Niranjana Shah

સોશીયલ ડીસ્ટન્સ, માસ્ક અને સેનીટાઈઝર જેવી નાની-નાની સંભાળ આપણને કોરોનાથી બચાવશે

Niranjana Shah

BCCI ના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહનો પ્રેરક સંદેશ

અહેવાલ: હેતલ દવે, રાજકોટ

રાજકોટ, ૧૩ ઓક્ટોબર: સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોવીડ – ૧૯ ના સંક્રમણના સમયમાં રાજકોટના લોકોને કોરોનાના ભયમાંથી બહાર આવવાનો પ્રેરક સંદેશ આપતાં BCCI ના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ કહે છે કે, કોરોનાથી આપણે ગભરાવાની જરૂર નથી. પરંતુ આપણે સોશીયલ ડીસ્ટન્સ, માસ્ક અને સેનીટાઈઝર જેવી નાની – નાની સંભાળ રાખીશું તો તે સંભાળ જ આપણને કોરોનાથી બચાવશે.

કોરોનાને આપણે જો હરાવવો હશે તો લોકોએ સ્વયં શિસ્ત પાળવી પડશે. સરકારે કોરોના સંદર્ભમાં જે સૂચના આપી છે, તેનું આપણે પુરે પુરૂ પાલન કરીશું તો મને લાગે છે કે, આપણે બહું જલ્દી કોરોનાને મ્હાત આપી શકીશું.

આજના સમયમાં જો કોઈ પણ વ્યક્તિને શરદી – ખાંસી કે તાવ જેવા લક્ષણો જણાય તો જરાપણ ગભરાયા વિના તુરંત જ ટેસ્ટ કરાવવો જોઈએ. આપણા સૌની કોરોના ટેસ્ટ માટેની જાગૃતિ સમાજ માટે ઉપકારક બની રહેશે. અને બહું ઝડપથી ‘‘ હારશે કોરોના, જીતશે રાજકોટ’’.