shubham bochiwal BYYu5nvQoUM unsplash

Happy holi-dhuleti: દેશ એક રાજ્યો અનેક, વિવિધ રંગોની વચ્ચે પણ તહેવાર એક

Banner Pooja

Happy holi-dhuleti: હોળીનો આ તહેવાર એમ તો બે દિવસનો હોય છે, પણ લોકો તેની ઊજવણી પહેલાથી જ શરૂ કરી દે છે. પહેલા દિવસને હોલિકા દહન તરીકે ઓળખવામાં આવે છે, અને બીજા દિવસને ધુલેટી કહે છે

ભારત દેશની અંદર વિવિધતા માં એકતા જોવાં મળે છે. તેવી જ રીતે આપણાં દેશમાં તહેવારો પણ એકસાથે મળીને ઊજવવામાં આવે છે. એ પછી ભલે કોઈપણ ધમઁનો કેમ ના હોય. દરેક લોકો અનેક તહેવારોની આતુરતાથી રાહ જોતાં હોય છે, અને એમાયે ખાસ તો દિવાળી અને હોળીની તો વધારે જ. ફાગણ મહીનો બેસતાની સાથે જ દરેક લોકો હોળીની તૈયારીઓ ઊત્સુકતાથી ચાલું કરી દેય છે. હોળીના તહેવાર વિશે તો આપડે સૌ સારી રીતે પરિચિત છીએ. ભાગ્યે જ કોઈક એવું હસે જે આ તહેવાર થી અપરિચિત હસે. ચાલો જે લોકો જાણે છે એમના માટે સારી વાત કહેવાય, અને જે લોકોને આ તહેવાર વિશે નથી ખબર એમણે ખરેખર આના વિશે જાણવું જોઈએ. આ તહેવાર સાથે પણ એક કથા જોડાયેલી છે.

Happy holi-dhuleti

હોળીનો આ તહેવાર એમ તો બે દિવસનો હોય છે, પણ લોકો તેની ઊજવણી પહેલાથી જ શરૂ કરી દે છે. પહેલા દિવસને હોલિકા દહન તરીકે ઓળખવામાં આવે છે, અને બીજા દિવસને ધુલેટી કહે છે. આ તહેવારને અલગ અલગ જગ્યાંએ અલગ અલગ રીતે ઊજવવામાં આવે છે. બરસાના માં લઠ્ઠમાર હોળી રમવામાં આવે છે. તેમાં સ્ત્રીઓ પુરુષો પછાડી લાકડી લઈને મારવા દોડે છે. જો આવી હોળી આપણાં ત્યાં થતી હોય તો આપણા ત્યાંની બધી સ્ત્રીઓ પુરુષોને આમ જ માર મારીને સીધા કરી નાખે. શાંતિનિકેતનમાં સાંસ્કૃતિક નિદશઁન કરીને હોળી મનાવે છે. મથુરા અને વૃંદાવનમાં રાસલીલા કરીને હોળી ઊજવાય છે.

Whatsapp Join Banner Guj

ઊદયપુરમાં રોયલસ્ટાઈલ હોળી ઊજવાય છે. અમદાવાદમાં દહીહાંડી ફોડીને હોળી ઊજવવામાં આવે છે. ગોવા માં કોકરણી શૈલીથી હોળી ઊજવાય છે. દિલ્લીમાં રાઉડી સ્ટાઈલ હોળી મનાવવામાં આવે છે. જયપુરમાં શાહી હાથીઓને શાહી ઢબથી રંગીને હોળીનો ઊત્સવ મનાવવામાં આવે છે. મનિપુરમાં યોશાંગ તહેવારની જેમ હોળી ઊજવાય છે. બીજી અનેક જગ્યાંએ આવી જ કંઈક હટકે અને અલગ રીતે હોળીનો તહેવાર ઊજવવામાં આવે છે.

Happy holi-dhuleti
pic credit : google

અમુક લોકો તો આ તહેવારને પણ ખાઈ-પીને જલસા કરીને અને ડીજે ઉપર આખો દિવસ ગીતો વગાડીને નાચી-કુદીને ઊજવે છે. આપણા ત્યાં હોળીના (Happy holi-dhuleti) તહેવારને એક બીજાને અબીલ ગુલાલ અને એવા જ બીજા રંગોને એકબીજાને લગાડીને ઊજવવામાં આવે છે. ગામડાની અંદર કેસુડાનાં ફૂલોને પાનીમાં પલાડીને પછી તેનાથી હોળી રમવામાં આવે છે. આવી જ અનેક રીતે આપણાં જીવનમાં પણ હોળીનો તહેવાર અનેક ખુશીઓના રંગ ભરી દેય છે.

અવે તો એવા પાકાં રંગો બજારમાં વેચાયં છે, જે કેટલાય દિવસો સુંધી નીકળે જ નહિ. અમુક એવા કૅમિકલ વાળાં રંગો પણ આવે છે કે જેના કારણે વ્યક્તિની ચામડી પર બળતરાં થાય છે, કે પછી એનાં કારણે બીજી કોઈ તકલીફ ઊભી થાય છે. કોઈક લોકો તો ધુલેટી નાં દિવસે દારૂ પીને ફુલ સ્પીડમાં બાઈક કે ગાડી ચલાવે છે, અને એક્સીડન્ટં કરી બેસે છે, અને પોતાના જીવની સાથે સાથે બીજાના જીવ ને પણ મુસીબતમાં મુંકી દેય છે.

Happy holi-dhuleti

હોળીના તહેવારનો (Happy holi-dhuleti) ખાસ ઊદૈશ્ય તો પોતાની અંદર રહેલી ખરાબ વૃતિને હોલિકાની અગ્નિમાં હોમી દંઈ એક સારી ઊજાઁનો પોતાની અંદર સમાવેશ કરવો એમ છે, પણ અમુક લોકો એને પોતાની મોજ-મસ્તીનો પવઁ માની લેય છે. આ વખતે તો કોરોના નાં વધતા કેસોને કારણે સરકારે હોળી નો તહેવાર ઊજવવાં પર પાબંદી લગાંવી છે, અને રંગો વેચવાં ઉપર પણ પ્રતિબંધ મુંક્યો છે. જેના કારણે રંગો અને પીચકારીના વેપારીઓને પણ એમના ધંધાકીય ક્ષેત્રે માઠી અસર થયેલી જોઈ શકાય છે. આ સમયે આપણે તહેવાર ની ખુશી તો માણવાની જ છે પરંતુ કોરોના ની ગાઈડલાઈન્સનું પણ પુરે પુરૂં ધ્યાન રાખવાંનું છે.

કારણ કે સરકારનું કદાચ એવું માનવું છે કે કોરોના તહેવારમાં ભેગા થવાંથી થઈ શકે છે પણ ચુંટણીના પ્રચાર માં ભેગાં થવાથી નહિં થાય. એટલે આપણે એ વાત યાદ રાખીને તહેવાર ઊજવવાનો છે કે કોરોના હજી આપણી વચ્ચે જ છે. તેથી કોરોનાની ગાઈડલાઈન સાથે હોળીનો પાવન તહેવાર આપણે સૌએ સાથે મળીને ઊજવવાનો છે. પોતાની અંદરના ખરાબ વિચારોને હોળિકાની અગ્નિમાં શ્ચાહાં કરીને સારાં વિચારો પોતાનાં જીવનમાં આચરવાંના છે. (ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

આ પણ વાંચો…આ જાતક પોતાની આસપાસ નકારાત્મકતા અનુભવ કરે છે, પણ મનને હાલ શાંત રાખવાની જરુર છે આવો જાણીએ ટેરોકાર્ડ (Tarotcard) દ્વારા અન્ય રાશિ વિશે