જિયો સાથે ઓગમેન્ટેડ રિયાલિટી આધારિત ગેમ ‘યાત્રા’ લોન્ચ કરતું ક્રિકી

Krikey Jio Game
  • જિયોના યુઝર્સ થ્રી-ડી અવતાર ફીચર્સ, સ્પેશિયલ બેજિસ, ગેમ લેવલ્સ અને અન્ય કેટલાક એડ-ઓનનો ખાસ લાભ મેળવશે
  • ગૂગલ પ્લે સ્ટોર અને IOS પર ગેમ ઉપલબ્ધ
  • જિયોફોનના યુઝર્સને પણ ટૂંક સમયમાં જ ગેમ ઉપલબ્ધ થશે

ઓગમેન્ટેડ રિયાલિટી આધારિત મોબાઇલ ગેમિંગ કંપની કિર્કીએ જિયો સાથે ભારતમાં નવી ઓગમેન્ટેડ રિયાલિટી ગેમ ‘યાત્રા’ લોન્ચ કરી છે. પ્રારંભિક ફંડિગ રાઉન્ડનું જિયોએ નેતૃત્વ કર્યું હતું, આ સાથે કિર્કી દ્વારા એકત્ર કરવામાં આવેલું ફંડિગ 22 મિલિયન અમેરિકી ડોલર થવા જાય છે.

કિર્કીના સ્થાપક જ્હાન્વી અને કેતકી શ્રીરામે આ પ્રસંગે કહ્યું હતું કે, “કિર્કી સાથેનું અમારું વિઝન પ્રેરણા અને વાસ્તવિકતાને સંમિલિત રીતે સાથે લાવવાનું છે. ઓગમેન્ટેડ રિયાલિટી સાથે અમે કાલ્પનિક વિશ્વને તમારા મોબાઇલ ફોનના માધ્યમથી તમારા ઘર સુધી લાવી શક્યા છીએ.“

માત્ર મોબાઇલ ફોન કેમેરા સાથે ખેલાડી યાત્રાની એક્શન-એડ્વેન્ચર સ્ટોરીમાં પ્રવેશ કરી શકે છે અને મોન્સ્ટર આર્મીને પરાસ્ત કરવામાં જોડાઈ શકે છે. તીર-કમાન, ચક્ર, પ્રકાશ અને આગના ગોળાઓ જેવા હથિયારોનો ઉપયોગ કરીને ખેલાડીઓ ગેમના અલગ અલગ લેવલમાં લડી શકે છે અને ઉખાણા જેવી ગેમ્સમાં પણ ભાગ લઈ શકે છે.

Advertisement

યુઝર્સ જેવી પોતાની ગેમ પૂરી કરે કે તરત જ તેઓ પોતાની ગેમનો પર્સનલાઇઝ વીડિયો પોતાના મિત્રો સાથે શેર કરી શકે છે. અન્ય યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા તેમની ગેમપ્લેના વીડિયો પણ જોઈ શકાય છે. પુનઃ ગેમ શરૂ કરતાં પહેલા યુઝર્સ એક ડિજિટલ ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં તીર-કમાન જેવા પોતાના હથિયારો ચલાવવાની પ્રેક્ટિસ પણ કરી શકે છે.

જિયો યુઝર્સ આ ફીચર્સનો ખાસ એક્સેસ મેળવશેઃ

  • 3D અવતાર ફીચર
  • ગેમપ્લે ટોકન્સ (અન્ય હથિયારો અને પાવર અનલોક કરવા માટે)
  • ગેમ લેવલ્સ

જિયોના ડિરેક્ટર શ્રી આકાશ અંબાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “કિર્કી ભારતની એક આખી પેઢીને ઓગમેન્ટેડ રિયાલિટીનો પરિચય કરાવતી પ્રેરણા પૂરી પાડશે. અમારું વિઝન છે કે સમગ્ર વિશ્વમાંથી શ્રેષ્ઠ અનુભવો ભારતમાં લાવવા અને યાત્રા જેવી ગેમ્સની શરૂઆત આ દિશામાં વધુ એક પગલું છે. ઓગમેન્ટેડ રિયાલિટી ગેમિંગ યુઝરને તેના અલાયદા વિશ્વમાં લઈ જાય છે અને અમે યાત્રા દ્વારા ARની દુનિયાનો અનુભવ કરવા માટે દરેક જિયો યુઝર અને નોન-જિયો યુઝરને તેનો આનંદ લેવા આમંત્રણ આપીએ છીએ.”

કિર્કી ગેમ ગૂગલ પ્લે સ્ટોર અને IOS એપ સ્ટોર પર નિઃશુલ્ક ઉપલબ્ધ છે.