સોશીયલ ડીસ્ટન્સ, માસ્ક અને સેનીટાઈઝર જેવી નાની-નાની સંભાળ આપણને કોરોનાથી બચાવશે

BCCI ના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૩ ઓક્ટોબર: સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોવીડ – ૧૯ ના સંક્રમણના સમયમાં રાજકોટના લોકોને કોરોનાના ભયમાંથી બહાર આવવાનો પ્રેરક … Read More

કોરોનાથી ગભરાવું નહી, પરંતુ ગફલતમાં પણ ન રહેવું

આપણે S – સોશીયલ ડીસ્ટન્સ, M – માસ્ક અને S – સેનીટાઈઝરનું ધ્યાન રાખીશું તો કોરોનાને ઝડપથી હરાવી શકીશું લોક કલાકાર ધીરૂભાઈ સરવૈયાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૨ ઓક્ટોબર: રાજકોટના જાણીતા લોક કલાકાર ધીરૂભાઈ સરવૈયા કોરોના … Read More

કોરોનાથી ડરો નહી સાવચેત રહો, જ્યાં સુધી વેકસીન ન શોધાય

કોરોનાથી ડરો નહી સાવચેત રહો, જ્યાં સુધી વેકસીન ન શોધાય ત્યાં સુધી ‘‘માસ્ક’’ એ જ આપણું વેકસીન છે: આજકાલ દૈનિકના મેનેજીંગ ડાયરેક્ટર ચંદ્રેશ જેઠાણીનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, … Read More

કોરોનાનો ગભરાટ શરીરમાં પિત્ત – વાયુ વધારે છે

કોરોનાનો ગભરાટ શરીરમાં પિત્ત – વાયુ વધારે છે,જેના કારણે લોકો વધુ ગભરામણ અનુભવે છેરાજકોટના પ્રતિષ્ઠીત હોમીયોપેથી ડો. એન. જે. મેઘાણીનો પ્રેરક સંદેશ  અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૧૦ઓક્ટોબર:સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના સંક્રમણને કારણે લોકો ભય પામી રહયાં છે, તેવા સમયમાં રાજકોટના પ્રતિષ્ઠીત હોમીયોપેથી ડોકટર એન. જે. મેઘાણી રાજકોટવાસીઓને પ્રેરક સંદેશ આપતા કહે છે કે, અત્યારે આપણે કોરોનાના ભયથી ફફડી રહયાં છીએ પરંતુ આપણે ૧ ટકો પણ ગભરાવાની જરૂર નથી. જેમ આપણને ભૂતકાળમાં શરદી – તાવ આવતા અને તેની સારવાર બાદ આપણે સ્વસ્થ થઈ જતાં તેવી જ રીતે કોરોના સંક્રમિત થયા બાદ આપણે ઘરમાં જ રહીને, જરૂરી સારવાર કરવાથી કોરોનાથી મૂકત થઈ શકીએ છીએ.  કોરોનાથી તમે જેટલા બીવો છો, ગભરાવ છો, તેના કારણે તમારા શરીરમાં પિત્ત  અને વાયુનું પ્રમાણ વધે છે. અને વાયુના કારણે તમને વધુ ગભરામણ થાય છે. એટલે આ સમયમાં કોઈપણ પ્રકારનો ગભરાટ ન આવે તેનું આપણે ખાસ ધ્યાન રાખીએ. હાલના સમયમાં આપણને સાંભળવા મળતી બીન જરૂરી વાતો, અફવાઓથી ડરો નહી, પરંતુ જે લોકો પાસે સાચું જ્ઞાન છે, તેમની સાથે તમારા વિચારો શેર કરો. જેથી તમને સાચી માહિતી મળશે અને તમારો ડર દૂર થશે. જો ૮૦ વર્ષના વૃધ્ધજન પણ કોરોના મૂક્ત બની શકતા હોય તો બીજા લોકોને તો ક્યાં મુશ્કેલી પડવાની છે. આપણે ભયમાંથી મૂકત બની અન્યોને ભયમૂકત રહેવાની પ્રેરણા આપવી પડશે. કોરોનાના આ સમયમાં જે વ્યક્તિને અન્ય રોગ – બિમારી હોય તેવા લોકોને જ થોડી તકલીફ પડતી હોય છે. અને એટલે જ આ બાબતની ચિંતામાંથી મૂક્ત બનીએ. આપણે અત્યાર સુધીમાં અનેક વાયરસ, રોગ – બિમારી સામે લડીને તેને હરાવી છે. તેવી જ રીતે કોરોનાને પણ આપણે ચોક્કસ હરાવીશું જ. આ માટે આપણે જરૂરી જણાય તો તબીબી ચકાસણી કરાવીએ. ઘરમાં જ જરૂરી કસરત કરીએ અને આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારીએ. સૌએ શારીરિક શ્રમ ઉપર વધુ ભાર આપવાની જરૂર છે. આ માટે દરરોજ ૧૦ મિનિટથી લઈને અડધી કલાક સુધી ઘરમાં જ રહીને યોગા – કસરત કરીને શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારીએ તો બહું ઝડપથી ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’

કોરોનાના કપરા સમયમાં ‘‘ભાગવાની’’ નહી પરંતુ ‘‘જાગવાની’’ જરૂર છે

 કોરોનાના કપરા સમયમાં ‘‘ભાગવાની’’ નહી પરંતુ ‘‘જાગવાની’’ જરૂર છે ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’ ની મુહિમ ચલાવીને લોકોના હ્રદયમાંથી ડર દૂર કરવાનો માહિતી ખાતાનો પ્રયાસ અભિનંદનિય ભૂપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિરના કોઠારીશ્રી રાધા રમણ સ્વામી અહેવાલ: હેતલ દવે, રાજકોટ … Read More

કોરોનાએ આયુર્વેદના મહત્વને સમજાવ્યું છે

કોરોનાએ આયુર્વેદના મહત્વને સમજાવ્યું છે, ત્યારે આપણે તેનાથી ડર્યા વિના આપણી આયુર્વેદીક ચિકિત્સા પધ્ધતિને અપનાવીએ ગોંડલના સદ્દગુરૂ ચેરીટેબલ ટ્રસ્ટના સેક્રેટરી નીતિનભાઈ રાયચુરાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૦૮ ઓક્ટોબર: … Read More

‘‘ફીયર’’ નહીં, ‘‘અવેર’’ જ આપણને કોરોનાથી બચાવશે

‘‘ચિત્રલેખા’’ મેગેઝીનના રાજકોટ બ્યુરો ચીફશ્રી જ્વલંત છાયાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૦૭ ઓક્ટોબર: કોરોનાની મહામારીના સમયમાં ‘‘ચિત્રલેખા’’ મેગેઝિનના રાજકોટ બ્યુરો ચીફશ્રી જ્વલંત છાયા રાજકોટના લોકોને ‘‘ફીયર’’ નહીં પણ ‘‘અવેર’’ રાખવાનો અનુરોધ કરતાં તેમનો પ્રેરક … Read More

આપણે કોરોનાના ડરને મનમાંથી દૂર કરીએ: વી.પી.વૈષ્ણવ

કોરોનાના કાળમાં સરકારે જરૂરીયાત કરતાં ૧૦ ગણી સુવિધા પૂરી પાડી છે, ત્યારે આપણે પણ કોરોનાના ડરને મનમાંથી દૂર કરીએ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી.પી.વૈષ્ણવનો પ્રેરક અનુરોધ અહેવાલ: … Read More

કોરોનાને હરાવવા આપણે પલાયનવાદ, નિરાશાવાદ કે હતાશાવાદના શરણે કદી ન જઈએ

આચાર્યદેવ શ્રીમદ્દ વિજય યશોવિજયસૂરિશ્વરજી મહારાજનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૦૫ ઓક્ટોબર: જૈન ધર્મના આચાર્યદેવ શ્રીમદ્દ વિજય યશોવિજયસૂરિશ્વરજી મહારાજે કોરોનાના કપરા સમયમાં પ્રત્યેક વ્યક્તિને પલાયનવાદ, નિરાશાવાદ કે હતાશાવાદના શરણે … Read More

કોરોનાનો આ સમય બહું ઝડપથી પસાર થઈ જશે: પરેશભાઈ વાસાણી

કોરોનાનો આ સમય બહું ઝડપથી પસાર થઈ જશે, અને વર્ષ ૨૦૨૧ ના નૂતન પ્રભાતથી જ આપણે પૂર્વવત જીવન જીવી શકીશું રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનના પ્રમુખ પરેશભાઈ વાસાણીનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ … Read More