part 5Jail yatra

“એક વાત મહાત્માની” અંક ૫ : પ્રથમ જેલયાત્રા

Hiren Banker
હિરેન બેન્કર
પીએચડી રિસર્ચ સ્કોલર.અમદાવાદ
part 5Jail yatra

આફ્રિકામાં થઇ રહેલા હિંદીઓ સાથેનાં અન્યાયને સામે એક પ્રબળ આવાજ બને અને સરકારની નીતિન પગેલે હિંદી ભાઈ-બહેનોને પડી રહેલી હાલકી અને હાડમારીની વાત વધુમાં વધુ લોકો સુધી પોહચે એ જરૂરી હતું. સાથોસાથ એક બદલાવ લાવવા માટે તમારા વિચારને લોકો સુધી પોહાચાડવાનાં નિર્ધાર સાથે ડરબનથી૨૨ કિલોમીટર દુર ફિનિક્સની બાજુમાં એક ખેતર પોતાનાં છાપું “ઇન્ડિયન ઓપીનીયન”ની ઓફીસને ત્યાં ખસેડી અને જનજનજાગરણનું કામ વેગવંતુ બનાવ્યું. ટ્રાન્સવાલ ગવર્મેન્ટ દ્વારા વિધાનસભામાં એક ખરડો જે હિંદીઓની મુશ્કેલીમાં વધારો કરી શકે એમ હતો તેનો મુસદ્દો ગાંધીજીએ જોયો ત્યારે તેમણે જોહાનીસ્બર્ગની ઈમ્પિરીયલ થીયેટરમાં ૧૧ સપ્ટેમ્બર ૧૯૦૬માં એક સભા બોલાવી.  ટ્રાન્સવાલ  એશિયાટીક રજીસ્ટ્રેશન એક્ટ (TARA) જેમાં હિંદીઓનાં બાળકો જે આઠ વર્ષથી ઉપરના હોય તેમને ત્યાંના અધિકારીઓ પાસેથી પરવાનો લેવાનો જેમાં તેમના અંગુઠાની છાપો આપી મેળવેલ પરવાનો ક્યાંય પણ મુસાફરી કરતા હોય ત્યારે સાથે રાખવાનો ઉલ્લેખ મુસદ્દાની કલમોમાં કરવામાં આવ્યો હતો, સભામાં સરકારનાં બીલ વિરુધ્ધ જોરદાર ભાષણ થયા અને અંત ઠરાવ કરવામાં આવ્યો કે નામ નોધાવવાના કાયદાનો ભંગ કરવામાં આવશે.

ગાંધીજીએ ભાષણમાં કહ્યું “સરકાર ડહાપણને દેશવટો દઈને બેઠી છે પણ મારો વિશ્વાસ છે કે આપણે કરેલી પ્રતિજ્ઞાને સચ્ચાઈથી વળગી રહેનારા મુઠ્ઠીભર લોકોપણ પડ્યા હશે ત્યાં સુધી આ લડતનું એક જ પરિણામ નક્કી છે – તે આપણો વિજય.”  ગાંધીજીએ આ લડાઈને યોગ્ય- સારું નામ આપશે એને ઇનામની જાહેરાત કરી. ત્યારે ત્યાંના મગનલાલ ગાંધીએ ગાંધીજીને સદાગ્રહ નામ સૂચવ્યું જેનો અર્થ “સાચી વાત માટેનો નિરધાર” પરતું ગાંધીજીએ એ નામમાં સુધારો કરીને “સત્યાગ્રહ” શબ્દ પ્રયોજ્યો. ત્યાંથી સત્યાગ્રહ શબ્દની શરૂઆત થઇ જેને વર્ષો જૂની જુલ્મી અંગ્રેજ સરકારને હિન્દુસ્તાનમાંથી ઉખાડી ફેકી   

ટ્રાન્સવાલ સરકારે કાયદો વિરોધ છતાં પણ પસાર કરી દોધો.એ પહેલા ગાંધીજીને લંડન મુલાકાત બાદ તાર કરીને હૈયા ધારણા આપવામાં આવી હતી કે આ એશિયાવાસીઓ વિરોધી બીલને મંજુરી નહિ અપાય. હવે બે વિકલ્પો હતા એક કાયદા પ્રમાણે નામ નોધાવું કે તેનો વિરોધ કરી નામ રજીસ્ટર કરવાનો વિરોધ કરવો.થોડા ઘણા હિંદીઓ એ પરવાના કઢાવ્યા તેમ છતાં મોટો વર્ગ આની વિરોધમાં હતો છેવટે હિંદીઓ પર નોટીસ નીકળવાનું અને મેજિસ્ટ્રેટ સામે રજુ કરવાનું ચાલુ થયું. ૮ જાન્યુઆરી ૧૯૦૮નાં રોજ ઘણા લોકોને મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરાયા જેમાં મહાત્મા ગાંધી હતા તેમને બે મહિનાની સાદી જેલની સજા કરવામાં આવી. ગાંધીજીનાં જીવનની આ પહેલી જેલયાત્રા હતી જેમાં તમને જોહાનીસ્બર્ગનાં કિલ્લામાં બનેલી જેલમાં રાખવામાં આવ્યા હતા. ગાંધીજીને ૧૯ દિવસના જેલ બાદ તમામ સાથીઓ સાથે મુક્તિ આપવામાં આવી હતી. ઇન્ડિયન ઓપીનીયનમાં ગાંધીજીએ લખ્યું હતું કે  “જેલની કોઠડીમાં હવાની અવરજવર હતી, જેમાં ટોચ પર બે નાની બારીઓ હતી  દિવાલમાં અડધા ખુલ્લા છિદ્રો હતા. ત્યાં કોઈ ઇલેક્ટ્રિક લાઇટ નહોતી. સેલમાં અસ્પષ્ટ દીવો, પાણીની એક ડોલ અને ટીનનો ગ્લાસ, કુદરતી સગવડ માટે એક જંતુનાશક પ્રવાહીવાળી એક ડોલને એક ખૂણામાં મૂકવામાં આવી હતી. અમારા પલંગમાં ત્રણ પાટિયા, ત્રણ ઇંચ પાયાવાળા, બે ધાબળા, ઓશિકા, મેટિંગનો સમાવેશ થતો હતો.”

૨૧ વર્ષના આફ્રિકાનાં જીવનગાળામાં ગાંધીજી ચાર વખત જેલની સજાનું ફરમાન કરવામાં આવ્યું હતું, બે વખત વર્ષ ૧૯૦૮ અને બીજી બે વખત વર્ષ ૧૯૧૩માં જેલની સજા થઇ જેમાં ૧૯૧૩નાં નવેમ્બરમાં નવ મહિના માટે મજુરી સાથેની સજા કરવામાં આવી હતી. સરકારની હિંદી વિરોધી નીતિ અને કાયદાનો ચાલુ જ હતો જેથી જેલમાં ગાંધીજી પાસે સમજુતીની શરતો સાથે જનરલ સ્મટ્સ એડવર્ડ કાર્ટરાઈટને મોકલવામાં આવ્યા શરતમાં હતું કે હિંદીઓ એ મરજિયાત પણે નામ નોધાવે ત્યારબાદ સરકાર આ કાળા કાયદાને રદ્દ કરશે. પ્રથમ વખતનાં જેલયાત્રા બાદ જયારે જોહાનીસ્બર્ગ આવતા જ ગાંધીજીનો વિરોધ થયો લોકોનું કહેવું હતું કે અંગ્રેજો એ કરેલા વાયદાઓનો કોઈ વિશ્વાસ નથી, આપણી સાથે વિશ્વાસઘાત થશે તો શું થાય ?ગાંધીજી એ કહ્યું કે સત્યાગર્હી નિર્ભય રહીને કામ કર્યે જાય છે.

ટોળામાંથી એક પઠાણે ગાંધીજીને કહ્યું કે “અમે સાભળ્યું છે કે તમે અમને દગો દીધો છે પંદર હજાર પાઉન્ડ લઈને તમે કોમને વેચી મારી છે. હું અલ્લાહની કસમ ખાઈને કહું છું કે જે વ્યક્તિ નામ નોધાવવા જશે તેને હું ઠાર કરીશ” ગાંધીજીએ ૧૦મી ફેબ્રુઆરીએ નામ નોધાવવાનું નક્કી કર્યું. અને કચેરી પોહાચ્યા પરંતુ ત્યાં પહેલેથી જ મીર આલમ અને ટોળું તેમને ઘેરી વળ્યું અને પૂછ્યું “ક્યાં જાઓ છો” બાપુએ વિનમ્રતાથી જવાબ આપ્યો ”હું નામ નોધાવવાનાં ઈરાદે કચેરીમાં જાઉં છું” ગાંધીજી હજુ પોતાની વાત પૂરી કરે ત્યાં તો માથા પર જોરથી ડંડાનો ફટકો આવ્યો અને ગાંધીજીનાં મો માંથી રામ શબ્દ નીકળ્યા ત્યાર બાદ ગાંધી મૂર્છિત થઇ જમીન પડ્યા તોય તેમને માર પડતો રહ્યો. ગાંધીજીને નજીકની ઓફીસમાં લઇ જવામાં આવ્યા ભાનમાં આવતા જ તેમણે પૂછ્યું “મીર આલમ ક્યાં છે” લોકોએ જણાવ્યું કે એને બીજા પઠાણો સાથે પાડવામાં આવ્યો છે ત્યારે ગાંધીજીએ તેમને છોડી મુકવા અને તેમના ઉપર કોઈ પણ મુકદ્દમો ન ચલાવવા નથી માંગતાની વાત કહી.મરજિયાત નામ નોધવાની સમજુતીને પ્રમાણિકપણે નિભાવવાની પહેલ કરી.પરતું જનરલ સ્મટ્સએ વચન પાડ્યું નહિ. હમદીયા મસ્જીદ પાસે મોટી કઢાઈમાં બે હજાર કરતા પણ વધુ પરવાનાની ઘાસતેલ છાંટીને હોળી કરી ટ્રાન્સવાલ સરકાર સામે મોરચો ખોલી દીધો.   (ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે)

Reference: એની સ્કાર્ફ, લુઇ ફિશર, સોમાભાઈ પટેલ, મગનભાઈ નાયક લિખિત પુસ્તક અને ગાંધી સાહિત્ય.

ક્લિક કરો અને આગણ વાંચો…અંક ૬ આફ્રિકામાં જીત