Ek Vaat mahatmani Part 8

”એક વાત મહાત્માની” અંક ૮ : ગાંધીનું સર્વોદય

Hiren Banker
હિરેન બેન્કર
પીએચડી રિસર્ચ સ્કોલર.અમદાવાદ
Ek Vaat mahatmani Part 8

મહાત્મા ગાંધીએ વર્ષ ૧૯૨૨માં હિન્દુસ્તાન માટે સર્વોદયનો વિચાર પુસ્તક રૂપે આપ્યો હતો જે જોન રસ્કિનનાં “અનટુ ધીસ લાસ્ટ” પુસ્તકનાં વાંચન પછી રજુ કરવા આવ્યો હતો. “સર્વોદય” નામ જ તેનો ગહન, ઊંડો વિચાર અને હેતુ રજુ કરે છે જે સર્વેનું કલ્યાણ- સર્વેનો ઉદય, ”છેવાડાનાં માનવીનો ઉદય” એમ થાય છે. ગાંધીજીએ મહાન રસ્કિનનાં લખાણની મહતા જણાવી કહ્યું છે કે તેમના વિચારો પર બધા ચાલે એવી આશા રાખું છું  બહુ નહિ પણ જુજ વાંચનાર પર તેમાંથી સાર પોતાના જીવનમાં ઉતારે તો હું માનીશ કે અમારી મહેનત ફળી છે. તેઓ માનતા હતા કે પશ્ચિમ દેશમાં સાધારણ રીતે સુખને માત્ર શારીરિક, પૈસાનું સુખ ગણવામાં આવે છે આ પ્રકારનું સુખ મેળવવામાં નીતિનિયમોનો ભંગ થાય તો કયાંક દરકાર પણ લેવામાં આવતી નથી.  

શારીરિક અને પૈસા એ જ સુખ છે એવો કુદરતનો કોઈ નિયમ નથી. અને જો તે મેળવવા માટે કોઈ પણ પ્રકારનાં નિયમનો ભંગ થાય તો તે કુદરતનાં નિયમ વિરુદ્ધ છે. જોન રસ્કિનએ જુદા જુદા ધંધામાં કેવી રીતે વર્તવું તેનો ચિતાર આપ્યો હતો .ગાંધીજીનાં માટે માણસ ઘણી ભૂલ-થાપ ખાય છે. જે અરસપરસની લાગણીનો વિચાર કર્યા વગર માત્ર રોબટની જેમ કામ કર્યા કરે છે. જો વ્યાયામનો શિક્ષક માણસનાં શરીરને માત્ર માંસનો બનેલ છે અને હાડપીંજર ને અવગણીને નિયમો બનાવે તો ભલે એ નીયમો સાચા હોય પરતું હાડપીંજરવાળા માણસ પર લાગુ થઇ શકે નહિ. માણસનાં માંસ અને હાડપીંજરને અલગ કરીને વિચારનારા લોકો વ્યવહાર માટે પણ જીવ-આત્મા-રૂહ-લાગણીને અવગણીને માણસ વિચારે તો તેવા નિયમો લાગુ પડી શકે નહિ.આવું શાસ્ત્ર એ અર્થ શાસ્ત્ર નથી. નોકર અને શેઠ બંનેનો સ્વાર્થ એક જ દિવસમાં હોય છે, એકબીજાના દુન્વયી –પૈસાનો સ્વાર્થથી એકબીજાથી સામા થવાની જરૂર નથી. જેમ એક ભૂખમારા વાળા ઘરમાં એક માતા અને પુત્ર હોય અને એક જ રોટલી હોય તો માતા પોતે મોટો ટુકડો ખાતી નથી તેજ પ્રમાણે માણસો વચ્ચેનો સંબધ ખૂટે છે.ઘણીવાર એવું બને કે માત્ર સ્વાર્થને મહત્તા આપીને આપણા અને પશુમાં કોઈ અંતર ન રહેતું નથી.

નીતન્યાયનાં કાયદા- નિયમમાં અરસપરસ લાગણીનો સમાસ થી જાય છે. શેઠ અને નોકરનાં સંબધનો આધાર લાગણી પર રહે છે. નોકર ચોક્કસ રકમ માટે પોતાના જીવનનો સમય શેઠને આપે છે. શેઠ જોઈએ આકરું કામ લઇ શકે અને નોકર વધારે પગાર મળે તો અન્ય જગ્યાએ કામે જઈ શકે તેમ અર્થશાસ્ત્રીઓનું માનવું છે પરતું ગાંધીજીનાં મતે કોઈ યાત્રિકતંત્ર નથી તેમાં આત્મા છે લાગણી છે આને અવગણવામાં આવે તો બધા અર્થશાસ્ત્રીઓ નિયમો ઉધા પડે.  શિક્ષકનો કામ પગાર મેળવવનું નથી શિક્ષણ આપવાનું છે. વેપારીનો ધંધો નફો રડવાનો નથી પણ માલ પૂરો પાડવાનો છે બન્ને ને પગાર અને નફો મળે ન મળે અને તોય પોતાની ફરજ પર બન્યો રહે ત્યારે તે વેપારી-શિક્ષક ઉત્તમ માનને લાયક છે.

ગાંધીજીએ પોતાનાં વિચાર સર્વોદયમાં રજુ કરતા જણાવ્યું છે “જે આપણે સોનુરૂપુ ને ખરી દોલતને ગણીએ છીએ પરતું ખરી દોલત તો માણસ પોતે છે”  પૈસો જ્યાં પરમેશ્વર છે ત્યાં ખરા પરમેશ્વરને કોઈ પૂજાતું નથી. દોલત અને ખુદાને અણબનાવ છે. ગરીબના ઘરમાં ખુદા વસે છે. તવંગર અને ગરીબ બંને એક સરખા છે ખુદા તેઓનો પેદા કરનાર છે.એટલે કોઈ કોઈને ઊંચોનીચો કહી શકે તેવું નથી. જયારે આ સરખાપણાનો ભાવ જતો રહે ત્યારે વિપરતી પરિસ્થિતિઓ જન્મ લે છે.

સર્વોદય એટલે છેવાડાનાં માનવીને પણ પુરતો ન્યાય મળે. સ્વરાજનો ખરો અર્થ પોતાની ઉપર કાબુ રાખીને પોતે નીતિ જાળવી માં બાપ , સ્ત્રી, બાળકો, પડોશીઓ દરેક તરફ ફરજ બજાવે.ખરું સ્વરાજ નાશ કરનાર ઈલાજો, કારખાના નહિ પરતું ખરા રસ્તે ઉદ્યમથી આવશે. હિન્દુસ્તાનની ભૂમિ પણ માણસો બદલાયા(અંગ્રેજો) છે ભૂમિ તેની તે જ  છે. ભૂમિ સુવર્ણ હતી કેમકે લોકો સુવર્ણરૂપ હતા. સુવર્ણ બનવા માટે “સત્ય”નાં સદગુણોને આપનાવા પડશે અને હિન્દીઓ જો સત્યનો આગ્રહ રાખશે તો સ્વરાજ હિન્દુસ્તાનને ઘરે બેઠા આવશે. (ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)     

Reference: ગાંધી આત્માકથા, એની સ્કાર્ફ, લુઇ ફિશર, સોમાભાઈ પટેલ, મગનભાઈ નાયક લિખિત પુસ્તક અને ગાંધી સાહિત્ય,.

ક્લિક કરો અને આગણ વાંચો.. અંક ૯  : સત્યાગ્રહનું સાધન- ચપટી મીઠું