Ek Vaat Mahatmani part 14

“એક વાત મહાત્માની” અંક ૧૪: હિન્દ છોડો

Hiren Banker
હિરેન બેન્કર
પીએચડી રિસર્ચ સ્કોલર.અમદાવાદ
Ek Vaat Mahatmani part 14

હિન્દુસ્તાનને “આઝાદ ભારત” તરીકે જોવા દેશના દરેક સ્વાતંત્ર સેનાનીઓ, આગેવાનો અને નાગરીકો ઝંખી રાખ્યા હતા. વર્ષ ૧૯૩૯માં થયેલા પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે ગાંધીજીએ અંગ્રેજો સરકારને ટેકો બોઅરની લડાઈમાં ઘાયલ સૈનિકોને મદદની કામગીરી કરી હતી. હિન્દુસ્તાનમાં ઘણા રાજ્યોમાં કોંગ્રેસની સરકાર સ્થાપયી હતી. પરંતુ જ્યારે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ત્યારે બ્રિટિશરોએ સ્થાનિક નેતાઓની ચર્ચા વિમર્શ કે સલાહ લીધા વિના જ જર્મની સામેના યુદ્ધમાં હિન્દુસ્તાનનાં માણસો અને સાધન-સામગ્રીનો ઉપયોગ શરૂ કર્યો. જેથી હિન્દુસ્તાનનાં લોકોએ આપણા રાષ્ટ્રીય અપમાનજનક લાગ્યું હતું અને તેનો રોષ કઈ જગ્યાએ ઠાલવવામાં આવ્યો. ગાંધીજીની સલાહથી પ્રાંતોમાં કોંગ્રેસની સરકારોએ રાજીનામું આપ્યું. ગાંધીજી માનવું હતું કે કોંગ્રેસ પક્ષ સાથે મહત્વની બાબતમાં પરામર્શ કરવામાં ન આવે ત્યારે તેવા પદ સંભાળવું કે પદ પર બન્યા રહેવું ઉચિત નથી. બીજા વિશ્વ યુદ્ધ વખતે હિન્દુસ્તાન અને અન્ય દેશોની રાજકીય પરિસ્થિતિમાં મોટા પાયે બદલાવો આવ્યા હતા. જાપાન હિન્દુસ્તાન પર હુમલો કરશે. તે વાતથી બ્રિટનનાં સાથી દેશોએ ભારતીયોનું સમર્થન મેળવવા પર દબાણ વધાર્યું હતું. આ કામ માટે ૧૯૪૨માં સ્ટેફર્ડ ક્રિપ્સને ભારત મોકલવામાં આવ્યા. પરતું દેશવાસીઓની માંગ પૂર્ણ સ્વરાજની હતી. જયારે બ્રિટીશ સરકાર તે આપવા માગતી ન હતી. ભારતનો પક્ષ રજુ કરતા મહાસભાનાં આગેવાનોએ ક્રિપ્સનો પ્રસ્તાવ નકારી કાઢ્યો

ક્રિપ્સ મિશનની નિષ્ફળતા બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિએ ઓગસ્ટ મહિનામાં એક અધિવેશન બોલાવ્યું.

“હિન્દ છોડો” મહાઅંદોલન મુહિમની સાક્ષી ૮ ઓગસ્ટ ૧૯૪૨ની એ રાત્રી છે જેમાં મુંબઈમાં યોજાયેલ કોંગ્રેસ અધિવેશનમાં “હિન્દ છોડો” અંગેનો ઠરાવ પારિત કરવામાં આવ્યો હતો. જેમાં હતું કે દેશમાંથી બ્રિટીશ હકુમતનો અંત આવે તે અત્યંત અગત્યનો અને તાકીદનો મુદ્દો છે.પોતાની સ્વાતંત્ર્ય માટેના તેમજ નાઝીવાદ-ફાસીવાદ અને સામ્રાજ્યવાદનાં આક્રમણ સામેના યુદ્ધમાં પોતાની સર્વે સાધન સંપતિ વાપરીને સ્વતંત્ર હિન્દ એ સફળતાને નિશ્ચિત કરશે. મુક્તિ અને સ્વાતંત્ર્ય બીજાને સુપરત ન કરી શકાય તેવા પોતના હકની સિદ્ધી માટે મોટામાં મોટા પાયા પર અહિંસાથી ચાલતી લડતને મજુરી આપવાનું સમિતિ ઠરાવે છે. આ લડતનું સુકાન ગાંધીજી લે એ અનિવાર્ય છે.”  ગાંધીજીએ તે દરમિયાન આપેલું ભાષણ ઐતિહાસિક હતું. ભાષણ સાંભળ્યા ત્યારથી જ સૌએ “આઝાદ” હોવાનો અનુભવ કર્યો હતો.ગાંધીજીએ કહ્યું હતું કે હવે આઝાદીથી અધૂરું કશું જ નહિ ખપે દરેક ભાઈ અને બહેન આઠે પોહર એક જ ધ્યાન કરે કે સવાર સાંજ ખાઉ છું તે આઝાદી માટે. જમું છું તે આઝાદી માટે. અને મરીશ પણ હિન્દની આઝાદી માટે. આજે છુપાઈને કશું કરવું નથી, આ ખુલ્લો બળવો છે. આ લડતમાં ખુલ્લી છાતીએ ગોળીઓ ઝીલવાની છે. એમાં છુપી પ્રવૃત્તિ પાપ છે. છેલ્લે તેમને કહ્યું કે મેં મહાસભાને હોડમાં મૂકી છે અને મહાસભા માટે તો એટલુ જ રહે છે કે “ કરેંગે યા મરેંગે”

ખુલ્લા બળવાને પગલે બ્રિટીશ સરકારે ઓપરેશન ઝીરો અવર અતર્ગત દેશનાં દિગ્ગજ નેતાઓને જુદા જુદા રાજ્યોમાંથી ધડપકડ કરવાની શરૂઆત કરી. ગાંધીજી પણ ધડપકડ કરવામાં આવી તેમને આગા ખાન પેલેસમાં નજરકેદ કરાયા. બાકીના સદસ્યોને અહમદનગર દુર્ગમાં રાખવામાં આવ્યા. કોંગ્રેસને ગેરસંવૈધાનિક સંસ્થા જાહેર કરી તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. આખા દેશમાં વિરોધ ચાલુ થઇ ચુક્યો હતો. દેશના દરેક ભાગમાં હડતાલો-પ્રદર્શનોનું આયોજન થયું. અંગ્રેજ સરકારે હિસંક કાર્યવાહી ચાલુ કરી. જેથી લોકોમાં વધુ રોષ ફાટી નીકળ્યો. લોકોએ સરકારી સંપતિ રેલ્વે, તાર-ડાક વ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી દીધા. સમાચાર પત્રો પર રોક આવી ગઈ. અમદાવાદમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા. અમદાવાદનાં સુધારાઈ કચેરી પર ગાંધીજીએ ફરકાવેલો રાષ્ટ્રધ્વજ ઉતારી લેવામાં આવ્યો, જેથી કચેરી બહાર ટોળેટોળા ઉમટયા કોઈકે ઈજનેર ખાતાનાં મકાન પર પાઈપ લગાડીને  રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. બહાર ઉભેલા ટોળાઓએ ગગનભેદી નારા સાથે હર્ષનાદો ચાલુ કર્યા. કલેકટર મી.ડ્યુક એ વાટાઘાટા બાદ ગાંધીજીએ ફરકાવેલ રાષ્ટ્રધ્વજને પાછો મૂળ સ્થાને ફરકાવ્યો. અમદાવાદમાં વાનરસેનાએ શાળાઓ ન ખુલે એ માટે ૨૫ જેટલી શાળાઓમાં આગ લગાડી હતી. મિલો, સરકારી કચેરીઓ, સરકારી મિલકતોને આગજની થઇ હતી .

દેશમાં થઇ રહેલા હિંસક તોફાનોથી ગાંધીજી ચિંતિત હતા. ૧૦ ફેબ્રુઆરી, ૧૯૪૩ ના રોજ શરૂ થયેલા ઉપવાસ દરમિયાન તેમની હાલત ખૂબ જ નાજુક બની હતી અને આશંકા છે કે તે બચી નહીં શકે. સદનસીબે તેમણે બચ્યાં. જેલમાં આ સમયગાળો ગાંધીજી માટે એક દુ:ખ અને દુર્ઘટનાનો હતો. તેની ધરપકડના છ દિવસ પછી, તેમના સચિવ અને ચોવીસ વર્ષથી સાથીદાર મહાદેવ દેસાઈનું હૃદયની નિષ્ફળતાથી અચાનક અવસાન થયું. ડિસેમ્બર ૧૯૪૩માં, કસ્તુરબા બીમાર પડી ગયા અને પછીના વર્ષે ફેબ્રુઆરીમાં તેમનું પણ અવસાન થયું. કસ્તુરબા મૃત્યુનાં છ અઠવાડિયા બાદ ગાંધીજીને  મલેરિયાનો તીવ્ર હુમલો થયો તબિયત લથડવા લાગી. દેશમાં ચાલી રહેલા તોફાનો અને ગાંધીજીની તબિયતને કારણે અંગ્રેજ સરકાર દબાવમાં આવીને ૬ મેંના રોજ ગાંધીજીને બિન શરતી મુક્ત કરવામાં આવ્યા. દેશની પરિસ્થિતિ ઝડપથી બગડતા ન જોઈ શકતા ગાંધીજીએ વાઇસરોય મળવાનું હ્યું, પરંતુ લોર્ડ વેવેલે તેમને મળવાનો ઇનકાર કર્યો. ગાંધીજી જાણતા હતા કે બ્રિટિશરો મુસ્લિમોની માંગને હિંદુઓ અને મુસ્લિમોમાં વિભાજિત રાખવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે ભારતીય સ્વતંત્રતાની માંગ હવે વિશ્વવ્યાપી પ્રશ્નાર્થમાં આવી ગઈ છે. ભારતના પોતાના વલણ સિવાય અમેરિકા અને અન્ય દેશોએ ભારતને આઝાદી અપાવવા બ્રિટન ઉપર દબાણ કર્યું. ચર્ચિલ આમાંના કોઈપણ અભિગમને ધ્યાને લીધા નહિ ભારત દેશ હંમેશાં બ્રિટિશ માટે સંપત્તિ માટે મદદરૂપ રહ્યું હતું માટે ચર્ચિલ ભારતને છોડી દેવાનો અને બ્રિટન આર્થીક મુશ્કેલી ઉભી કરવા નોહતા માંગતા.

વર્ષ ૧૯૪૫માં જર્મનીના શરણાગતિના બે મહિના પછી  બ્રિટનમાં લેબર પાર્ટી સત્તામાં આવી અને “એટલી” વડાપ્રધાન તરીકે ચુંટાયા જાપાનની હાર બાદ બ્રિટિશ સરકારે જાહેરાત કરી કે ભારતની આંતરિક સમસ્યાઓ હલ થાય તેટલું જલ્દીથી ભારતને સ્વરાજ આપવામાં આવશે.આ ભારતની જીત હતી એક શાંતિપૂર્ણ ક્રાંતિ અને અહિંસાને કારણે બ્રિટીશ સરકારને ઝૂકવું પડ્યું હતું. અને દરેક ભારતીય ચાલુ કરેલી “હિન્દ છોડો” ચળવળ સફળ થઇ હતી.

(ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

Reference: ગાંધી આત્માકથા, એની સ્કાર્ફ, લુઇ ફિશર, સોમાભાઈ પટેલ, મગનભાઈ નાયક લિખિત પુસ્તક અને ગાંધી સાહિત્ય.

ક્લિક કરો અને આગણ વાંચો….અંક: ૧૫ ગાંધીજીનો ધર્મ.

loading…