Trump Mr Mrs

ટ્રમ્પની હતાશા.. મારી પત્ની સુંદર છે છતાં એક પણ વાર કવરપેજ પણ ફોટો નથી છપાયો…

Trump Mr Mrs

અમદાવાદ, ૨૮ ડિસેમ્બર: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આખું બોલવા માટે જાણીતાં છે. ફરી એકવાર તેમના દ્વારા વિવાદ ઉભો કરાયો છે. અમેરિકન ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પને નજરઅંદાજ કરવા બદલ મીડિયા પર જોરદાર ભડાશ કાઢી છે. ટ્રમ્પે કહ્યું કે, મેલેનિયા ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસની સૌથી સુંદર ફર્સ્ટ લેડી છે. આમ છતાં, છેલ્લાં ચાર વર્ષમાં એક પણ મોટા મેગેઝિનના કવર પેજ પર તેને સ્થાન નથી મળ્યું, જ્યારે બરાક ઓબામાના કાર્યકાળમાં તેમની પત્ની મિશેલ ઓબામાની તસવીર આઠ વર્ષમાં 12 મોટાં મેગેઝિનના કવર પર છપાઈ હતી. 

whatsapp banner 1

ટ્રમ્પે સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું હતું કે અમેરિકન મીડિયાનું આ ભેદભાવપૂર્ણ વલણ છે. મારા કાર્યકાળ દરમિયાન, કોઈ પણ સામયિકોએ મારી પત્ની મેલાનિયાને કવર પેજ પર સ્થાન નથી આપ્યું. બીજી તરફ, કેટલાક સામયિકોમાં ટ્રમ્પના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે; જો કે, ટ્રમ્પના સમર્થકો પણ માને છે કે મેલાનીયાના ફોટા મેગેઝિન દ્વારા જાણી જોઈને પ્રકાશિત કરવામાં આવ્યા નથી. સમર્થકો એવો આક્ષેપ પણ કરે છે કે મીડિયા ડોનાલ્ડ ટ્રમ્પ વિશે નકલી સમાચાર ફેલાવવામાં નિષ્ણાંત છે. 

ઉલ્લેખનીય છે કે મેલાનિયા ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના લગ્ન પહેલા એક મોડેલ રહી ચૂકી હતી. ટ્રમ્પ સાથે લગ્ન કર્યા પછી, મેલાનિયાને ક્રિશ્ચિયન લગ્ન પહેરવેશમાં વોગના કવર પેજ પર દર્શાવવામાં આવી હતી. તે જ સમયે, 56 વર્ષીય મિશેલ ઓબામા આઠ વર્ષમાં 12 સામયિકોના કવર પર દેખાઇ છે, જ્યારે 50 વર્ષીય મેલાનિયા તેના પતિના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન કોઈ મેગેઝિનના કવર પર દેખાઈ ન હતી. 

એક અહેવાલ મુજબ મેલાનીયા ટ્રમ્પ અમેરિકાની ફર્સ્ટ લેડી તરીકે હાઇટ હાઉસમાં વિતાવેલા ચાર વર્ષ અંગે એક પુસ્તક લખવાનું વિચારી રહયાં છે. આ પુસ્તકમાં તેની ચાર વર્ષની યાદો હશે. અગાઉ, મિશેલ ઓબામા અને જ્યોર્જ બુશની પત્ની લૌરા બુશે પણ આ પુસ્તક લખ્યું છે.

આ પણ વાંચો….

loading…