Ek Vaat Mahatmani Part 15

“એક વાત મહાત્માની” અંક: ૧૫ ગાંધીજીનો ધર્મ.

Hiren Banker
હિરેન બેન્કર
પીએચડી રિસર્ચ સ્કોલર.અમદાવાદ
Ek Vaat Mahatmani Part 15

મહાત્મા ગાંધીએ પોતાના જીવનમાં વિદેશ તેમજ દેશમાં કરેલ ભ્રમણ દરમિયાન ઘણા ધર્મથી પરિચિત થયા તે દિવસોમાં લોકો ધર્મ પ્રત્યે એક રૂઢીચુસ્ત દ્રષ્ટિકોણ ધરાવતા હતા. મહાત્મા ગાંધીજીએ પોતાના ગતિશીલ વિચારોથી પ્રવર્તમાન પરંપરાવાદી નીતિઓની વિરુદ્ધ પોતાનો ગતિશીલ દ્રષ્ટિકોણ આપ્યો અને તેમની વાતનું લાખો ભારતીયોએ સમર્થન કર્યું તેમને આત્મસન્માન અને ગૌરવની ભાવનાને અહિંસક લડતની પૂર્વ શરત ગણાવ્યા. તેમણે ધર્મની મહત્વની વાતને રજુ કરતા કહ્યું કે વિશ્વનો દરેક ધર્મની આત્મામાં એક વાત રહેલી છે પરંતુ તેના સ્વરૂપ જુદા જુદા છે આપણી ઓળખ ધર્મથી થાય છે અને ધર્મની ઓળખ ઇન્સાનથી થાય છે. ગાંધીજી માનતા કે સંસારના દરેક ધર્મ સત્ય અને અહિંસાનીથી જોવામાં આવે અને જે કોઈ પણ ધર્મ આમાં સાચો ન ઉતારે તે ધર્મનો અસ્વીકાર કરવો અને જે આ માપદંડ પર ખરો ઉતરે તેવા ધર્મનો સ્વીકાર કરવો. આપણે આંતરિક શુદ્ધતાવિષે વધુ વધુ વિચારવા બે બદલે ધર્મને માત્ર ખોરાક અને અન્ય બાબત સુધી સીમિત બનાવીને તેની પ્રતિષ્ઠા ઘટાડી છે. આપણે અનેક આંતરિક લાલચથી ઘેરાયેલા છીએ. માનવીના વિચારોમાં પ્રવર્તી રહેલા પાપ અને અસ્પૃશ્યતા આપણને અશુદ્ધ બનાવે છે, સર્વશક્તિમાન ઈશ્વરના દરબારમાં આપણે શું ખાધું-પીધું આબધાથી તમારી ઓળખ થશે નહિ પરંતુ તમે કેવી રીતે અને કેટલા સેવા કાર્ય કાર્ય છે તે પરથી થશે. ગાંધીજીનાં માનવા અનુસાર વિપરીત પરીસ્થીતીમાં અટવાયેલા દુઃખી માનવીને કરેલી સેવાથી ઈશ્વરની કૃપા દ્રષ્ટી તમારા પર રહેશે.

જે પ્રકારે ખોટી વ્યક્તિની કે ખોટી સંગતથી બચવા કામગીરી કરતા હોય છે તે જ રીતે આપણે ખરાબ ખાનપાન અને ઉતેજ્ક દ્રવ્યોનાં સેવનથી દુર રહેવું જોઈએ. ગાંધીજી એ કહ્યું હતું કે બાળપણમાં મને ભૂત-પ્રેત થી ડર લાગતો હતો પરંતુ નાનપણમાં મળેલી “રામનામ જપ”ની શીખથી મારા અંતરમન પર મોટી છાપ પડી અને તેને હવે મારા અંતરમનમાં વિરાટ રૂપ ધારણ કરી લીધું. ઈસાઈ ઈશુ અને મુસલમાન અલ્લાહનું નામનો જપ કરે તો તે પણ આજ પ્રકારની સાંત્વના પ્રાપ્ત કરી શકે છે.શરત માત્ર એક છે કે જાપ માત્ર હોઠથી નહીં પરંતુ અંતરમનથી થવા જોઈએ. ગાંધીજી કહ્યું હતું કે તુલસીદાસ રચિત રામાયણનાં પાઠએ મને શાંતિ આપી છે, કુરાન અને બાયબલનાં પાઠથી પણ ઘણી શાંતિ મળી છે. ગાંધીજીનો ધર્મ પ્રત્યેનો દૃષ્ટિકોણ અન્ય લોકો કરતા સંપૂર્ણપણે અલગ હતો. જે.બી. કૃપલાનીના શબ્દોમાં, “તે ખરેખર ગાંધીજીની રચનાત્મક પ્રતિભા છે જેણે સનાતન ધર્મનું સત્ય અને જૈન ધર્મના અહિંસા નામની બે પરંપરાઓને અસ્પષ્ટ રીતે મિશ્રિત કરી છે. ગાંધીજીના મત અનુસાર ધર્મ અને નૈતિકતા બે અવિભાજ્ય છે.

વર્ષ ૧૮૯૩માં લિખિત પ્રખ્યાત લેખક લીયો ટોલ્સ લિખિત કિગડમ વિધીન યૂ પુસ્તકની ખૂબ મોટી અસર મહાત્મા ગાંધીજીના જીવન પર થઈ હતી. ગાંધીજીનું “વૈષ્ણવ જન તો તેને જ કહીએ” એ ગાંધીજીનાં પ્રિય ભજન છે તેમ પણ અહિસા અને પર પીડાની વાત રજૂ કરવામાં આવેલ છે. તે કોઈની ધાર્મિક શ્રદ્ધા, ભગવાનમાં વિશ્વાસ અને ભગવાનની હાજરીમાં જીવવાથી પ્રેરિત હોવું જોઈએ, તેનો અર્થ સત્ય અને અહિંસામાં ભાવિ જીવનમાં વિશ્વાસ છે. ધર્મમાં લીધેલ વ્રતો અને પાલન ફક્ત વ્યક્તિની આધ્યાત્મિક પ્રગતિને જ નહીં, આધ્યાત્મિકતા, પરસ્પર મદદ અને સામૂહિક મુક્તિના આધારે જીવતા સુમેળભર્યા સમુદાયને પણ સરળ બનાવે છે. તેથી દુષ્ટતા, અસમાનતાઓ અને અન્યાયને દૂર કરવું એ વ્યક્તિની પોતાની ધાર્મિક ફરજોનો ભાગ બની જાય છે. ગાંધીજીએ તો ભગવાનને જ સત્ય અને સત્ય એ જ ભગવાન એમ કહ્યું છે. બાકીનું બધું ક્ષણિક અને ભ્રાંતિપૂર્ણ છે. ભગવાન શંકા વિના સત્યનો ટેકો આપનાર છે. જેમ ભગવાન જીતે છે તેમ સત્ય હંમેશાં વિજય મેળવે છે.વધુમાં ગાંધીજી કહે છે “મારા માટે ભગવાન સત્ય અને પ્રેમ છે. ‘ ‘છેવટે, તેઓએ પોતાના નિષ્કર્ષને સત્ય એ ભગવાન છે તેમ જણાવ્યું. જે તેમને ખૂબ સંતોષ આપશે. જો આપણે સત્યને ભગવાન તરીકે સમજવા માંગતા હોવ તો, પ્રેમ અને અહિંસા એકમાત્ર અનિવાર્ય સાધન છે. આપણે કહી શકીએ કે ગાંધીજીનો ધર્મ તો ભગવાન દ્વારા જાહેર કરાયેલ “સત્યનો ધર્મ છે”

ગાંધીના મતે, સત્યનો આ ધર્મ વિશ્વના તમામ ધર્મોને આધિન કરે છે “બધા ધર્મો સત્યનો સાક્ષાત્કાર રચે છે. તે બધા ધર્મોને તેમની પાસેની મૂળભૂત એકતા આપે છે. ગાંધીએ આ મૂળભૂત ધર્મની સરખામણી એક ઝાડ સાથે અનેક શાખાઓ સાથે કરી છે. વૃક્ષ તરીકે ધર્મ એક છે. હવે સવાલ ઊભો થઈ શકે છે જો ભગવાન એક છે અને સત્ય એક છે, તો ઘણા ધર્મો કેવી રીતે હોઈ શકે અને શા માટે થવું જોઈએ? જવાબ એ છે કે ગાંધી માટે, સત્યનો આ ધર્મ એક વાસ્તવિકતા છે. વિશ્વના વિવિધ લોકોની સંજોગો અને જરૂરિયાતો અનુસાર તેને અનુસરે છે. સત્યના ધર્મને વળગી રહીને પોતાને ઉચ્ચતમ પ્રમાણિકતાનો આગ્રહ રાખવો તે જ સાચો ધર્મ છે

(ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે)

Reference: ગાંધી આત્માકથા, મહાત્મા ગાંધી લિખિત પુસ્તકો, હરિજન, ઇન્ડિયન ઓપિનિયનમાં રજૂ કરેલા વિચારો અને ગાંધી સાહિત્ય.

આવતીકાલે……અંક ૧૬ : ગાંધીજીનાં રચનાત્મક કાર્યો

loading…