોની પેઢી તૈયાર કરવાની જવાબદારી નવી શિક્ષણનીતિ અને તેનું અમલીકરણ કરનારાઓ પર છે. હાલની સ્થિતિમાં ઉપલબ્ધ ડેટા અનુસાર ૮૦૦થી વધારે યુનિવર્સિટીઓ અને ૪૦,૦૦૦થી વધારે કોલેજો / સંસ્થાઓ દેશમાં છે પણ ૨૧મી સદીની માંગોને અનુરૂપ શિક્ષણ અને કૌશલ્યવર્ધન કરી શકે તેવી સંસ્થાઓ જૂજ છે.

આના માટેનું એક કારણ વર્તમાન નીતિમાં રહેલી શૈક્ષણિક જડતાને આપવામાં આવે છે જે એક રીતે યોગ્ય પણ છે. આપણા દેશમાં એન્જિનિયરિંગ ભણનારા વિદ્યાર્થીને કલા અને રાજનીતિ સાથે કંઈ લેવા-દેવા ન હોય તેનું આ વ્યવસ્થામાં ખાસ ધ્યાન રખાય છે જે તેના માટે અન્યાયકારી છે. થવું જોઈએ તેનાથી બિલકુલ ઊંધું આ વિદ્યાર્થીએ સાથે સાથે પોતાના મૂળ અભ્યાસક્રમ સિવાય કળા, આશિષ, સમાજવિજ્ઞાન સિદ્ધાન્ત વિજ્ઞાન સહિતના વિષયો પણ ભણવા જ જોઈએ. તેનો જીવન પરત્વેનો એક દૃષ્ટિકોણ ખીલવવા માટે આ અત્યંત જરૂરી છે. આવી સ્થિતિમાં નવી શિક્ષણનીતિમાં સુધારવામાં આવેલા બે મહત્ત્વના મુદ્દા ગેમ ચેન્જર બની રહેશે. પ્રથમ મુદ્દો જે પ્રકારે દેશના વિવિધ વિશ્ર્વ વિદ્યાલયો અને કોલેજોમાં ગુણવત્તાપૂર્ણ સંશોધનની કમી છે તેને દૂર કરવા એક રાષ્ટ્રીય સંશોધન સંસ્થા (NRF) ગઠિત કરાશે. જે ફન્ડિંગ અને મોનિટરીંગ એજન્સી તરીકે કામ કરશે. નાનાં મોટાં સંશોધનોથી લઈ તમામ અભ્યાસક્ષેત્રોમાં સંશોધનને બળ મળે તે માટે પ્રયાસો થશે. વિશ્ર્વ વિદ્યાલયો અને કોલેજોને ધીરે ધીરે સ્વાયત્તતા અપાશે, જેની પરિવાર સંશોધન પ્રક્રિયા વધુ ઝડપી બનશે. વિશ્ર્વ વિદ્યાલયોને શિક્ષણ, શિક્ષણ અને સંશોધન અને માત્ર સંશોધન એમ  વહેંચીને આ મહત્ત્વપૂર્ણ કાર્યને પરિણામલક્ષી બનાવાશે.

Class room student

બીજો મુદ્દો છે લિબરલ એજ્યુકેશનનો. આ વ્યવસ્થામાં વિદ્યાર્થી કોઈપણ વિષયમાં કોઈપણ વિદ્યાલયમાં ભણી શકે તેવી વ્યવસ્થા રહેશે. વિષયની પસંદગી વિદ્યાર્થી કરી શકશે. ત્રણ વર્ષ સુધી ભણનારને ગ્રેજ્યુએટની અને ચાર વર્ષ અભ્યાસ કરનારને ઓનર્સની ડિગ્રી મળશે. વચ્ચેથી અભ્યાસ છોડનારી વ્યક્તિ  પણ તેણે જેટલાં વર્ષ અભ્યાસ કર્યો હશે તે પ્રમાણે સર્ટિફિકેટ કે ડિપ્લોમા મળશે. ખાસ તો ભારતીય વિચારધારા અને ભારતીય મૂલ્યોનો અહીં સમાવેશ આવનારી પેઢીને પોતાના દેશ સાથે મજબૂતાઈથી જોડશે તેવી અપેક્ષા ચોક્કસ છે.

Reporter Banner FINAL 1